મહારાષ્ટ્રમાં ભાજપના ઓપરેશન લોટસની આશંકા વચ્ચે કોંગ્રેસનું દિલ્હી રોલકોલ, મોટી રાજકીય ઉથલપાથલના સંકેત...

કોંગ્રેસ દ્વારા ધારાસભ્યોને દિલ્હી બોલાવી લેવાની વાતથી મોટા રાજકીય નાટકનાં એંધાણ...

મહારાષ્ટ્રમાં ભાજપના ઓપરેશન લોટસની આશંકા વચ્ચે કોંગ્રેસનું દિલ્હી રોલકોલ, મોટી રાજકીય ઉથલપાથલના સંકેત...

WND Network.Mumbai,Surat : મહારાષ્ટ્રમાં શરૂ થયેલી પાર્ટી તોડીને સત્તા હાંસલ કરવાની રાજનીતિને પગલે ભાજપનાં ઓપરેશન લોટસને લોકો ફરી યાદ કરી રહ્યા છે. અગાઉ ભાજપે જયાં પોતાની સત્તા ન હતી અથવા તો થોડી સીટના અંતરથી વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો હતો ત્યાં ઓપરેશન લોટસ લોન્ચ કરીને સત્તા પરિવર્તન કરાવ્યું હતું. જેને પગલે મહારાષ્ટ્રની રાજકીય ઉથલ પાથલ વચ્ચે ભાજપે અહીં પણ ઓપરેશન લોટસ શરૂ કરી દીધું હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. ભાજપ દ્વારા અગાઉ કેટલાક રાજ્યોમાં આ પ્રમાણે પ્રયોગ કરવામાં આવ્યો હોવાની ચર્ચા શરૂ થઈ હતી. ભાજપ ઉપર આવો આરોપ સૌ પ્રથમ કર્ણાટકમાં સત્તા પરિવર્તન વખતે થયો હતો.

વર્ષ ૨૦૦૮માં કર્ણાટકમાં થયેલી વિધાનસભાની ચૂંટણી ભાજપ સત્તા ઉપર આવ્યો હતો. જો કે તેમને તે વખતે બહુમત સાબિત કરવા માટે ત્રણ સીટ ઓછી હતી. અને તે વખતે ભાજપને કેટલાક ધરાસભ્યોનો સપોર્ટ મળ્યો હતો. પરંતુ સ્થિર સરકારની રચના માટે ભાજપને એક ધારાસભ્યને પાર્ટી સાથે જોડવો પડ્યો હતો. અને તે ઓપરેશન લોટસની શરૂઆત હતી તેમ રાજકીય જાણકારો દાવો કરી રહ્યા છે.

કર્ણાટકથી શરૂ થયેલી ઓપરેશન લોટસની આ નવા પ્રકારની રાજનીતિને કારણે ભાજપે જયાં સત્તા ગુમાવી હતી ત્યાં ફરીથી સત્તામાં પ્રવેશ કર્યો હતો.  ભાજપે પક્ષ પલટા વિરોધી કાનૂનથી બચવા માટે સામેની પાર્ટીમાંથી આવેલા ધારાસભ્યોને પહેલા વિધાનસભામાંથી રાજીનામુ અપાવી દેવડાવે છે. અને ત્યારબાદ તેમની પાર્ટીમાં સામેલ કરીને ભાજપનાં બેનર હેઠળ ચૂંટણી લડાવે છે. અને તેઓ પછી જીતી પણ જાય છે. કર્ણાટકથી શરૂ થયેલું આ ઓપરેશન લોટસ મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ગોઆ અને અરુણાચલ પ્રદેશમાં અમલમાં મુકવામાં આવ્યું હતું. જેને કારણે સામાન્ય ચૂંટણીમાં ગુમાવેલી સત્તા ભાજપે ફરી પાછી હાંસિલ કરી હતી.

મહારાષ્ટ્રમાં જે રીતે રાજકીય હલચલ જોવા મળી રહી છે તેને જોતા સમગ્ર ઘટનાક્રમ ઓપરેશન લોટસનો જ ભાગ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. અલબત્ત અહીં શિવસેનાના ધારાસભ્યોની સંખ્યા વધુ હોવાને કારણે રાજીનામુ અને પેટા ચૂંટણીને બદલે વિધાનસભામાં અવિશ્વાસની દરખાસ્ત લાવીને ફરી પાછા સત્તામાં પાછા આવવાની શક્યતા વધુ લાગે છે.

કોંગ્રેસનાં દિલ્હી રોલકોલ આદેશથી નવજુનીના એંધાણ...
મહારાષ્ટ્રની રાજકીય ઉથલ પાથલ વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ તેના ગુજરાતનાં તમામ ધારાસભ્યને બુધવારે ઓચિંતા દિલ્હી બોલાવી લીધા છે. ટૂંકી નોટીસ ઉપર પોતાના ધારાસભ્યોને દિલ્હી બોલાવી લેવાની વાત મોટા રાજકીય નાટકનાં એંધાણ આપી રહ્યા છે. અઢી વર્ષ પુરા થવાની અણીએ અચાનક મહારાષ્ટ્રમાં બળવો થાય છે અને એલર્ટ મોડમાં કોંગ્રેસ આવી જાય છે. કોઈ ગમે તે કહે પરંતુ દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસમાં પણ હજુ કેટલાક નેતા એવા છે જે ભારતીય રાજનીતિને બહુ નજીકથી ઓળખે છે. એટલે જો કોઈ ખરેખર ફસાઈ જવાનીરાજનીતિ કરવા જાય તો કોંગ્રેસ સાવ અબુધ નથી. એટલે હવે આગામી દિવસોમાં ન માત્ર મહારાષ્ટ્ર પરંતુ ગુજરાત સહિત સમગ્ર દેશની રાજનીતિમાં કોઈ મોટા ફેરફાર થાય તો નવાઈ નહીં રહે.