કચ્છ : IPS એ જેમની કાર દારૂની રેડમાં પકડેલી તેઓ મસૂરીમાં પ્રોબેશનરી IAS અધિકારીઓને ગ્રામિણ વિકાસ ઉપર લેક્ચર આપશે...

પોલીસ ફરિયાદ બાદ કારમાંથી નંબર પ્લેટ કાઢી લેવાનો પણ વિવાદ થયેલો

કચ્છ : IPS એ જેમની કાર દારૂની રેડમાં પકડેલી તેઓ મસૂરીમાં પ્રોબેશનરી IAS અધિકારીઓને ગ્રામિણ વિકાસ ઉપર લેક્ચર આપશે...

WND Network.Bhuj (Kutch) :- પશ્ચિમ કચ્છ પોલીસના એસપી સૌરભસિંગે જેમની કારને દારૂની એક રેડમાં ઝડપી હતી તેવા ભુજ તાલુકાના કુનરીયા ગામનાં ઉપસરપંચને મસૂરી ખાતે દેશની સૌથી મોટી અને જાણીતી વહીવટી એકેડેમી ખાતે ગ્રામિણ વિકાસ ઉપર લેક્ચર આપવાનું આમંત્રણ મળ્યું છે. તાલીમી IAS સહિતના સનદી અધિકારીઓને મસૂરી ખાતે આવેલી લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં તાલીમ આપવામાં આવતી હોય છે. પોલીસે 16મી જૂન,2022ના રોજ કોમ્બિંગ નાઈટમાં પકડેલી જીજે 12 એફબી નંબર વાળી બ્લેક કલરની સ્કોર્પિઓ ભુજ તાલુકાના કુનરીયા ગામના સુરેશ ગોપાલભાઈ છાંગાના નામે રજીસ્ટર થયાનું બહાર આવ્યું હતું. જો કે ત્યારબાદ સુરેશભાઈએ એવો દાવો કર્યો હતો કે, તેમના  એક મિત્રને કાર લોન મળતી ન હતી એટલે તેમણે મિત્રધર્મ નિભાવતા કાર પોતાને નામે લઈને તેને આપી હતી. અને એ કાર પોલીસ રેડમાં પકડાઈ હતી. સુરેશ છાંગા કુનરીયા ગામના સરપંચ રહી ચુક્યા છે. અને હાલ તેઓ ઉપસરપંચ છે. સરપંચ તરીકે તેમના પત્ની છે. વર્ષ 2020માં જયારે ખનીજ ચોરી પકડાઈ હતી ત્યારે સુરેશ છાંગાનો ભાઈ અરુણ ગોપાલભાઈ છાંગા આરોપી હતો. સમગ્ર કચ્છમાંથી એકમાત્ર સુરેશભાઈને ગ્રામિણ વિકાસ અને પંચાયતી રાજ વિષય ઉપર તાલીમ આપવા માટે બોલાવવામાં આવ્યા છે. 

ગુજરાતી અખબાર 'દિવ્ય ભાસ્કર'ની કચ્છ એડિશનમાં આવેલા ન્યૂઝમાં સુરેશભાઈ છાંગાએ ઇન્ટરવ્યૂ આપતા એવો દાવો કર્યો હતો કે, દેશભરમાંથી માત્ર કચ્છના સરપંચને પસંદ કરવામાં આવ્યા છે. તેઓ 500 સનદી અધિકારીઓને ગ્રામ પંચાયતના વહીવટ અને ગ્રામિણ વિકાસને લગતી તાલીમ આપશે. તેમણે આ અંગે 29 મુદ્દાનું પાવર પોઇન્ટ પ્રેઝેન્ટેશન પણ તૈયાર કર્યું છે. યુપીએસસીની સિવિલ સર્વિસની પરીક્ષામાં સફળ થયા પછી મસૂરીમાં આવેલી એકેડેમીમાં નવનિયુક્ત આઈએએસ અધિકારીઓને ફાઉન્ડેશન કોર્સ અંતર્ગત તાલીમ આપવામાં આવતી હોય છે. સુરેશભાઈ આ ફાઉન્ડેશન કોર્સમાં તાલીમી સનદી અધિકારીઓને ગ્રામિણ વિકાસનો પાઠ ભણાવવા માટે જવાના છે. આ માટે તેમને મસૂરીથી  લાલ બહાદુર હહે.  શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશનના ડેપ્યુટી ડિરેક્ટર આનંદી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હોવાનો પણ તેમણે મીડિયા ઇન્ટરવ્યૂમાં એકરાર કર્યો હતો. સુરેશભાઈની આ સિદ્ધિને કચ્છ જિલ્લા સરપંચ સંગઠન દ્વારા બિરદાવવામાં પણ આવી છે.