Kutch : કલેક્ટર અમિત અરોરાને લીધે PGVCL જોઈન્ટ MD પ્રીતિ શર્મા હવે ભુજથી નોકરી કરશે, જાણો શું છે આ બંને ઓફિસર્સ વચ્ચેનો સંબંધ...

રૂપાણી સરકારે IAS અમિત અરોરા જયારે રાજકોટના મ્યુનિ. કમિશનર હતા ત્યારે તેમના પત્નિ પ્રીતિ શર્માને PGVCLના MD તરીકે ડેપ્યુટેશન ઉપર નિયુક્તિ કર્યા હતા

Kutch : કલેક્ટર અમિત અરોરાને લીધે PGVCL જોઈન્ટ MD પ્રીતિ શર્મા હવે ભુજથી નોકરી કરશે, જાણો શું છે આ બંને ઓફિસર્સ વચ્ચેનો સંબંધ...

WND Network.Bhuj (Kutch) : કચ્છના કલેક્ટર અમિત અરોરાને ( Gujarat IAS Amit Arora) કારણે પશ્ચિમ ગુજરાત વિજ કંપની લીમીટેડના (Paschim Gujarat Vij Company Limited - PGVCL) જોઈન્ટ મેનેજીંગ ડિરેક્ટર (Joint MD)ની રાજકોટથી ભુજ ખાતે બદલી કરવામાં આવી છે. અત્યાર સુધી PGVCL આ ઉચ્ચ અધિકારી રાજકોટ ખાતે આવેલી કોર્પોરેટ ઓફિસનો હવાલો સંભાળી રહ્યા હતા. હવે તેમને રાજ્યના સૌથી મોટા જિલ્લા કચ્છનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. અહીં તેઓ ભુજ અને અંજાર સર્કલની દેખરેખ કરશે. પ્રીતિ શર્મા નામના આ મહિલા અધિકારી વર્ષ 2016ની ઇન્ડિયન પોસ્ટ & ટેલીકોમ્યુનીકેશન એકાઉન્ટ્સ ફાઇનાન્સ સર્વિસીસ (IP&TAFS)માં ગ્રુપ 'A' કક્ષાના ઓફિસર છે. 

ઉત્તરપ્રદેશ બરેલીના રહેવાસી એવા અમિત અરોરા વર્ષ 2012ની બેચના ગુજરાત કેડરના IAS ઓફિસર છે. 31મી માર્ચ, 2023ના રોજ રાજ્ય સરકારે જે 109 IAS અધિકારીની ટ્રાન્સફર કરી હતી તેમાં IAS અમિત અરોરાને રાજકોટના મ્યુનિસિપલ કમિશનરથી બદલીને કચ્છના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અમિત અરોરાને કચ્છમાં કલેક્ટર તરીકે નિયુક્ત કર્યા પછી રાજ્ય સરકારે દોઢ મહિનામાં જ PGVCLના જોઈન્ટ MD પ્રીતિ શર્માને (Preeti Sharma) પણ કચ્છમાં ભુજ ખાતે ટ્રાન્સફર કરી આપી છે. પ્રીતિ શર્મા વર્ષ 2016ની બેચના ઇન્ડિયન પોસ્ટ & ટેલિકોમ્યુનિકેશન એકાઉન્ટ્સ એન્ડ ફાઇનાન્સ સર્વિસીસના(IP&TAFS)માં ગ્રુપ 'A' લેવલના સનદી અધિકારી છે.  

કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન અંતર્ગત આવતી IP&TAFS સર્વિસીસનાં મહિલા અધિકારી પ્રીતિ શર્મા ગુજરાત કેડરના IAS અમિત અરોરાના ધર્મપત્ની છે. એટલે ગુજરાત સરકારે તેમને ડેપ્યુટેશન હેઠળ PGVCLમાં નિયુક્ત કરેલા છે. દંપતી હોવાના કારણે તેઓ કચ્છમાં એકસાથે રહી શકે તે માટે ગુજરાત સરકારે નિયમ મુજબ સ્પાઉસ ગ્રાઉન્ડ (Spouse Graund) ઉપર આ પ્રકારની ગોઠવણ કરી આપી છે. 

અધિકારી દંપતી હોવાને કારણે કચ્છને ફાયદો થશે :- કચ્છમાં વહીવટી લેવલે કલેક્ટર તરીકે પતિ અમિત અરોરા અને ઉર્જા ક્ષેત્રે PGVCLના જોઈન્ટ MDની પોસ્ટ ઉપર પત્નિ પ્રીતિ શર્મા કાર્યરત હોવાને આ બ્યુરોક્રેટ કપલને કારણે ભૌગોલીક રીતે વિશાળ એવા કચ્છ જિલ્લાના લોકોને, ખાસ કરીને કિસાનોને ઘણો ફાયદો થશે.

રૂપાણી સરકારે દસ વર્ષ ખાલી રહેલી જોઈન્ટ MDની પોસ્ટ ઉપર નિયુક્તિ કરેલી :- ઉર્જા ક્ષેત્રની સરકારી કંપની PGVCLમાં જોઈન્ટ MDની પોસ્ટ લગભગ દસ વર્ષથી ખાલી હતી. જયારે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તરીકે IAS અમિત અરોરાની પોસ્ટિંગ કરવામાં આવી ત્યારે રૂપાણી સરકારે પ્રતિનિયુક્તિ હેઠળ  IAS અમિત અરોરાના ધર્મપત્ની IP&TAFS અધિકારી પ્રીતિ શર્માને રાજકોટ ખાતે PGVCLમાં જોઈન્ટ MD તરીકે નિયુક્ત કર્યા હતા. રૂપાણી સરકારની આ પરંપરા હવે ભુપેન્દ્ર પટેલ સરકારે આગળ વધારી છે. નોકરિયાત દંપતી એક સ્થળે કામ કરે તે અંગે ભુપેન્દ્ર પટેલ સરકાર સંવેદનશીલ છે. એટલે જ શિક્ષકો સહીતના રાજ્ય સરકારના કર્મચારીઓ માટે પણ આ પ્રકારનું આયોજન કરેલું છે.