Bangkok-Thailand Myanmar Earthquake : કચ્છ ગુજરાત જેવો ભૂકંપ થાઈલેન્ડ-મ્યાનમારમાં આવ્યો, ગગનચુંબી ઈમારત-રસ્તાઓ સેકન્ડોમાં તૂટ્યા, ભારતમાં પણ અસર જોવા મળી, જુઓ વિડીયો

ભૂકંપના કારણે મ્યાનમારથી થાઈલેન્ડ સુધી ભારે તબાહી, બેંગકોક અને મંડલેમાં ઈમરજન્સીની ઘોષણા, અત્યાર સુધીમાં અનેક લોકોના મોત અને ઘાયલ થયાની આશંકા

WND Network.New Delhi : ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં ખૂબ જ શક્તિશાળી ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી છે અને તેની અસર થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં પણ જોવા મળી છે. ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારમાં હતું અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 માપવામાં આવી હતી. ભૂકંપને લીધે માત્ર મ્યાનમારમાં 144ના મોત અને 732 લોકો ઘાયલ થયા હોવાના પ્રાથમિક ન્યૂઝ મળી રહ્યા છે. મ્યાનમાર અને થાઈલેન્ડમાં આવેલા વિનાશક ભૂકંપને લીધે વર્ષ 2001માં ગુજરાત - કચ્છમાં આવેલા ભૂકંપની યાદ તાજી થઇ ગઈ છે. વર્ષ 2011માં 26 જાન્યુઆરીની સવારે, જ્યારે ભારત તેનો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો હતો, ત્યારે ગુજરાત રાજ્ય પર ભુકંપરૂપી અભૂતપૂર્વ આપત્તિ આવી હતી. જેમાં કચ્છ જિલ્લાના ભુજ નજીક 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના કારણે શહેરો અને ગામડાઓ થોડી જ સેકન્ડોમાં કાટમાળમાં ફેરવાઈ ગયા હતા. આ વિનાશક ઘટનાએ 20,000 થી વધુ લોકોના જીવ લીધા, 1.5 લાખથી વધુ લોકો ઘાયલ થયા અને લાખો લોકો બેઘર થયા હતા. 

થાઈલેન્ડ અને મ્યાનમારમાં આવેલા જોરદાર ભૂકંપની સૌથી વધુ અસર બેંગકોકમાં જોવા મળી હતી. અહીં એક બહુમાળી ઈમારત થોડી જ વારમાં જમીનદોસ્ત થઈ ગઈ છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, યુએસ જીઓલોજિકલ સર્વે અને જર્મનીના GFZ જીઓલોજી સેન્ટરે જણાવ્યું હતું કે ભૂકંપ બપોરે 10 કિલોમીટર (6.2 માઇલ) ની ઊંડાઈએ આવ્યો હતો, તેનું કેન્દ્ર પડોશી મ્યાનમારમાં હતું. મ્યાનમારમાં ભૂકંપની અસરના હાલ કોઈ સમાચાર નથી.

થાઈલેન્ડની રાજધાની ગ્રેટર બેંગકોક વિસ્તારમાં 1.7 કરોડથી વધુની વસ્તી છે, જેમાંથી ઘણા લોકો બહુમાળી એપાર્ટમેન્ટમાં રહે છે. આજે જ્યારે બપોરે 1.30 વાગ્યાની આસપાસ ભૂકંપ આવ્યો ત્યારે ઈમારતોમાં એલાર્મ વાગવા લાગ્યા અને ગીચ વસ્તીવાળા મધ્ય બેંગકોકમાં બહુમાળી ઈમારતો અને હોટલમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા. ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે કેટલીક બહુમાળી ઈમારતોની અંદરના સ્વિમિંગ પુલમાં પાણીમાં મોજા જોવા મળ્યા હતા.

થાઇલેન્ડમાં એરપોર્ટબંધ અને ઇમર્જન્સીની જાહેરાત : આજે આવેલા ભયાનક ભૂકંપને પગલે થાઈલેન્ડમાં ઈમરજન્સી લાદવામાં આવી છે. તમામ હવાઈ ઉડાનો સ્થગિત કરી દેવામાં આવી છે. એરપોર્ટ અને સબવે બંધ કરી દેવામાં આવ્યા છે. જેને લીધે એક રીતે જોવા જઈએ તો એરપોર્ટ પર લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળી હતી. ભૂકંપને લીધે મૃત્યુ પામનારા તેમજ ઘાયલ લોકોના આંકડા અંગે કોઈ સત્તાવાર વિગતો બહાર નથી આવી. પરંતુ જે રીતે સોશિયલ મીડિયામાં અને સમાચાર માધ્યમમાં ભૂકંપને લઈને વિડીયો તેમજ ફોટાઓ જોવા મળી રહ્યા છે તેને જોતા બહુ મોટી ખાનાખરાબી થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

ભારતમાં નોઈડા - ગાઝિયાબાદમાં પણ ભૂકંપના ઝટકા મહેસુસ થયા : પાડોશી દેશ મ્યાનમારમાં ખૂબ જ શક્તિશાળી ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હોવાના અહેવાલ વચ્ચે ભારતમાં ખાસ કરીને, ઉત્તરી ભાગમાં ભૂકંપના ઝટકા મહેસૂસ થયાના અહેવાલ મળી રહ્યા છે. આજે બપોરે નોઈડા - ગાઝિયાબાદમાં ધારા ધ્રુજી હોવાના ન્યૂઝ મળ્યા છે. શુક્રવારે બપોરે નોઈડા - ગાઝિયાબાદમાંઆવેલા આંચકાઓને લીધે લોકો ઓફિસ અને ઘરોની બહાર દોડી આવ્યા હતા. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરનું કહેવું છે કે ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારમાં હતું. જ્યાં રિક્ટર સ્કેલ પર 7.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. પરંતુ તેના આંચકા દિલ્હી એનસીઆર સુધી અનુભવાયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ભૂકંપનો આંચકો એટલો જોરદાર હતો કે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. મથુરા, આગ્રા, મેરઠ, સહારનપુર, મુરાદાબાદમાં લોકો ગભરાટમાં હતા. લોકોએ જણાવ્યું કે આખું ઘર ધ્રૂજવા લાગ્યું, એવું લાગ્યું કે જાણે અમે ટ્રેનના ડબ્બામાં ચાલી રહ્યા છીએ અને જોરદાર આંચકો લાગ્યો.