તાઇવાન : શું અમેરિકા અને ચીન ટાપુ પર યુદ્ધ કરવા જઈ રહ્યા છે ?
સિંગાપોરમાં યોજાયેલ એશિયન સુરક્ષા સમિટ શાંગરી-લા ડાયલોગમાં ચીનના સંરક્ષણ પ્રધાન જનરલે કાઢેલો બળાપો
વેબ ન્યૂઝ દુનિયા નેટવર્ક : અમેરિકી રાષ્ટ્રપતિએ તાઈવાન પર ચીનને ચેતવણી આપ્યાના અઠવાડિયા પછી, બેઇજિંગે હજુ સુધી તેનું સખત ખંડન કર્યું છે, અને કહ્યું છે કે તે તાઈવાનની સ્વતંત્રતાના 'કોઈપણ પ્રયાસને નિશ્ચિતપણે કચડી નાખશે'
ચીનના સંરક્ષણ પ્રધાન જનરલ વેઇ ફેંગેએ રવિવારે યુએસ ઉપર ટાપુની સ્વતંત્રતાને સમર્થન આપવાનો આરોપ મૂક્યો હતો. અને કહ્યું હતું કે, અમેરિકા "તાઇવાન પરના તેના વચનનું ઉલ્લંઘન" કરી રહ્યું છે. અને તે ચીનની બાબતોમાં "દખલ" કરી રહ્યું છે તેવું તેમનું સ્પષ્ટ માનવું છે.
સિંગાપોરમાં યોજાયેલ એશિયન સુરક્ષા સમિટ શાંગરી-લા ડાયલોગમાં ચીનના સંરક્ષણ પ્રધાન જનરલ વેઇ ફેંગેએ આ વાત કરતા ઉમેર્યું હતું કે, 'મને એ સ્પષ્ટ કરવા દો કે જો કોઈ તાઈવાનને ચીનથી અલગ કરવાની હિંમત કરશે તો અમે લડવામાં અચકાઈશું નહીં. અમે કોઈપણ કિંમતે લડીશું અને અમે છેક સુધી લડીશું. ચીન માટે આ એકમાત્ર વિકલ્પ છે'