Attack On Donald Trump અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર થયેલા હુમલામાં ઈરાન સામેલ હોવાની વાતથી ખળભળાટ, ઈરાને આરોપ નકાર્યા

અમેરિકી પ્રશાસનને ગુપ્ત માહિતી મળી હતી કે, ઈરાન ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડી રહ્યું છે, ઇનપુટ બાદ અમેરિકાની સુરક્ષા એજન્સીઓએ પણ ટ્રમ્પની સુરક્ષા વધારી દીધી હતી

Attack On Donald Trump  અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર થયેલા હુમલામાં ઈરાન સામેલ હોવાની વાતથી ખળભળાટ, ઈરાને આરોપ નકાર્યા

WND Network.New Delhi : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર થયેલા હુમલામાં ઈરાન સામેલ હોવાની વાતથી ખળભળાટ મચી ગયો છે. CNNના રિપોર્ટ અનુસાર હુમલા પહેલા અમેરિકી પ્રશાસનને ગુપ્ત માહિતી મળી હતી કે, ઈરાન ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડી રહ્યું છે. ત્યારબાદ અમેરિકાની સુરક્ષા એજન્સીઓએ પણ ટ્રમ્પની સુરક્ષા વધારી દીધી હતી. આ ઘટનાને ઘણા દિવસ થઈ ગયા છે અને તેને લગતી નવી માહિતી રોજ બહાર આવી રહી છે. હવે ટ્રમ્પ પરના હુમલામાં અમેરિકાના કટ્ટર દુશ્મન ઈરાનનું નામ પણ જોડાઈ રહ્યું છે. અલબત્ત ઇરાની સરકારના પ્રવકતાએ સમગ્ર વાતને નકારી છે.  

CNN અનુસાર, ટ્રમ્પના ચૂંટણી અભિયાનની દેખરેખ રાખતી સિક્રેટ સર્વિસ ટીમને શનિવારની રેલી પહેલા હુમલા અંગેનું ઇનપુટ મળ્યું હતું. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીએ સીએનએનને જણાવ્યું હતું કે, શનિવારની રેલી પહેલા સિક્રેટ સર્વિસ અને ટ્રમ્પ ઝુંબેશને આ ખતરાની જાણ હતી. અધિકારીએ સીએનએનને જણાવ્યું હતું કે, સિક્રેટ સર્વિસને ધમકીની જાણ થઈ હતી. NSCએ સીધો જ સિનિયર લેવલે USSSનો સંપર્ક કર્યો અને અધિકારીઓને ધમકીની જાણ કરવામાં આવી. ટ્રમ્પ વધતા ખતરાને જોતા સીક્રેટ સર્વિસે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની સુરક્ષા માટે શનિવાર પહેલા જ સંસાધનો અને વ્યવસ્થા વધારી દીધી હતી.

સુરક્ષા એજન્સીઓએ ટ્રમ્પ કેમ્પેઈનને સલાહ આપી હતી કે, ખુલ્લામાં કોઈ મોટી સભા ન કરવી, કારણ કે સુરક્ષા એજન્સીઓ માટે આવી ઘટનાઓને કંટ્રોલ કરવી મુશ્કેલ થઈ શકે છે. ટ્રમ્પ કેમ્પેઈન સાથે જોડાયેલા લોકોએ કહ્યું કે, એજન્સીઓની ચેતવણી ગંભીર ન હતી પરંતુ તેનો અર્થ એક એડવાઈઝરી તરીકે લેવામાં આવ્યો હતો. 

બીજી તરફ પોતાની સામે થઇ રહેલા આરોપોનને લઈને અમેરિકામાં ઈરાનના રાજદૂતે આ આરોપોને ફગાવી દીધા છે. ઈરાન એમ્બેસીએ કહ્યું કે, પાયાવિહોણા છે. તેમણે ઉમેર્યું કે, રિપબ્લિક ઓફ ઈરાન ટ્રમ્પને એક ગુનેગાર માને છે. જેના પર જનરલ સુલેમાનીની હત્યાનો આરોપ લગાવવો જોઈએ અને કાયદાની અદાલતમાં સજા થવી જોઈએ. ઈરાને તેને ન્યાય અપાવવા માટે કાનૂની માર્ગ પસંદ કર્યો છે. ઈરાની આર્મીના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના કમાન્ડર કાસિમ સુલેમાની જાન્યુઆરી 2020માં બગદાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યુએસના હવાઈ હુમલામાં માર્યા ગયા હતા.