Privatization of Public Sector Banks IDBI : મોદીએ સરકારી બેન્ક IDBIને વેચવા કાઢી, બજેટમાં જાહેરાત થવાની અપેક્ષા, 29 હજાર કરોડ મળશે

RBI પાસેથી ફિટ એન્ડ પ્રોપર રિપોર્ટ મળ્યા બાદ સૌની નજર નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 23 જુલાઈના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટ ઉપર

Privatization of Public Sector Banks IDBI : મોદીએ સરકારી બેન્ક IDBIને વેચવા કાઢી, બજેટમાં જાહેરાત થવાની અપેક્ષા, 29 હજાર કરોડ મળશે

WND Network.Mumbai : સરકારી બેન્ક IDBIના કર્મચારીઓના તેમજ વિપક્ષના વિરોધ છતાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મોટી સરકારી બેન્ક IDBI ને ખાનગી હાથોમાં સોંપવાની તૈયારીઓ કરી લીધી છે.  નરેન્દ્ર મોદી સરકારે મે, 2021માં જ આ બેન્ક નો મોટો હિસ્સો વેચવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. મોદી સરકારના ત્રીજા કાર્યકાળ દરમિયાનનાં પહેલા બેજેટમાં આ અંગેની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે. સરકારે તેનો હિસ્સો વેચવા બદલ 29000 કરોડ મળવાની અપેક્ષા છે. RBI પાસેથી ફિટ એન્ડ પ્રોપર રિપોર્ટ મળ્યા બાદ સૌની નજર નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 23 જુલાઈના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટ ઉપર છે. જેમાં સરકારી બેન્કને ખાનગી કરી દેવાની જાહેરાત થાય તેવી સંભાવના છે. 

સૂત્રોના જણાવ્યા મુજબ, કેન્દ્ર સરકારને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (Reserve Bank of India - RBI)  પાસેથી બેન્કનું ખાનગીકરણ કરવા મંજૂરી મળતાં જ ઝડપથી કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે. આરબીઆઈએ આંકલન કર્યું છે કે, બિડ ભરનારા યોગ્ય અને નિર્દેશિત માપદંડો પૂરા કરવા સક્ષમ છે કે નહીં. તેની તપાસ કરવામાં આવશે, તેમજ બીડ ભરનારા લોકો નિયમોનું પાલન કરે છે કે, નહીં. તેના વિરૂદ્ધ કોઈ રેગ્યુલેટર દ્વારા કાર્યવાહી તો થઈ રહી નથી ને, તેની તપાસ કર્યા બાદ મંજૂરી આપવામાં આવશે.

રિઝર્વ બેન્ક પાસેથી ફીટ એન્ડ પ્રોપર રિપોર્ટ મળ્યા બાદ સૌની નજર કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આગામી 23 જુલાઈના રોજ રજૂ થનારા બજેટ ઉપર છે. જેમાં તેઓ ડીસઈન્વેસ્ટમેન્ટ ઉપર કોઈ મોટી જાહેરાત કરી શકે છે. RBI દ્વારા બીડર્સ ને  ગ્રીન સિગ્નલ મળતાં આજે IDBI બેન્કનો શેર 6 ટકા સુધી ઉછળ્યો હતો. 12.07 વાગ્યે 5.18 ટકા ઉછાળા સાથે 92.47 પર ટ્રેડ થઈ રહ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર, એક વિદેશી બીડરને બાદ કરતાં અન્ય તમામે પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જ્યારે વિદેશી બીડરે  પોતાના વિશે કોઈ માહિતી જારી કરી ન હતી, તેમજ વિદેશી રેગ્યુલેટરે પણ તેના વિશે કોઈ ડેટા ઉપલબ્ધ કરાવ્યો ન હતો.

ઉલ્લેખનીય છે કે, IDBI બેન્કની માર્કેટ કેપ હાલ 99.78 હજાર કરોડ છે. હિસ્સો વેચ્યા બાદ તેની વર્તમાન વેલ્યૂએશન મુજબ સરકારને 29 હજાર કરોડથી વધુ મળી શકે છે. સરકારે BPCL , કોનકૉર, બીઈએમએલ, શિપિંગ કોર્પોરેશન, આઈડીબીઆઈ બેન્ક અને એક વીમા કંપનીનું ડિસઈન્વેસ્ટમેન્ટ કરવાની યોજના બનાવી હતી. પરંતુ છેલ્લા 18 મહિનાથી આ સંદર્ભે કોઈ કામગીરી થઈ નથી. બીપીસીએલનું ડિસઈન્વેસ્ટમેન્ટ હાલપૂરતુ મોકૂફ રાખવામાં આવ્યું છે.