સર્વિસ સેક્ટરનો પીએમઆઈ 2022માં 11 વર્ષની ટોચે પહોંચ્યો
કિંમતની દ્રષ્ટિએ ફુગાવો સાડા સોળ વર્ષની ટોચે
WND NEtwork.Mumbai : કોવિડ મહામારી બાદ સર્વિસ સેક્ટરની ગતિવિધિઓમાં મજબૂત સુધારો તેમજ વિસ્તરણના કારણે સર્વિસ સેક્ટરનો પીએમઆઈ મેમાં 11 વર્ષની ટોચે પહોંચ્યો છે. ઉત્પાદન ખર્ચ આસમાને પહોંચ્યો હોવા છતાં નવા બિઝનેસ ગ્રોથમાં ઉલ્લેખનીય સુધારો થયો છે. મજબૂત માગ અને ઓર્ડરના કારણે એસએન્ડપી ગ્લોબલ ઈન્ડિયા સર્વિસિઝનો પીએમઆઈ એપ્રિલમાં 57.9થી વધી મેમાં 58.9ની રેકોર્ડ સપાટીએ નોંધાયો છે.
આર્થિક ગિતિવિધિઓ પુન: રિકવર થતાં સર્વિસ સેક્ટરનો ગ્રોથ વધ્યો છે. જુલાઈ, 2011 બાદથી નવા ઓર્ડરમાં ઝડપી તેજી જોવા મળી હોવાનું એસએન્ડપી ગ્લોબલ માર્કેટ ઈન્ટેલિજન્સના ઈકોનોમિક્સ એસોસિએટ ડિરેક્ટર પોલિયાના ડી લીમાએ જણાવ્યું છે. તાજેતરના પરિણામો અનુસાર ભારતીય સર્વિસિઝની વૈશ્વિક માગ નબળી પડી છે.
વિદેશમાંથી નવા બિઝનેસ માર્ચ, 2020 બાદથી દર મહિને સતત ઘટ્યો હતો. કિંમતની દ્રષ્ટિએ ફુગાવો સાડા સોળ વર્ષની ટોચે છે. આગામી સમયમાં ફૂડ, ફ્યુલ, લેબર, મટિરિયલ, રિટેલ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવાની ભીતિ છે. ફુગાવાના લીધે આરબીઆઈએ રેપો રેટ મેમાં 40 બેઝિસ પોઈન્ટ વધાર્યો હતો.