Piyush Goyals in US : શરમજનક ! મોદીના મંત્રી પિયુષ ગોયલને અમેરિકન સરકારમાંથી કોઈ મળવા તૈયાર નથી, ત્રણ દિવસથી અમેરિકાના વ્યાપાર મંત્રી હાવર્ડ લ્યુટિનકવે મળવા માટે ફાંફાં મારી રહ્યા છે !

મોદીએ અમેરિકા તરફથી લાદવામાં આવતા ટેરિફ રોકવા અમેરિકા મોકલ્યા છે, યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (UTR) જેમીસન ગ્રીર સાથે પણ મુલાકાત નથી થઇ શકી

Piyush Goyals in US : શરમજનક ! મોદીના મંત્રી પિયુષ ગોયલને અમેરિકન સરકારમાંથી કોઈ મળવા તૈયાર નથી, ત્રણ દિવસથી અમેરિકાના વ્યાપાર મંત્રી હાવર્ડ લ્યુટિનકવે મળવા માટે ફાંફાં મારી રહ્યા છે !

WND Network.New Delhi : 'અબ કી બાર ટ્રમ્પ સરકાર' કહીને અમેરિકાના રાષ્ટ્રપતિની ભૂરી ભૂરી પ્રસંશા કરનારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ટ્રમ્પની (US President Donald Trump) ટેરીફની જાળમાં બરાબરના ફસાઈ ગયા છે. રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ એક પછી એક જાહેરાત કરીને ભારતને નીચાજોણું થાય તેવી સ્થિતિ ઉભી કરી રહ્યા છે ત્યારે અમેરિકાને ભારત સરકાર વતી રજૂઆત કરવા માટે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી  પિયુષ ગોયલને (Piyush Goyals in US) અમેરિકા મોકલવામાં આવ્યા છે. પરંતુ ત્રણ દિવસથી અમેરિકામાં ધામા નાખીને બેઠેલા મોદીના મંત્રીને અમેરિકન સરકારમાંથી કોઈ મળવા તૈયાર ન હોવાના ન્યૂઝ મળી રહ્યા છે. 'ગુજરાત સમચાચાર'માં પ્રસિદ્ધ થયેલા એક અહેવાલ મુજબ,  મિનિસ્ટર ગોયલ અમેરિકાના સેક્રેેટરી ઓફ કોમર્સ એટલે કે વ્યાપાર મંત્રી હાવર્ડ લ્યુટિનકવે મળવા માટે ત્રણ દિવસથી ફાંફાં મારી રહ્યા છે પણ લ્યુટનિકે ગોયલને મળવા માટે એપોઈન્ટમેન્ટ સુધ્ધાં નથી આપી રહયા. 

અમેરિકા ભારત પર રેસિપ્રોકલ ટેરિફ ના લાદે એ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યાપાર મંત્રી પિયૂષ ગોયલને અમેરિકા મોકલ્યા છે પરંતુ ગોયલ કોઈ રજૂઆત કરે એ પહેલાં તો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલથી ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાત કરી દીધી છે. ગોયલ અમેરિકાના સેક્રેેટરી ઓફ કોમર્સ એટલે કે વ્યાપાર મંત્રી હાવર્ડ લ્યુટિનકવે મળવા માટે ત્રણ દિવસથી ફાંફાં મારી રહ્યા છે પણ લ્યુટનિકે ગોયલને મળવા માટે એપોઈન્ટમેન્ટ સુધ્ધાં નથી આપી રહ્યા. 

લ્યુટનિકે રેસિપ્રોકલ ટેરિફનો મુદ્દો પ્રેસિડેન્ટ ટ્રમ્પ પોતે જ જોતા હોવાથી આ અંગે પોતે કશું નહીં કરી શકે એવું કહીને હાથ ખંખેરી નાંખ્યા હોવાનું સૂત્રો દાવો કરી રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે, લ્યુટનિકે મોદીના મંત્રી ગોયલને એ પણ મેસેજ મોકલી દીધો છે કે, રેસિપ્રોકલ ટેરિફને ટાળવા માટે ભારત શું કરી શકે છે તેની દરખાસ્ત સીધી વ્હાઈટ હાઉસને મોકલવાની રહેશે અને અમેરિકન કોમર્સ મિનિસ્ટ્રીની કોઈ ભૂમિકા નથી. રેસિપ્રોકલ ટેરિફના મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પ અત્યંત આક્રમક મૂડમાં હોવાથી લ્યુટનિક સહિતના અધિકારીઓ ચિત્રમાં આવવા પણ તૈયાર નથી. 

સૂત્રોએ એવો પણ દાવો કર્યો છે કે, ગોયલ હોવર્ડ લુટનિક ઉપરાંત યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (UTR) જેમીસન ગ્રીરને મળવાના છે પણ હજુ સુધી ગ્રીર સાથે પણ મુલાકાત શક્ય નથી થઈ. 

દુનિયાના અન્ય દેશોના વડાઓ ટ્રમ્પને તેમની ભાષામાં જ જવાબ આપી રહ્યા છે ત્યારે વિશ્વગુરુ બનવા જઈ રહેલા ભારતની આ પ્રકારની અવગણનાની છબીને લીધે નરેન્દ્ર મોદીની ઇમેજ ખરડાઈ રહી હોવાનું પણ સોસીયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે.