Dawood Ibrahim Poisoned In Pakistan ? મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ મરણ પથારીએ ? દાઉદને ઝેર પીવડાવી દીધું હોવાથી કરાચીની હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની ચર્ચા...

પાકમાં ઇન્ટરનેટ બંધ કરી દેવાને પગલે વોટ્સએપ, ટવિટર, યુ ટ્યુબ સહિતના સોસીયલ મીડિયા બંધ કરી દેવામાં આવ્યું હોવાની વાતથી પણ હોબાળો

Dawood Ibrahim Poisoned In Pakistan ? મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ મરણ પથારીએ ? દાઉદને ઝેર પીવડાવી દીધું હોવાથી કરાચીની હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની ચર્ચા...

WND Network.New Delhi : ભારતના મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદી અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનું પાકિસ્તાનમાં મોત થયું છે અથવા તો તે મરણ પથારીએ હોવાની સોસીયલ મીડિયામાં મધરાતથી ચાલી રહેલી ચર્ચાથી ભારતમાં પણ ખળભળાટ મચી ગયો છે. દાઉદના મોતને પગલે પાકિસ્તાનમાં ઇન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું હોવાની વાત ચર્ચાઈ રહી છે. જો કે ભારતના આ નંબર વન દુશ્મનના મોત અંગે મીડિયા કે અન્ય કોઈ પણ છાતી ઠોકીને સત્તાવાર રીતે જણાવી નથી રહ્યા. વર્ષ 1993ના મુંબઈ વિસ્ફોટોમાં દાઉદ ઈબ્રાહિમની ભૂમિકા બાદ તેને માટે ભારત દ્વારા મોસ્ટ વોન્ટેડ આતંકી જાહેર કરવામાં આવેલો છે. પાકિસ્તાનમાં છેલ્લા કેટલાય સમયથી એક પછી એક ભારતના આતંકીઓને જે રીતે ઠેકાણે પાડી દેવામાં આવી રહ્યા છે તેને જોતા દાઉદ અંગેના આ કથિત ન્યૂઝને પણ ભારતમાં ખુબ જ રસ પૂર્વક જોવામાં આવી રહ્યા છે. અલબત્ત અમેરિકામાં ખાલીસ્તાની આતંકી પન્નુના ઘટનાક્રમ બાદ 'ઓપરેશન દાઉદ'ને અંજામ આપવામાં આવ્યું છે કે કેમ તેની પણ ખાસ્સી એવી ચર્ચા ચાલી રહી છે. 

સોસીયલ મીડિયામાં ચાલી રહેલા ન્યૂઝ મુજબ, પાકિસ્તાનમાં દાઉદને ઝેર આપીને તેને ખતમ કરી દેવાનું એક સિક્રેટ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઝેરની અસરને પગલે તેને તેની હાલત ગંભીર હોવાને કારણે તેને કરાચીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જો કે, દાઉદને ઝેર આપવામાં આવ્યું હોવાના સમાચારને કોઈપણ અહેવાલમાં સમર્થન મળ્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે જે હોસ્પિટલમાં દાઉદ દાખલ છે ત્યાં કડક સુરક્ષા છે. હોસ્પિટલના તે ફ્લોર પર દાઉદ એકમાત્ર દર્દી છે. માત્ર હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ અને તેમના નજીકના પરિવારના સભ્યોને જ ફ્લોર સુધી પહોંચવાની સુવિધા છે.

પાકિસ્તાનમાં દાઉદને ઝેર આપવાના સમાચાર આવ્યા બાદ દેશમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાનમાં ઈન્ટરનેટ સર્વર ડાઉન થવાના સમાચાર છે. લાહોર, કરાચી, ઈસ્લામાબાદ જેવા દેશના ઘણા મોટા શહેરોમાં પણ સર્વર ડાઉન છે. આ સિવાય X, Facebook, Instagram પણ કામ નથી કરી રહ્યા. પાકિસ્તાનમાં રવિવાર રાત્રે 8 વાગ્યા પછી ઈન્ટરનેટની સ્પીડ ધીમી થઈ ગઈ છે. 

વિશ્વભરમાં ઇન્ટરનેટ, સાયબર સુરક્ષા અને ડિજિટલ ગવર્નન્સ પર નજર રાખતી સંસ્થા નેટબ્લોક નામની સંસ્થાએ પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધની વાતને સમર્થન પણ આપ્યું છે. અલબત્ત આ ઇન્ટનેટ શટડાઉન અને દાઉદની હત્યાના પ્રયાસની ઘટનાને કોઈ સીધો સંબંધ છે કે નહીં તે અંગે કોઈ ખુલીને નથી બોલી રહ્યું.

એક પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમીએ સોસીયલ મીડિયામાં એવું કહ્યું છે એક, તેમને પણ સાંભળ્યું છે કે, દાઉદ ઈબ્રાહિમને કોઈએ ઝેર આપ્યું છે. અને તે પછી તેની તબિયત બગડી ગઈ છે. તેની હાલત ખૂબ જ ખરાબ છે, તેને કરાચીની હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. આ વાત સાચી છે કે ખોટી તે કન્ફર્મ કરી શકાયું નથી પરંતુ એક વાત સંકેત આપી રહી છે કે આ મામલામાં કંઈક દાળમાં કાળું છે. પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટના સર્વરને ડાઉન કરી દેવાની વાત પણ બહાર આવી છે. 

ઇમરાન ખાનની રાજકીય પાર્ટીના જલસાને પગલે પાકિસ્તાનમાં ઈન્ટનેટ ડાઉન કરી દેવાયું છે : સોસીયલ મીડિયામાં અને ભારતમાં ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ચાલી રહેલી ચર્ચા મુજબ પાકિસ્તાનમાં ઈન્ટનેટ બંધ કરી દેવામાં આવ્યું હોવાની વાત સાચી છે. પરંતુ દાઉદની કથિત હત્યાના પ્રયાસ સાથે તેની લિંક પ્રોપર નથી . પાકિસ્તાનમાં પૂર્વ પીએમ અને ક્રિકેટર ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તેહરીક એ ઇન્સાફ (PTI)નો એક વર્ચુઅલ પ્રોગ્રામ થવાનો છે. એટલે પાકિસ્તાની સરકારે તેને ધ્યાનમાં રાખીને ત્યાં નેટ બંધ કરી દીધું છે.