Microsoft Global Outage : માઈક્રોસોફ્ટના સર્વરમાં મોટી ખામીથી દુનિયાભરમાં વિમાન, બેંક, ફોન, સ્ટોક માર્કેટ જેવી આવશ્યક સેવાઓ ખોરવાઈ, ભારતમાં પણ થઇ અસર

માઈક્રોસોફ્ટના સર્વર ડાઉનને કારણે સૌથી વધુ અસર અમેરિકામાં થઈ, ઓસ્ટ્રેલિયામાં મોટાપાયે અનેક કંપનીઓની સેવાઓ પ્રભાવિત થઇ

Microsoft Global Outage :  માઈક્રોસોફ્ટના સર્વરમાં મોટી ખામીથી દુનિયાભરમાં વિમાન, બેંક, ફોન, સ્ટોક માર્કેટ જેવી આવશ્યક સેવાઓ ખોરવાઈ, ભારતમાં પણ થઇ અસર

WND Netwprk.Mumbai : શુક્રવારે બપોરે બારેક વાગ્યના અરસામાં કોમ્પ્યુટર ક્ષેત્રની જાણીતી કંપની માઈક્રોસોફ્ટમાં ટેક્નિકલ ખામી સર્જાતાં મધ્ય અમેરિકા, ભારત અને ઓસ્ટ્રેલિયામાં ઘણી કંપનીઓના કોમ્પ્યુટર અને લેપટોપ આપોઆપ બંધ થઈ ગયા હતા. બપોરે 12 વાગ્યે અનેક લોકોએ ફરિયાદ કરી હતી કે, તેમના લેપટોપ અને કોમ્પ્યુટર આપમેળે બંધ થઈ ગયા છે. જેના લીધે બેન્કોથી માંડી સ્ટોક એક્સચેન્જ, એરલાઈન્સના કામકાજ પર અસર થઈ છે. મુસાફરો ચેક-ઈન કે ચેક આઉટ કરવા અસમર્થ બન્યા છે. અહેવાલો અનુસાર, ભારત અને અમેરિકામાં 147 એરલાઈન્સ રદ્દ કરવામાં આવી છે.

માઈક્રોસોફ્ટના સર્વરમાં થયેલી ખામીને પગલે ભારત અને અમેરિકા સહિત દુનિયાભરની અનેક એરલાઇન્સ વિમાન સેવાઓ ઠપ થઈ ગઈ છે. કંપનીઓના વિમાન ઉડાન ભરી શક્યા નથી. ભારતમાં સ્પાઈસ જેટ અને ઈન્ડિગોએ પણ આ પ્રકારની સમસ્યાનો હવાલો આપ્યો હતો. ફક્ત વિમાન સેવાઓ જ નહીં પણ અનેક દેશોમાં બેન્કિંગ સેવાઓથી લઈને ટિકિટ બુકિંગ અને સ્ટોક એક્સચેન્જ ઉપર પણ અસર થઇ છે. 

માઈક્રોસોફ્ટના સર્વિસ હેલ્થ સ્ટેટ્સ અપડેટ મુજબ આ ખામીની શરૂઆત એઝર બેકેંડ વર્કલૉડના કોન્ફીગ્રેશનમાં કરેલા એક ફેરફારને કારણે થઈ હતી. જેના લીધે સ્ટોરેજ અને કમ્યુટર રિસોર્સિસ વચ્ચે અવરોધ પેદા થયો અને આ કારણે કનેક્ટિવિટી ફેલિયરની સમસ્યા સર્જાઈ હતી. 

અન્ય મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ખામી તાજેતરની ક્રાઉડ સ્ક્રાઈક અપડેટ બાદ આવી છે. તેમાં ખામી સર્જાતા મોટી સંખ્યામાં લોકોને અસર થઈ છે. માઈક્રોસોફ્ટે આ મામલે જાણકારી શેર કરી હતી. શુક્રવારે સવારે તેની ક્લાઉડ સર્વિસિઝ અવરોધિત થવાને કારણે દુનિયાભરમાં અનેક વિસ્તારોમાં ખામી સર્જાઈ હતી. 

સર્વરના ખોટીપા બાદ ક્રાઉડ સ્ટ્રાઈકે ભૂલ સ્વીકારી હતી અને તે આ ખામીની તપાસ કરી રહી છે. આ મામલે વધુ માહિતી આપતા જણાવ્યું કે અમને આ એરરની માહિતી મળી છે. તે વિન્ડોઝની મોટાભાગની સિસ્ટમમાં દેખાઈ રહી છે. ઘણાં યૂઝર્સ તેના વિશે ફરિયાદ કરી રહ્યા છે. આ ખામીને કારણે લાખો યૂઝર્સ પ્રભાવિત થયા છે. અનેક યૂઝર્સ ફરિયાદ કરી રહ્યા છે કે તેમની સિસ્ટમ કાં તો શટડાઉન થઈ છે કે પછી તેમને બ્લૂ સ્ક્રિન દેખાઈ રહી છે. તેની અસર પ્રમુખ બેન્ક, ઈન્ટરનેશનલ એરલાઈન્સ, જીમેઈલ, એમેઝોન અને બીજી ઈમરજન્સી સર્વિસ પર થઇ રહી છે.