Surat : ચોકીદાર જ ચોર નીકળ્યો, સુરતમાં ત્રણ વર્ષથી રખેવાળી કરતા ચોકીદારે માલિકના ઘરમાંથી લાખો રૂપિયાના દાગીનાની ચોરી કરી, સોનીને બાકાત રાખતા પોલીસની ભૂમિકા સામે સવાલ
પહેલી વખત પણ ચોકીદારે માલિકના ઘરમાં હાથ માર્યો હતો, બીજી વખત ચોરી કરવા જતા પકડાઈ ગયો, વિશ્વાસે ચોકીદારી સોંપતા લોકો માટે લાલ બત્તી સમાન ઘટના
WND Network.Surat : ગુજરાતના સુરત શહેરમાં બનેલી ચોરીની ઘટના અને પોલીસની કાર્યવાહીની શંકાસ્પદ કાર્યવાહી ભૂમિકાને લઈને મોટો ખુલાસો થયો છે. જે વ્યક્તિને ઘરની મિલકતની રખેવાળી કરવાની જવાબદારી આપીને ચોકીદાર તરીકે રાખવામાં આવ્યો હતો તેણે ઘરમાં લાખો રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. અગાઉ એક વખત ઘરમાં ચોરી કર્યા બાદ આબાદ બચી ગયેલો આ ચોકીદાર બીજી વખત માલિકના ઘરમાં હાથ મારવા ગયો અને પકડાઈ ગયો હતો. જો કે આખી ઘટનામાં પોલીસની ભૂમિકા - કાર્યવાહી પણ શંકાના દાયરામાં આવે છે. કારણ કે, 11.30 લાખ રૂપિયાની ચોરની ઘટનામાં ચોકીદારે જે સોનીને માલ વેચવા આપ્યો હતો તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં તેનો કોઈ ખુલાસો કરવામાં આવ્યો હતો. ત્રણ વર્ષથી ચોકીદારી કરતા વ્યક્તિએ પોતાના માલિકના જ ઘરમાં હાથ મારવાની આ ઘટના એવા લોકો માટે લાલ બત્તી સમાન છે જેઓ માત્ર ભરોસા ઉપર લાખો રૂપિયાની મિલકતની જાળવણી સોંપી દેતા હોય છે. ચોર અને માલિક બંને એક જ સમુદાયમાંથી આવે છે છતાં ચોકીદારે માલિકનો ભરોસો તોડ્યો હતો.
સુરત શહેર પોલીસના રાંદેર પોલીસની સત્તાવાર પ્રેસનોટ મુજબ, અલ્તાફશાહ ફકીર નામનો વ્યક્તિ મિલ માલિક જીયાઉલ અનીશ કાપડિયાની પત્ની રાબિયાબસરીએ તેમના ઘર, બેડરૂમમાંથી 22મી જુલાઈની રાતે રોકડા એક લાખ સહીત કુલ 35 લાખની ચોરી થઇ હતી. પોલીસે ફરિયાદને પગલે ઘરના તેમજ આસપાસના CCTV ફૂટેજ ચેક કરતા ઘરના ચોકીદાર અલ્તાફશાહ ફકીરની હરકતો ઉપર શંકા ગઈ હતી. બાતમીદારોને કામે લગાડતા ખબર પડી કે, ઘરનો ચોકીદાર જ ચોર છે. દાગીના ચોરીને તેણે તેના અન્ય એક સાગરીત ઝકરિયા અન્સારીની બાંધકામની સાઈટ ઉપર છુપાવી દીધી હતા. પોલીસે તેની યાદીમાં એવું પણ લખ્યું છે કે, આ ચોકીદારે એક વખત પહેલા પણ તેના માલિકના માલિકના ઘરમાં હાથ માર્યો હતો. ચોકીદાર ઉપર ઘરના લોકોને બહુ ભરોસો હતો અને તેને ઘરમાં આવવા જવાની પણ છૂટ હતી એટલે તેણે ઘરમાંથી દાગીના ઉપરાંત કબાટની ચાવી પણ ચોરી લીધી હતી.
પોલીસે અત્યાર સુધીમાં ચોકીદારમાંથી ચોર બનેલા શખ્સ અને તેના એક સાગરીત પાસેથી અંદાજે 35 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હોવાની વાત તો સ્વીકારી છે પરંતુ સૂત્રોનું માનીએ તો ઘરમાંથી બે વખત અંજામ આપવામાં આવેલી ચોરીની ઘટનામાં 60 લાખનો માલ ચોરાયો છે. માત્ર એટલું જ નહીં પરંતુ, સમગ્ર ઘટનમાં ચોરીના દાગીના લઈને તેને ઓગળી નાખનાર સોની આસિફ ચોકસીને કાગળ ઉપર ક્યાંય લાવવામાં આવ્યો નથી. જેને લઈને પોલીસની કામગીરી સામે પણ સવાલો થઇ રહ્યા છે.
બધા ચોકીદાર ઈમાનદાર નથી હોતા, ઘર સોંપતા પહેલા ચોકીદારની નિયતને ઓળખજો : ઘરમાં ચોરી ન થાય તે માટે ચોકીદારને રાખવામાં આવતો હોય છે. પરંતુ ચોકીદાર જ ચોર હોય ત્યારે શું કરવું જોઈએ ? ઘરની સલામતી જે વ્યક્તિને સોંપવામાં આવે છે તેને ચોકીદાર બનાવતા પહેલા તેનું બેકગ્રાઉન્ડ, તેની પહેલાની કામગીરી, તેના પરિવારની માહિતી સહિતની તમામ જરૂરી વિગતો મકાન માલિકે મેળવવી જોઈએ. માત્ર ભરોસા અને પોતાના સમુદાયમાંથી આવે છે એટલે તેને ઘર સોંપી દેવું જોઈએ નહીં. ગુજરાતના સુરતની આ ઘટના દેશના સમગ્ર લોકો માટે લાલ બત્તી સમાન છે.