કચ્છ : ભચાઉ તાલુકામાં આવેલી યુરો સીરામીક ગ્રુપની 139 કરોડની સ્થાવર જંગમ મિલકતની હરાજી થશે...

ડિફોલ્ટર તરીકે કચ્છના જાણીતા જૈન અગ્રણી ઉદ્યોગપતિ નેણસી લધાભાઇ શાહ ઉપરાંત મુંબઈ સ્થિત અન્ય લોકો

કચ્છ : ભચાઉ તાલુકામાં આવેલી યુરો સીરામીક ગ્રુપની 139 કરોડની સ્થાવર જંગમ મિલકતની હરાજી થશે...

WND Network Bhuj (Kutch) : લાંબા સમયથી નુકશાનમાં રહ્યા બાદ બેંકો દ્વારા નાદાર જાહેર થયેલા કચ્છના જાણીતા ગ્રુપ યુરો સિરામિક્સ અને તેની સંબંધિત કંપનીઓની અંદાજે 139 કરોડની સ્થાવર જંગમ મિલકતની આગામી દિવસોમાં હરાજી કરવામાં આવશે. આ માટે અમદાવાદ ખાતે આવેલા ઋણ વસૂલી અધિકારણ (ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ) દ્વારા નોટીશ પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં ડિફોલ્ટર તરીકે કચ્છના જાણીતા જૈન અગ્રણી ઉદ્યોગપતિ નેણસી લધાભાઇ શાહ ઉપરાંત કોસ્મોસ કો-ઓપરેટીવ બેન્ક તેમજ મુંબઈ સ્થિત અન્ય લોકો પણ છે.   

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા વતી હરાજીની પ્રક્રિયા કરી રહેલા ટ્રીબ્યુનલ દ્વારા યુરો ગ્રુપની કચ્છના ભચાઉ તાલુકામાં આવેલા સિકરા ગામની આસપાસની વિવિધ જમીનો, કંપનની પ્રિમાઇસિસમાં આવેલી મશીનરી સહિતની મિલકતનું કિંમત સહીત વર્ણન કરવામાં આવ્યું છે. અને આ અંગે હરાજીમાં ભાગ લેવા માટે તેમજ મિલકત નિરીક્ષણ માટેનો સમયગાળો પણ નક્કી કરવામાં આવ્યો છે. 

હરાજીની નોટિસમાં યુરો ગ્રુપની મુંબઈમાં વિલે પાર્લે રેલવે સ્ટેશન સામે આવેલી યુરોમલ્ટી વિઝન લિમિટેડ કંપની ડિરેક્ટ તરીકે મુંબઈમાં રહેતા નેણસી લધાભાઇ શાહ ઉપરાંત રાયસી લકદીર શાહ, સુરેશ લક્ષ્મી શાહ, હિતેશ શાંતિલાલ શાહ તેમજ ચિરાગ રાયસી શાહ ઉપરાંત કોસ્મોસ કો-ઓપરેટિવ બેન્ક મુંબઈ વિલેપાર્લે શાખાનું નામ છે.