કચ્છ : ભુજના હમીરસર તળાવમાં અજાણી વ્યક્તિની લાશ જોવા મળી

ફાયરબ્રિગેડ દ્વારા લાશને તળાવમાંથી બહાર કાઢવામાં આવી

કચ્છ : ભુજના હમીરસર તળાવમાં અજાણી વ્યક્તિની લાશ જોવા મળી

WND Network.Bhuj (Kutch) : કચ્છ જિલ્લાના પાટનગર ભુજમાં આવેલા હમીરસર તળાવમાં શુક્રવાર સવારે કોઈ અજાણી વ્યક્તિની લાશ જોવા મળી હતી. લાશને જોઈને લોકો એકઠા થઇ ગયા હતા. અને પોલીસને આ અંગે જાણ કરી હતી.

તાજેતરમાં પડેલા વરસાદને પગલે ભુજનું હમીરસર તળાવ પાણીથી ભરાઈ ગયું છે ત્યારે અજાણ્યા વ્યક્તિની લાશને પગલે લોકો અહી એકઠા થઈ ગયા હતા. પોલીસને જાણ થતાં તેમનો કાફલો તળાવ પાસે પહોંચી આવ્યો હતો. લાશને બહાર કાઢવા ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ દ્વારા લાશની ઓળખ વિધિ કરવામાં આવી રહી છે. કયા સંજોગોમાં આ વ્યક્તિ તળાવમાં પડી હશે તેની પણ ભુજની પોલીસ તપાસ કરી રહી છે.