Kutch : નિયમોના ઉલ્લંઘન માટે ભુજ કોમર્શિયલ કો. બેન્ક (BCCB)ને RBIએ દંડ ફટકાર્યો, KYC-ડિપોઝીટ રેટનાં નિયમ સંદર્ભે દોઢ લાખનો દંડ
કચ્છની ભુજ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેન્ક સહીત ગુજરાતની પાંચ સહકારી બેન્કને છેલ્લા એક મહિનામાં રિઝર્વ બેન્ક દ્વારા દંડ ફટકારવામાં આવ્યો
WND Network.Bhuj (Kutch) : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના નિયમોનું ઉલ્લંઘન કરવા માટે કચ્છની ભુજ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેન્ક (BCCB)ને RBI દ્વારા દંડ રૂપી ઇનામ મળ્યું છે. આ વખતે BCCBને KYC તેમજ ડિપોઝીટ ઉપર વ્યાજદરોનાં નિર્દેશન અંગેના નિયમોનું પાલન ન કરવા બદલ દોઢ લાખના દંડ રૂપી 'ઇનામ' મળ્યું છે. કચ્છની ભુજ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેન્ક સહીત ગુજરાતની પાંચ સહકારી બેન્કને છેલ્લા એક મહિનામાં રિઝર્વ બેન્ક દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે.
કચ્છની ભુજ કોમર્શિયલ કો. બેન્ક (BCCB)ને નિયમોનો ઉલાળિયો કરવા બદલ ભારતની સેન્ટ્રલ બેન્ક અને બેન્કિંગ સેક્ટરમાં રેગ્યુલેટરી તરીકે કામ કરતી રિઝર્વ બેંક દંડ દંડ ફટકારવામાં આવ્યો છે. કઈંક આવી જ રીતે BCCBની જેમ વર્ષ 2022માં BMCBને પણ RBI દ્વારા નિયમોના ભંગ બદલ સાત લાખ રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો હતો. બેન્ક ડિરેક્ટરના સગાઓ તેમજ તેમના મળતિયાઓને લોન આપવી તેમજ ખોટી રીતે જામીન આપવા બદલ પણ રિઝર્વ બેન્ક દ્વારા ભુજ મર્કેન્ટાઇલ કો. બેન્કને ફટકારવામાં આવી ચુકી છે. માત્ર રિઝર્વ બેન્ઝ જ નહીં પરંતુ BMCB વિરુદ્ધ ગ્રાહક સુરક્ષા ફોરમ દ્વારા પણ ફટકાર પડી ચુકી છે.