ખબરની અસર : ભુજમાં લોકો અને સરકારની આડે આવતા પડદાં હટાવી લેવામાં આવ્યા, ઢાંકપીછોડો કરવાની નીતિનો પર્દાફાશ થતા જ લાજના માર્યા કામ કરવા લાગ્યા, જુઓ વિડીયો

મૃદુ અને મક્કમ સીએમ દાદાની નજરમાં વાત આવે તે પહેલા જ સસ્પેનશન કે ટ્રાન્સફરથી બચવા માટે ગણતરીના કલાકોમાં જ ભુજના મુખ્ય માર્ગ ઉપર ઢાંકવામાં આવેલા પડદા દૂર કરવા ગાડીઓ દોડાવી

WND Network.Bhuj (Kutch) : 'ચમત્કાર ને નમસ્કાર'ની જેમ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલને ભુજમાં આંખે પડદો પાડવાની ઘટના અંગે 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા ટકોર કરવામાં આવતા સરકારી અધિકારીઓ -કર્મચારીઓ ગણતરીના કલાકોમાં જ દોડતા થઇ ગયા હતા. ન્યૂઝ રિપોર્ટ પબ્લિશ થયાના માત્ર બે કલાકમાં જ નગરપાલિકાની ટીમ ભુજના મુખ્ય માર્ગ ઉપર દબાણને ઢાંકવા માટે નાખવામાં આવેલા પડદાં હટાવતા જોવા મળી હતી. મુખ્યમંત્રી આ રોડ ઉપરથી પસાર થાય તે પહેલા આ કાર્યવાહી હાથ ધરતા અહીંથી પસાર થતા લોકો આશ્ચ્ર્યચકિત થઈ ગયા હતા. મૃદુ અને મક્કમ સીએમ દાદાની નજરમાં વાત આવે તે પહેલા જ સસ્પેનશન કે ટ્રાન્સફરથી બચવા માટે ગણતરીના કલાકોમાં જ આ કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે જ આ કાર્યવાહીને પગલે કચ્છના માધયમો ઉપરનું ધર્મ સંકટ પણ ટળ્યું હતું. 

તૂટેલા અને વરસાદી પાણી ભરાઈ ગયેલા માર્ગો રીપેર કરવાને બદલે સરકારની આંખમાં ધૂળ નાખવા જેવી ઘટનામાં મુખ્યમંત્રીની મુલાકાત ટાણે પડદા પાડવાની પ્રથાની ભારે ટીકા થઇ હતી. પરિસ્થિતિ પામી ગયેલી સરકારી સિસ્ટમ પડદા પાડવાનો ન્યૂઝ રિપોર્ટ પબ્લિશ થતા જ હરકતમાં આવી ગઈ હતી. તાબડતોડ ગાડીઓ દોડાવીને પડદાં દૂર કરવામાં આવ્યા હતા. યાદ રહે કે, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની એક દિવસીય કચ્છ - ભુજની મુલાકાત ટાણે રોડ ઉપરના દબાણો ન દેખાય તે માટે ભુજના મુખ્ય માર્ગો ઉપર પડદાં પાડવામાં આવ્યા હતા. 

'વેબ ન્યૂઝ દુનિયા'ના જે ન્યૂઝ રિપોર્ટને પગલે ઉપરોક્ત કાર્યવાહી કરવામાં આવી છે તે 'દાદાની સરકારને આંખે પાટા, રોડ ઉપરના લારી-ગલ્લાં ને તો પડદા પાડીને છુપાવી દેશો પણ તૂટેલા-પાણી ભરાયેલા રોડ ને કેમ ઢાંકશો ?' રિપોર્ટ જોવા માટે અહીં ક્લિક કરો... https://webnewsduniya.com/CM-Bhupendra-Patel-One-Day-Visit-to-Bhuj-Kutch-Pragpar-30072024 )