Gujarat CM in Bhuj Kutch દાદાની સરકારને આંખે પાટા, રોડ ઉપરના લારી-ગલ્લાં ને તો પડદા પાડીને છુપાવી દેશો પણ તૂટેલા-પાણી ભરાયેલા રોડ ને કેમ ઢાંકશો ?
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની એક દિવસીય કચ્છ - ભુજની મુલાકાત ટાણે રોડ ઉપરના દબાણો ન દેખાય તે માટે ભુજના મુખ્ય માર્ગો ઉપર પડદાં
WND Network.Bhuj (Kutch) : 'દાદા'ના હુલામણા નામે જાણીતા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મંગળવારે કચ્છના પાટનગર ભુજમાં આવ્યા હતા ત્યારે ભુજના મુખ્ય માર્ગો ઉપર આવેલા લારી-ગલ્લાવાળાઓ સાહેબની નજરે ન પડે તે માટે તેમની ઉપર પડદા પાડી દેવામાં આવ્યા હતા. જેને લઈને ભુજમાં લોકો એમ ચર્ચા કરતા હતા કે, રોડ ઉપરના લારી-ગલ્લાં ને તો પડદા પાડીને છુપાવી દીધા પરંતુ વરસાદને કારણે તૂટી ગયેલા, પાણી ભરાઈ ગયેલા રોડને કેમ છુપાવશો ? અગાઉ વડાપ્રધાન મોદીની મુલાકાત ટાણે પણ ભુજમાં સરકારી મશીનરી દ્વારા આવી જ હરકત કરવામાં આવી હતી. ભુજમાં આ રીતે પડદા પાડવાની સૂચના મુખ્યપ્રધાન કાર્યાલય તરફથી નહીં જ મળી હોય છતાં લોકોને તો એવું જ લાગવાનું કે, સીએમ પટેલ પીએમ મોદીની નકલ કરી રહ્યા છે.
સોમવારથી જ કચ્છમાં પોલીસ અને સરકારી બાબુઓની દોડાદોડી વચ્ચે દાદાને દબાણો ન દેખાય તે માટે રાતે પડદા પડી દેવામાં આવ્યા હતા. જેમના લારી ગલ્લા હતા તેમને પણ આજે મંગળવારે મુખ્યપ્રધાન ભુજમાં આવતા હોવાને પગલે એક દિવસની રજા પાડવાની મૌખિક સૂચના આપી દેવામાં આવી હતી. રોડ ઉપર અચાનક લીલા રંગના પડદા જોઈને એક તબક્કે તો એમ લાગ્યું કે, કોઈ મોટો બિલ્ડર સાર્વજનિક પ્લોટમાં શોપિંગ સેન્ટર ઉભો કરી રહ્યો હશે એટલે કદાચ એને પડદાંથી ઢાંકવામાં આવ્યું છે. પરંતુ આશ્રર્યજનક રીતે જી,કે.જનરલ હોસ્પિટલ સામે ઉભી કરવામાં આવેલી એ બિલ્ડીંગ તો સાવ ખુલ્લી દાદાને દેખાય તેમ જ છે.
ભુજના મુખ્ય માર્ગ ઉપર લારી ગલ્લા ઢાંકી દેવાના આ ન્યૂઝ આવતીકાલના અખબારોમાં પણ નહીં આવે. કારણ જાણવા માટે આવતીકાલના કચ્છના અખબાર વાંચવાનું ચુકતા નહીં.
ફરી ટકરાયા, દાદાની મુલાકાત ટાણે સુઈ ગયેલા ભુજ નગર પાલિકાના સીઓ જીગર પટેલ : મોરબીમાં લાંચ કેસ વખતે સસ્પેન્ડ થઈ ચૂકેલા ભુજના ચીફ ઓફિસર જીગર પટેલને એપ્રિલ,2023માં આજ આપણા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની સભામાં સરકારે ઊંઘતા ઝડપી લીધા હતા. તે વખતે જયારે દાદા એમ કહી રહ્યા કે, 'સરકારના પ્રયત્નોથી ભૂકંપમાં ભાંગી પડેલું કચ્છ ફરી બેઠું થયું છે' ત્યારે ભુજ નગર પાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલ સુઈ રહયા હતા. સસ્પેનશન બાદ ફરીથી ભુજ નગર પાલિકના મુખ્ય અધિકારી તરીકે જીગર પટેલ ફરજ બજાવી રહ્યા છે. પાલિકાએ છાવરેલુ દબાણ ન દેખાય માટેની પડદા કાર્યવાહીમાં નગર પાલિકાનો પણ 'રોલ' હોય શકે છે. (ઊંઘતા સીઓ જીગર પટેલનો વેબ ન્યૂઝ દુનિયાનો ન્યૂઝ રિપોર્ટ જોવા માટે અહીં ક્લિક કરો... https://webnewsduniya.com/Buuj-CO-Jigar-Patel-Suspend-30042023 )
ભુજના લોકોને સવાયા કચ્છી મોદી સાહેબના દર્શનથી વંચિત રાખવાનું આવું કૃત્ય અગાઉ પણ થયેલું : ઓગસ્ટ,2022માં જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કચ્છની મુલાકાત આવવાના હતા ત્યારે પણ ગરીબ લોકોની ઝુંપડીઓ - દબાણ ન દેખાત તે માટે તેમની આંખે પણ આ રીતે જ પડદાં પડી દેવામાં આવ્યા હતા. મોદી એ તે વખતે રોડ શો કર્યો હતો. ( આ ન્યૂઝ રિપોર્ટ જોવા માટે અહીં ક્લિક કરો... https://webnewsduniya.com/Modi-In-Kutch-Hide-Slum-Area-26-August-2022 )