Vadodara Hit & Run : વડોદરામાં વધુ એક હીટ એન્ડ રન, વાઘોડિયા ચોકડી પાસે પીક અપ વાનના ચાલકે પારુલ યુનિવર્સિટીની વિદ્યાર્થીને અડફેટે લીધી

એકટીવા પર કોલેજ જઈ હતી ત્યારે વાઘોડિયા ચોકડી પાસે બનેલી ઘટનામાં પારુલ યુનિવર્સિટીનાં કોમ્પ્યુટર વિભાગમાં અભ્યાસ કરતી મૈત્રી નરેન્દ્રકુમાર શાહે જીવ ગુમાવ્યો

Vadodara Hit & Run : વડોદરામાં વધુ એક હીટ એન્ડ રન, વાઘોડિયા ચોકડી પાસે પીક અપ વાનના ચાલકે પારુલ યુનિવર્સિટીની વિદ્યાર્થીને અડફેટે લીધી

WND Network.Vadodara : વડોદરામાં આજે મંગળવારે સવારે વધુ એક હીટ એન્ડ રન (Vadodara Hit & Run) ની ઘટના બની હતી. આ ઘટનામાં વડોદરાના વાઘોડિયા ચોકડી પાસે પીક અપ વાનના ચાલકે પારુલ યુનિવર્સિટીની વિદ્યાર્થીને અડફેટે લીધી હતી. જેમાં પારુલ યુનિવર્સિટીના કોમ્પ્યુટર વિભાગમાં અભ્યાસ કરતી મૈત્રી નરેન્દ્રકુમાર શાહે જીવ નામની વિદ્યાર્થીએ ગુમાવ્યો હતો. ઘટનાને પગલે લોકો સહિત વિદ્યાર્થીનીના પરિજનો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસ આવે તે પહેલા જ અકસ્માત સર્જ્યા બાદ પીક અપ વાન ચાલક ફરાર થઈ ગયો હતો.  

આજે સવારે વાઘોડિયા ચોકડી પાસે બનેલી ઘટનામાં પારુલ યુનિવર્સિટી (Parul University) ની વિદ્યાર્થીની મૈત્રી નરેન્દ્રકુમાર શાહ જયારે કોલેજ જઈ હતી ત્યારે પીક અપ વાનના ચાલકે તેને અડફેટે લીધી હતી. માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ થવાને લીધે મૈત્રીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ પીક અપ વાન ચાલક ભાગી ગયો હતો. વિદ્યાર્થીનીના આઈ કાર્ડને જોઈને અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકોએ તેના પરિવારજનોને જાણ કરી હતી. વહાલસોઈ દીકરીના અકસ્માતની જાણ થતા જ તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 

હીટ એન્ડ રન ની ઘટના અંગે પોલીસને પણ જાણ કરવામાં આવતા તે ઘટના સ્થળે પહોંચી આવી હતી. વિદ્યાર્થીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ  માટે શહેરની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.