Gujarat Rain Alert : આવનારા પાંચ દિવસ ગુજરાત માટે ભારે, હવામાન વિભાગે આગામી રવિવારથી આપ્યું અતિભારે વરસાદનું એલર્ટ

શનિવારે કચ્છ, પાટણ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ

Gujarat Rain Alert : આવનારા પાંચ દિવસ ગુજરાત માટે ભારે, હવામાન વિભાગે આગામી રવિવારથી આપ્યું અતિભારે વરસાદનું એલર્ટ

WND Network.Ahmedabad : હવામાન વિભાગે આગામી 22થી 25 જૂન સુધી ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 19 થી વધુ જિલ્લામાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યુ છે. આગામી 22 તારીખથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર વધશે. હવામાન વિભાગે જે  જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં કચ્છ, પાટણ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાનો સમાવેશ થાય છે. ગુજરાતમાં 16 જૂનના રોજ ચોમાસાની વિધિવત્ રીતે શરૂઆત થયા બાદ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે.  

હવામાન વિભાગની માહિતી પ્રમાણે રાજ્યમાં બે દિવસ બાદ ફરીથી ત્રણ ચાર દિવસ સુધી ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે શનિવારે (21 જૂન) કચ્છ, પાટણ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

22 જૂને નવસારી, વલસાડ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, મહીસાગર, ખેડા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, આણંદ, તાપી, ડાંગ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની માહિતી અને હવામાનનાં વિવિધ મૉડલો અનુસાર ગુજરાતમાં 22 જૂનથી ફરીથી વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે. આ નવો રાઉન્ડ ત્રણથી ચાર દિવસ સુધી ચાલશે તેવી શક્યતા છે અને 26 જૂન સુધી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર એક અપર એર સર્ક્યુલેશન રચાયું છે જે સમુદ્રની સપાટીથી 1.5 કિમીની ઊંચાઈએ આવેલું છે. જેની અસરને કારણે હાલ રાજ્યમાં વરસાદ સતત ચાલુ રહેશે.ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી સાર્વત્રિક વરસાદની શક્યતા છે એટલે કે રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.