Kutch Kera SMC Raid : હજુ નથી સુધરતાં, SMC એ હળવદ-માળીયા હાઇવે પર દેવળિયા નજીક કચ્છના કેરા ખાતે આવતો દારૂનો જથ્થો ઝડપ્યો...
બટેકા-ખારેકની આડમાં ઇંગ્લિશ દારૂ અને બિયરનો 800થી હજાર પેટી શરાબનો જથ્થો ઝડપીને હળવદ પોલીસને હવાલે કર્યો

WND Network.Gandhidham (Kutch) :ગુજરાત પોલીસના DGના તાબા હેઠળ આવતા સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કચ્છ આવતા અંગ્રેજી શરાબના જથ્થાને હળવદ-માળીયા હાઇવે પર દેવળિયા નજીક ઝડપી લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કચ્છના કેરા ખાતે આવી રહેલા આ જથ્થામાં ઇંગ્લિશ દારૂ અને બિયરનો 800 થયો હજાર પેટનો માલ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, હળવદ-ધ્રાંગધ્રા-માળીયા હાઇવે પર દેવળિયા નજીક SMCની ટીમે બટેકા-ખારેકની આડમાં ટ્રકમાં ક્ચ્છ લઈ જવાતો ઇંગ્લિશ દારૂ અને બિયરના જથ્થાને ઝડપી લઇ પોલીસ સ્ટેશનને લાવીને હળવદ લાવી ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. રવિવારે અમદાવાદ- ભુજ કચ્છ હાઈવે પર ચોક્કસ બાતમી આધારે ગાંધીનગરની એસએમસીની ટીમે હળવદ નજીક દેવળિયા પાસે એક ટ્રકમાં આવી રહેલા જથ્થાને ઝડપી લીધો હતો. સૂત્રોનું માનીએ તો, આ માલ કચ્છના કેરા ખાતે આવી રહ્યો હતો.
દરોડાની કાર્યવાહી ચાલુ હોવાને પગલે કુલ કેટલો માલ કોણે કયાંથી મંગાવ્યો હતો તેની વિગતો હજુ મળી નથી. પરંતુ એ ચોક્કસ છે કે, DGના SMC દ્વારા કચ્છ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.