'વર્ષો સુધી સરકારને કરોડોનો ચૂનો લગાવ્યા પછી હવે સમાજ યાદ આવ્યો ?' કંડલા પોર્ટના સરકારી જમીન મીઠાના દબાણમાં કચ્છમાં રાજકારણ ગરમાયું
આહીર સમાજના જાગૃત યુવા યુવાનની પોસ્ટથી કચ્છ ભાજપના રાજકારણમાં આવેલો ભૂકંપ
wnd Network.Gandhidham (Kutch) : સમાજને નામે સરકારની અબજો કરોડો રૂપિયાની જમીન ઉપર વર્ષોથી દબાણ કર્યા બાદ સમાજને નામે પક્ષ અને સરકારને દબાણમાં લાવીને પોતાનુ ધાર્યું કરનારાના લોકો વિરુદ્ધ ખુદ તેમના જ સમાજના જાગૃત લોકો દ્વારા સોસીયલ મીડિયામાં અવાજ ઉઠાવતા ખળભળાટ મચી ગયો છે. કંડલા પોર્ટ પ્રસાશન દ્વારા તુણામાં દબાણ દૂર કરવાની ઘટના બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. જેમાં દબાણ કરનારા અસામાજિક તત્વો કેટલાક લોકોના ઈશારે સત્તા પક્ષના લોકોને ટાર્ગેટ કરીને પોતાનો રોટલો શેકી રહ્યા હોવાનું બહાર આવ્યું છે.
કંડલા પોર્ટના ઇતિહાસમાં પહેલી વાર જે રીતે સરકારી જમીન ઉપરથી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી તેને જોઈને વર્ષોથી પોર્ટની જમીન ઉપર દબાણ કરીને લાખો રૂપિયા રળતા લોકો ફફડી ઉઠયા હતા. સમગ્ર મામલામાં પોતાનું ક્યાંય પણ કનેક્શન નથી એવું સાબિત કરવાની લાહ્યમાં સત્તા પક્ષના જ લોકોને ટાર્ગેટ કરવાની હીન પ્રવૃત્તિથી ને ગાંધીનગરથી દિલ્હી સુધી સત્તા પક્ષ ભાજપ દ્વારા ખુબ જ ગંભીરતાથી લેવામાં આવી હોવાનું સૂત્રોએ દાવો કર્યો હતો.
કચ્છના અનેક મીઠા ઉત્પાદકોને નામે પોર્ટને દબાવવાની પ્રેસર ટેક્નિકને પણ હવે ભાજપની શીર્ષ નેતાગીરીએ ખુબ જ ગંભીરતાથી લીધી હોવાનું સૂત્રો જણાવ્યા હતું. પોતાના હીતને ધ્યાનમાં રાખીને સમગ્ર સમાજને જોડવાની હીન હરકતને માત્ર કચ્છ જ નહીં પરંતુ દિલ્હીમાં બેઠેલા ભાજપના મોવડી મંડળે પણ ગંભીરતાથી લીધી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
સૂત્રોનું માનીએ તો, આજની તારીખે અંદાજે પાંચ હજાર એકર ઉપર મીઠા માફિયા દ્વારા જે પાળા બનાવામાં આવ્યા હતા તેમને કાયદાની ભાષામાં કડક અમલવારી કરીને ખદેડી દેવામાં આવ્યા છે. કંડલા પોર્ટના ઇતિહાસમાં પહેલી વખત રાષ્ટ્રના હિતમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દેશના હિતમાં પોર્ટ પ્રસાશન કડક કાર્યવાહી કરી રહ્યું છે ત્યારે સમાજના નામે રાજકારણ રમીને કેટલાક લોકો દબાવવાની પ્રવૃત્તિ કરી રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાય રહ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે, સમાજના નામે પોર્ટ પ્રસાશનને દબાવવા નીકળેલા લોકો સામે સરકાર અને સત્તા પક્ષ કેવી કાર્યવાહી કરે છે.
પોર્ટ મક્કમ, આજે માત્ર એક દિવસમાં બસ્સો એકરની જમીનમાં મીઠાનું દબાણ હટાવ્યું : કંડલા પોર્ટ પ્રસાશનની મક્કમ કાર્યવાહી વચ્ચે આજે શુક્રવારે સવારે આઠ વાગ્યાથી શરુ કરવામાં આવેલી કડક કાર્યવાહી હેઠળ બસ્સો એકર જમીનમાં કરવામાં આવેલું મીઠા માફિયાનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. પોર્ટ પ્રસાશન અને મીઠા ઉત્પાદકોને નામે જે ખોટી ભ્રામક માહિતી ફેલાવવામાં આવી રહી છે તેને લઈને સત્તા પક્ષના લોકોને ટાર્ગેટ કરવાની હીન પ્રવૃત્તિનો આજની એક્શન પેક કાર્યવાહીથી પર્દાફાશ થયો હતો.
Web News Duniya