પુલવામામાં થયેલા ત્રાસવાદી હુમલા પછી વડાપ્રધાન મોદીએ મને ચૂપ રહેવા કહ્યું હતું : J&Kના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક
'ધ વાયર'ને આપેલા સ્ફોટક ઇન્ટરવ્યૂમાં મલિકે કલમ 370 અને સંઘના નેતા રામ માધવ અંગે પણ ગંભીર ખુલાસા કર્યા છે
WND Network.New Delhi : 'વર્ષ 2019ના ફેબ્રુઆરી મહિનામાં કાશ્મીરના પુલવામા ખાતે સૈનિકો પર થયેલો આતંકી હુમલો એ મોદી સરકારના કેન્દ્રીય ગૃહ મંત્રાલયની એક મોટી ભૂલ હતી. અને વડાપ્રધાન મોદીએ મને આ અંગે વધુ ન બોલવા અંગે સલાહ પણ આપી હતી'. ભાજપના સિનિયર નેતા અને જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ રહી ચૂકેલા સત્યપાલ મલિકના આ બોલવચનથી ખળભળાટ મચી ગયો છે. મલિકે આ વાત એક અંગ્રેજી ન્યૂઝ પોર્ટલ 'ધ વાયર'ને એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહી છે. સત્યપાલ મલિક તે વખતે કાશ્મીરમાં ગવર્નર હતા. બેબાક બોલવા માટે જાણીતા મલિક આટલેથી અટક્યા ન હતા. તેમણે વાત વાતમાં એવો દાવો પણ કર્યો હતો કે, નરેન્દ્ર મોદીને ભ્રષ્ટાચાર પ્રત્યે કોઈ ખાસ નફરત નથી. તેમણે આ વાત પોતે જયારે ગોવાના ગવર્નર હતા ત્યારે બનેલી એક ઘટનાને ટાંકીને કહી હતી. જાણીતા પત્રકાર કરણ થાપરને આપેલા આ ઇન્ટરવ્યૂમાં તેમણે કાશ્મીરમાંથી દૂર કરવામાં આવેલી કલમ 370 અને સંઘના નેતા રામ માધવ અંગે પણ સનસનીખેજ ખુલાસા પણ કર્યા છે. સત્યપાલ મલિકના ઇન્ટરવ્યૂ પછી કોંગ્રેસે પણ નરેન્દ્ર મોદીને ઘેરીને કહ્યું હતું કે, તેમને (નરેન્દ્ર મોદીને) રાષ્ટ્રહાનિથી જેટલી બીક નથી લગતી એટલી માનહાનીથી લાગે છે. આ વાત કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ એક ટ્વીટમાં કહી હતી.
બે દિવસથી આ મામલે ભલે મેઈન સ્ટ્રીમ મીડિયામાં કશું નથી આવી રહ્યું પરંતુ સ્વતંત્ર પત્રકારત્વ કરી રહેલા મીડિયામાં આ મુદ્દો જોરશોરથી ચાલી રહ્યો છે. અંગ્રેજી ન્યૂઝ પોર્ટલ 'ધ વાયર'ને એક ઇન્ટરવ્યૂ દરમિયાન પત્રકાર કરણ થાપર સાથે વાતચીત કરતા કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે જણાવ્યું હતું કે, કાશ્મીરમાં પુલવામા ખાતે જયારે એક આતંકી હુમલામાં આપણા 40 જવાનો શહીદ થયા હતા ત્યારે વડાપ્રધાન મોદીએ તેમને ચૂપ રહેવા માટે કહ્યું હતું. આતંકી હુમલો મોદી સરકારના કેન્દ્રીય ગૃહ મંત્રાલયની એક મોટી ચૂક હતી. જવાનોને મુવમેન્ટ કરવા માટે જો કેન્દ્ર સરકાર દ્વારા વિમાન આપવામાં આવ્યું હોત તો કદાચ આ દુર્ઘટનાને ટાળી શકાય તેમ હતી. વિમાન આપવાને મામલે ગૃહ મંત્રાલયે ઇનકાર કર્યો હતો. માત્ર એટલું જ નહીં પરંતુ તે પછી CRPFએ જવાનોને જે રૂટ પરથી મોકલવામાં આવ્યા હતા તેની યોગ્ય તપાસ પણ થઇ ન હતી.આટલું જ નહીં સત્યપાલ મલિકનો દાવો છે કે, PM નરેન્દ્ર મોદીને કાશ્મીર વિશે કંઈ ખબર નથી. તેમણે કહ્યું કે વડાપ્રધાન કાશ્મીરને લઈને ગફલતમાં છે અને તેમને કાશ્મીર વિશે કોઈ જાણકારી જ નથી.
મલિકે ઇન્ટરવ્યૂ દરમિયાન એમ પણ કહ્યું કે, હું સ્પષ્ટપણે કહી શકું છું કે વડાપ્રધાન મોદીને ભ્રષ્ટાચાર દૂર થાય તેમાં કોઈ ખાસ રસ નથી. તેનો મોટો પુરાવો એ છે કે, હું (મલિક)જયારે ગોવાનો રાજ્યપાલ હતો ત્યારે મેં ફરિયાદ કરી હતી. ગોવામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ત્રણ દિવસ પછી તેમણે પોતે જ મને ફોન કરીને કહ્યું કે, સત્યપાલભાઈ, તમારી માહિતી ખોટી છે. એટલે મેં પૂછ્યું કે, તમને કોની પાસેથી ખબર પડી, તો તેણે કહ્યું કે ફલાણા માણસ પાસેથી ખબર પડી. મેં કહ્યું કે આ માણસ પોતે મુખ્યપ્રધાનના ઘરે બેસીને પૈસા લે છે. તેના એક અઠવાડિયા પછી મારી બદલી થઈ, તો હું કેવી રીતે માની શકું કે તેમને ભ્રષ્ટાચારથી નફરત છે.
સત્યપાલ મલિક 2019ના પુલવામા આતંકી હુમલા અને તે જ વર્ષે ઓગસ્ટમાં કલમ 370 નાબૂદ કરવા દરમિયાન જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ હતા. તેઓ બિહાર, જમ્મુ-કાશ્મીર, ગોવા અને મેઘાલયના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે.
રાષ્ટ્રપતિને કોણ મળવાનું છે એની યાદી PMOમાં નક્કી થાય છે :- પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે ઇન્ટરવ્યૂ દરમિયાન એવો પણ દાવો કર્યો કે, ભારતના રાષ્ટ્રપતિને કોણ મળવાનું છે એની યાદી વડાપ્રધાન કાર્યાલયમાંથી નક્કી થાય છે. તેમણે કહ્યું કે એક વાર મારી રાષ્ટ્રપતિ (દ્રૌપદી મુર્મુ) સાથે એપોઇન્ટમેન્ટ હતી. ત્યારે હું ગવર્નર હતો. હું તેમને મળવા જઈ રહ્યો હતો ત્યાં રસ્તામાં મને ફોન આવ્યો કે કે તમારી અપોઈન્ટમેન્ટ કેન્સલ થઈ ગઈ છે. મને ખબર પડી કે રાષ્ટ્રપતિ સાથે કોણ મળશે તે પણ PMOમાંથી નક્કી કરવામાં આવે છે.
સંઘના નેતા રામ માધવે 300 કરોડની ઓફર કરેલી :- બીબીસી હિન્દી વેબસાઈટમાં ન્યૂઝ પોર્ટલ 'વાયર'ને આધારે કરવામાં આવેલા અહેવાલમાં સંઘના નેતા રામ માધવ અંગે પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે, જે આ પ્રમાણે છે. 'सत्यपाल मलिक ने बीजेपी नेता राम माधव पर लगाया पुराना आरोप फिर दोहराया है. उन्होंने कहा कि राम माधव एक दिन सुबह सात बजे आए और कहा कि एक पनबिजली परियोजना और रिलायंस की एक बीमा योजना को मंज़ूरी देने के बदले उन्हें 300 करोड़ रुपए मिल सकते हैं. मलिक ने दावा किया है कि उन्होंने वो पेशकश ख़ारिज करते हुए कहा कि वे ग़लत काम नहीं करेंगे.'
બીબીસી હિન્દીમાં આ મામલે આવેલો રિપોર્ટ પણ સ્ફોટક છે. જેના કેટલાક અંશ આ મુજબ છે.
पुलवामा हमले को सत्यपाल मलिक ने बताया मोदी सरकार की लापरवाही का नतीजा, सोशल मीडिया पर हंगामा
जम्मू और कश्मीर के पूर्व राज्यपाल सत्यपाल मलिक ने जाने-माने पत्रकार करण थापर को दिए एक इंटरव्यू में 2019 के पुलवामा हमले के लिए केंद्र सरकार को ज़िम्मेदार बताते हुए कई सनसनीखेज़ दावे किए हैं. उन्होंने आरोप लगाया है कि 2019 में कश्मीर के पुलवामा में सीआरपीएफ के काफ़िले पर हुआ हमला सिस्टम की 'अक्षमता' और 'लापरवाही' का नतीजा था. उन्होंने इसके लिए सीआरपीएफ और केंद्रीय गृह मंत्रालय को ख़ासतौर पर से ज़िम्मेदार बताया. उस समय राजनाथ सिंह गृह मंत्री थे. मलिक ने कहा कि सीआरपीएफ ने सरकार से अपने जवानों को ले जाने के लिए विमान उपलब्ध कराने की मांग की थी, लेकिन गृह मंत्रालय ने ऐसा करने से इनकार कर दिया. उन्होंने सीआरपीएफ का काफ़िला जाते वक़्त रास्ते की उचित तरीक़े से सुरक्षा जांच न कराने का भी आरोप सरकार पर लगाया है.
सत्यपाल मलिक ने दावा किया कि पीएम मोदी ने इस हमले के बाद जिम कार्बेट पार्क से जब उन्हें कॉल किया, तो इन मसलों को उनके समक्ष उठाया. उनके अनुसार, इस पर पीएम मोदी ने उन्हें चुप रहने और किसी से कुछ न बोलने को कहा. मलिक ने बताया कि यही बात एनएसए अजीत डोभाल ने भी उनसे कही. इस इंटरव्यू में मलिक ने बताया कि तभी उन्हें अनुभव हो गया कि सरकार का इरादा इस हमले का ठीकरा पाकिस्तान पर फोड़कर चुनावी लाभ लेना है. मलिक ने इस हमले के लिए ख़ुफ़िया एजेंसियों की विफलता को भी ज़िम्मेदार क़रार दिया है. उन्होंने दावा किया है कि पाकिस्तान से 300 किलोग्राम आरडीएक्स लेकर आया कोई ट्रक 10 से 15 दिनों तक जम्मू और कश्मीर में घूमता रहा, लेकिन इंटेलिजेंस को इसकी भनक तक न लगी.