દેશમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે, કેદ્રીય આરોગ્ય મંત્રીએ શુક્રવારે બોલાવી સમીક્ષા બેઠક...

નિષ્ણાતોના મત પ્રમાણે BA.2 અને BA.2.38 કોવિડ કેસના હાલના વધારા પાછળ Omicron અને તેના વેરિયંટ જવાબદાર...

દેશમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે, કેદ્રીય આરોગ્ય મંત્રીએ શુક્રવારે બોલાવી સમીક્ષા બેઠક...

WND Network.Delhi : કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા શુક્રવારે દેશમાં વધી રહેલા કોવિડ-19ના કેસ અંગે નિષ્ણાતોની કોર ટીમ સાથે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બોલાવી છે. દેશમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી કોરોના વાયરસના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે. 10 રાજ્યો મહારાષ્ટ્ર, કેરળ, દિલ્હી, કર્ણાટક, તમિલનાડુ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં 1,000 થી વધુ સક્રિય કેસ છે. જેને લઈને કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે. 

ઓમિક્રોન અને તેના પ્રકારો જવાબદાર છે :- ભારતીય SARS-CoV-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) ના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, Omicron અને તેના વેરિયંટ મુખ્યત્વે BA.2 (BA.2) અને BA.2.38 (BA.2.38) COVID કેસોમાં વર્તમાન વધારા પાછળ છે. 85 ટકા કેસોમાં BA.2 અને સંબંધિત વાયરસ મળી આવ્યા છે, BA.2.38 33 ટકા સેમ્પલમાં મળી આવ્યા છે.

સૂત્રએ જણાવ્યું હતું કે, 10 ટકાથી ઓછા સેમ્પલમાં BA.4 અને BA.5 મળી આવ્યા છે. છેલ્લી સમીક્ષા બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે,અત્યાર સુધી દેશમાં કોરોના કેસ અંગે ચિંતાનો વિષય નથી. ભારતમાં હવે BA ઉપરાંત BA.4 અને BA.5 જોવા મળ્યા છે, જે અન્ય ઓમિક્રોન સબલાઈન કરતાં થોડી વધારે ચેપી હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

સૂત્રોએ જણાવ્યું હતું  કે, કેરળના 11, મિઝોરમમાં છ અને મહારાષ્ટ્રના પાંચ સહિત ભારતના 43 જિલ્લાઓમાં સાપ્તાહિક કોવિડ ચેપનો દર 10 ટકાથી વધુ છે. 42 જિલ્લા, જેમાં રાજસ્થાનના આઠ, દિલ્હીમાં પાંચ અને તમિલનાડુના ચારનો સમાવેશ થાય છે તેમાં સાપ્તાહિક ચેપ દર 5 થી 10 ટકાની વચ્ચે છે.