BJP Electoral Bonds : શરાબ બનાવતી કંપનીઓએ ભાજપને કેન્દ્રીય એજન્સીના દરોડા બાદ સૌથી વધુ ચૂંટણી ભંડોળ આપ્યું, અમદાવાદની 3 અને કચ્છની કંપનીએ BJPનું ફંડ લાખોમાથી કરોડોનું કર્યું

માત્ર કેન્દ્રીય એજન્સીઓના દરોડા જ નહીં પરંતુ સરકારી નિયમોમાં ધ્યાનમાં લીધા વિના ગેરવાજબી લાભ મેળવનારા ઉદ્યોગ સમૂહોએ પણ ભાજપને દિલ ખોલીને 'દાન' આપ્યું

BJP Electoral Bonds : શરાબ બનાવતી કંપનીઓએ ભાજપને કેન્દ્રીય એજન્સીના દરોડા બાદ સૌથી વધુ ચૂંટણી ભંડોળ આપ્યું, અમદાવાદની 3 અને કચ્છની કંપનીએ BJPનું ફંડ લાખોમાથી કરોડોનું કર્યું

Photo Credit : News Laundry / Manjul 

WND Network.New Delhi : ભાજપ દ્વારા દેશની મોટી કંપનીઓને કેન્દ્રીય એજન્સીઓનો ડર બતાવીને કરોડો રૂપિયાનું ફંડ મેળવવાવામાં આવી રહ્યો હોવાનો મામલો વિપક્ષે ઝડપી લીધો છે. મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે આ અંગે ચૂંટણી પંચનું ધ્યાન દોરીને સોશિયલ મીડિયામાં પણ આ અંગે ચર્ચાઓ શરુ કરી દીધી છે. ખાસ કરીને 'ન્યૂઝલોન્ડ્રી' નામની વેબસાઈટ દ્વારા એક ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટ થકી કરવામાં આવેલો દાવો કે, જે 30 કંપનીએ ભાજપને 335 કરોડનું ચૂંટણી ફંડ આપ્યું તેમની ઉપર કેન્દ્રીય એજન્સીઓના દરોડા પડયા હતા, તે પછી સૌની નજર 'એ' ત્રીસ કંપની કઈ છે તેની ઉપર ગઈ છે. જે ત્રીસ કંપની અંગે વેબસાઈટ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે તેમાં સૌથી વધુ શરાબ બનાવતી કંપનીઓ છે. જેમની ઉપર રેડની કાર્યવાહી બાદ અચાનક ભાજપને તેમના તરફથી દાનનો પ્રવાહ કરોડો રૂપિયામાં ફેરવાઈ જાય છે.

આ સિવાય લીસ્ટમાં અમવાદની ત્રણ, કચ્છની એક સહીત કુલ ત્રીસ કંપનીનો ચૂંટણી ફંડ અંગેનો અભ્યાસ કરવામાં આવ્યો છે. માત્ર કેન્દ્રીય એજન્સીઓના દરોડા જ નહીં પરંતુ સરકારી નિયમોમાં ધ્યાનમાં લીધા વિના ગેરવાજબી લાભ મેળવનારા ઉદ્યોગ સમૂહોએ પણ ભાજપને દિલ ખોલીને 'દાન' આપ્યું હોવાનો દાવો પણ આ ખોજી રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. કઈ કંપનીએ કયારે અને કઈ સ્થિતિ બાદ ભાજપનું ચૂંટણી ભંડોળ શરુ કર્યું અથવા તો વધારી દીધું તે નીચે મુજબ છે.

  • સોમ ડિસ્ટિલરીઝ : મધ્યપ્રદેશમાં આવેલી આ કંપની શરાબનું ઉત્પાદન કરે છે. કેન્દ્રની એજન્સીના દરોડા પછી ભાજપને સૌથી વધુ અને ઝડપી ચૂંટણી ભંડોળ આપતી આ કંપની છે. જે.કે. અરોરા અને એ.કે. અરોરા નામના આ બંને ભાઈની કંપનીએ વર્ષ 2018-19માં ભાજપને 4.25 કરોડનું દાન આપ્યું હતું. અને ત્યાર પછીના વર્ષમાં તેઓ ભાજપને ભંડોળ આપતા નથી. જુલાઈ-2020માં GST ઇન્ટેલિજન્સના અધિકારીઓ તેમને આઠ કરોડની ટેક્સ ચોરીના આરોપમાં પકડી લે છે. આ બંનેની બે વખત જામીન અરજી ના મંજુર કરવામાં આવે છે. ત્યારબાદ તેમને જબલપુર હાઈકોર્ટમાંથી જામીન મળે છે. ચૂંટણી ફંડનો ખેલ હવે શરુ થાય છે. કોર્ટમાંથી જામીન મળ્યાનાં માત્ર દસ જ દિવસ પછી સોમ ડિસ્ટિલરીઝ દ્વારા ભાજપને એક કરોડનું દાન કરે છે. માત્ર એટલું જ નહીં પરંતુ આ જ નાણાકીય વર્ષમાં ઓક્ટોબર અને ડિસેમ્બર મહિનામાં ફરીથી બે ભાગમાં એક કરોડ રૂપિયા ભાજપના ચૂંટણી ફંડમાં જમા કરાવે છે. વર્ષ 2021-22માં આ કંપની મે મહિનામાં BJPને વધુ બે કરોડ રૂપિયાનો ફાળો આપે છે. છતાં માત્ર પાંચ મહિના પછી કંપની ઉપર કિંમત નક્કી કરવામાં ગરબડ કરી હોવાના આરોપસર ભારતીય પ્રતિસ્પર્ધા આયોગની રેડ પડે છે. અને ત્યારબાદ ફરી એક વખત આ કંપની જૂન-2022માં ભાજપને એક કરોડ રૂપિયા આપે છે. તેમ છતાં નવેમ્બર-2023માં મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે આ કંપની ઉપર કાર્યવાહી થાય છે. અને આ વખતે ઈન્ક્મટેક્સ  ડિપાટર્મેન્ટની એન્ટ્રી થાય છે. જેનો કેસ હજુ ચાલે છે. 

  • SNJ ડિસ્ટિલરીઝ : તામિલનાડુમાં આવેલી આ કંપની પણ દારૂ બનાવીને વેચવાનું કામ કરે છે. જેના માલિકનું નામ એસ.એન.જયમુરુગન છે. તેઓ તામિલનાડુના રાજકીય પક્ષ DMKના દિવંગત નેતા એમ.કરુણાનિધિના એક સામે ખાસ વ્યક્તિ હતા. ઓગસ્ટ-2019માં આ કંપની ઉપર ટેક્સ અધિકારીઓ દ્વારા રેડ કરવામાં આવે છે. અને ચાર મહિના પછી આ કંપની પણ ભંડોળ આપવાની 'લાઈન'માં આવી જાય છે. કંપની દ્વારા માત્ર ચાર મહિના બાદ  દરોડા પછીના ભાજપને 1.05 કરોડ રૂપિયાનું ભંડોળ આપે છે. માર્ચ-2021માં SNJ ડિસ્ટિલરીઝ ફરી એક વખત BJPને 6 કરોડ આપે છે. અને એપ્રિલ-2021માં જયારે તામિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે બરાબર તેના પહેલા તેમની ઉપર દરોડો પડે છે. અને તો પણ વર્ષ 2022-23માં આ જ કંપનીના પ્રુડેન્ટ ઈલેકટોરલ ટ્રસ્ટને પાંચ કરોડનું દાન આપે છે. 

  • KALS ડિસ્ટિલરીઝ : તામિલનાડુમાં શરાબ બનાવતી સૌથી મોટી કંપનીમાં KALS ડિસ્ટિલરીઝની ગણના થાય છે. આ કંપની તામિલનાડુ સરકારને સસ્તા ભાવે દારૂનો જથ્થો પણ પૂરો પાડે છે. એના માલિકનું નામ એસ.વાસુદેવન છે. KALS ડિસ્ટિલરીઝ ઉપર પણ અન્ય કંપનીની જેમ ઓગસ્ટ-2019માં આવકવેરા વિભાગનો દરોડો પડે છે. અને 300 કરોડની ટેક્સ ચોરીનો આરોપ લાગે છે. ઈન્ક્મટેક્સ ડિપાર્ટમેન્ટની કાર્યવાહીના તરત જ પછીના વર્ષે આ કંપની ભાજપને પાંચ કરોડ રૂપિયા ચૂંટણી ફંડમાં આપે છે. 

  • IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ લિમિટેડ : મુંબઈની આ કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની મોટી કંપની છે. જેના માલિક વીરેન્દ્ર મહેષકર છે. કંપની દ્વારા છેલ્લા એક દાયકા દરમિયાન ભાજપને સતત ભંડોળ આપવામાં આવેલું છે. વર્ષ 2013-14માં 2.3 કરોડની શરૂઆતથી લઈને કંપનીએ 2014-15માં 14 કરોડ આપ્યા હતા. એક RTI કાર્યકરતા દ્વારા કંપની વિરુદ્ધ ફ્રોડ અને જમીન પડાવી લેવાના મામલામાં CBIની એન્ટ્રી થાય છે. અને આ સમયગાળા દરમિયાન ભાજપને મળતી દાનની રકમમાં મોટો ઉછાળો જોવા મળે છે. વર્ષ 2014થી 2023 દરમિયાન IRBની બે અન્ય કંપની મોર્ડન રોડ મેકર્સ અને આઇડિયલ રોડ બિલ્ડર દ્વારા ભાજપને 84 કરોડનું ભંડોળ મળેલું છે. ગયા વર્ષે CAGના એક રિપોર્ટમાં આ કંપની સામે હાપુડ-મુરાદાબાદ નેશનલ હાઈવેનો કોન્ટ્રાક્ટમાં 68 ટકા ઓછા પ્રિમિયમથી મળ્યો હતો. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)એ તેને આ કોન્ટ્રાક્ટ આપ્યો હતો. ગુજરાતમાં પણ રોડ તૈયાર કરવાના કોન્ટ્રાકટ આ કંપનીને મળેલા છે. 

  • USV પ્રાયવેટ લિમિટેડ : ફાર્મા અને બાયોટેક્નોલોજીના વ્યસાય સાથે સંકળાયેલી આ કામની મુંબઈની છે. USV કંપની સામે વર્ષ 2017માં આયકર વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી. પોતાની દવાઓ લખી આપવા બદલ તબીબોને કમિશન આપવાનો આરોપ પણ આ કંપની સામે લાગેલો છે. દરોડાના એક મહિનામાં જ કંપની BJPને નવ કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ આપે છે.  

  • ક્રિસ્ટી ફ્રિડગ્રામ : તામિલોનાડુમાં આવેલી આ ફૂડ પ્રોસેસિંગ કરતી કંપની મધ્યાન ભોજન માટેની સામગ્રી સપ્લાય કરે છે. તેની ઉપર 1300 કરોડની જાહેર ન કરેલી આવકનો કેસ કરવામાં આવે છે. આ ઉપરાંત તેની સામે નેતાઓ અને અધિકારીઓને 2400 કરોડની લાંચનો આરોપ પણ લાગે છે. અને પછી ત્રણ નાણાકીય વર્ષમાં આ કંપની ભાજપને ત્રણ ભાગમાં 5.87 કરોડનું ભાજપને દાન આપે છે. આ પ્રકારે અન્ય કંપનીઓ જેમાં હૈદરાબાદની યશોદા હોસ્પિટલ્સ અને હેટરો ફાર્મા કંપની, ભારતની સૌથી મોટી લોટરીની કંપની ફયુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસીઝ પ્રાયવેટ લિમિટેડ, ચેન્નાઇની લલીથા જવેલરી, હૈદરાબાદની અરબિંદો રિયાલ્ટી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાયવેટ લિમિટેડ, નમકીન માટેની જાણીતી કંપની હલ્દીરામ સ્નેક્સ પ્રાયવેટ લિમિટેડ, રાજસ્થાનમાં આવેલી SPML ૐ મેટલ, આસામની કોલસાના ક્ષેત્રની મહાલક્ષ્મી ગ્રુપ ઓફ કંપનીઝ, ઉદયપુરની પેસિફિક એક્સપોર્ટ, પૂર્વોત્તરના રાજ્યોમાં આવેલી મેઘાલય સિમેન્ટ્સ લિમિટેડ, હૈદરાબાદની આઈલેબ્સ ટેક્નોલોજીસ, બેંગ્લોરની માઈક્રોલેબ્સ, તામિલનાડુની સિમેન્ટ કંપની રામકો ગ્રુપ, આંધ્ર પ્રદેશની KPC પ્રોજેક્ટ્સ લિમિટેડ, બેંગ્લોરની બ્રિગેડ એન્ટરપ્રાઈઝ લિમિટેડ, હૈદ્રાબાદની BGR માઇનિંગ ઇન્ફ્રા, તામિલનાડુની ચેન્નાઈ વુડ્સ પ્રાઇવેટ લીમટેડ અને ચેન્નાઈની  MGM ગ્રુપ ઓફ કંપનીઝ ઉપર કેન્દ્રની ઈન્ક્મટેક્સ, GST, CBI અને ED વગેરી જેવી એજન્સીઓના દરોડા પછી ભાજપને કરોડો રૂપિયાનું ભંડોળ મળ્યું હોવાનો દાવો છે.  

આ પ્રકારે અન્ય કંપનીઓ જેમાં હૈદરાબાદની યશોદા હોસ્પિટલ્સ અને હેટરો ફાર્મા કંપની, ભારતની સૌથી મોટી લોટરીની કંપની ફયુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસીઝ પ્રાયવેટ લિમિટેડ, ચેન્નાઇની લલીથા જવેલરી, હૈદરાબાદની અરબિંદો રિયાલ્ટી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાયવેટ લિમિટેડ, નમકીન માટેની જાણીતી કંપની હલ્દીરામ સ્નેક્સ પ્રાયવેટ લિમિટેડ, રાજસ્થાનમાં આવેલી SPML ૐ મેટલ, આસામની કોલસાના ક્ષેત્રની મહાલક્ષ્મી ગ્રુપ ઓફ કંપનીઝ, ઉદયપુરની પેસિફિક એક્સપોર્ટ, પૂર્વોત્તરના રાજ્યોમાં આવેલી મેઘાલય સિમેન્ટ્સ લિમિટેડ, હૈદરાબાદની આઈલેબ્સ ટેક્નોલોજીસ, બેંગ્લોરની માઈક્રોલેબ્સ, તામિલનાડુની સિમેન્ટ કંપની રામકો ગ્રુપ, આંધ્ર પ્રદેશની KPC પ્રોજેક્ટ્સ લિમિટેડ, બેંગ્લોરની બ્રિગેડ એન્ટરપ્રાઈઝ લિમિટેડ, હૈદ્રાબાદની BGR માઇનિંગ ઇન્ફ્રા, તામિલનાડુની ચેન્નાઈ વુડ્સ પ્રાઇવેટ લીમટેડ અને ચેન્નાઈની  MGM ગ્રુપ ઓફ કંપનીઝ ઉપર કેન્દ્રની ઈન્ક્મટેક્સ, GST, CBI અને ED વગેરી જેવી એજન્સીઓના દરોડા પછી ભાજપને કરોડો રૂપિયાનું ભંડોળ મળ્યું હોવાનો દાવો છે.   

એગ્રોકેમિકલ બનાવતી કચ્છની એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝનું નામ પણ ઉછળ્યું : વર્ષ 2014ના CAGના રિપોર્ટમાં કચ્છની 18,000 એકર જમીન ફાળવણીમાં સરકારી નિયમની અનદેખી કરીને લેન્ડ એલોટ કરવાનો આરોપ લાગ્યો હતો. આ રિપોર્ટમાં કંપની સામે જમીન ફાળવણી સમયે અન્ય આવેદકો સાથે મળી જઈને સ્પર્ધાત્મક બીડ કર્યા વગર સરકારના વર્ષ 2006ના નિયમ વિરુદ્ધ જમીન આપવાનો આરોપ લાગ્યો હતો. આ કંપનીના માલિક દીપેશ શ્રોફ છે. કચ્છ ઉપરાંત કંપનીની મુંબઈ અને ગુડગાંવમાં કોર્પોરેટ ઓફિસ આવેલી છે. વર્ષ 2019થી નિયમિત રીતે એગ્રોસેલ કંપની ભાજપને દાન આપે છે. કંપનીએ ભાજપને વર્ષ 2019-20માં 95 લાખ આપ્યા હતા. અને 2020-21માં પાંચ લાખ તેમજ 2022-23માં 1.72 કરોડનું ચૂંટણી ફંડ BJPને આપ્યું છે.

અમદાવાદના ચિરિપાલ ગ્રુપ, એસ્ટ્રલ કંપની અને સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝએ પણ દરોડા પછી ભાજપને દાન કર્યું : એક કરોડથી વધુનું ભાજપને ચૂંટણી ભંડોળ આપતી ત્રીસ કંપનીમાં ગુજરાતના અમદાવાદની ત્રણ કંપનીનું નામ પણ આવ્યું છે. જેમાં ચિરિપાલ ગ્રુપ, એસ્ટ્રલ કંપની અને સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે. 

માત્ર ભારત જ નહીં પરંતુ એશિયામાં સૌથી વધુ ડેનિમ ઉત્પાદન કરતા ચિરિપાલ ગ્રુપ દ્વારા વર્ષ 2019-20માં ભાજપને 2.25 કરોડ આપવામાં આવ્યા હતા. ત્યાર પછીના બે વર્ષમાં કંપની એક રૂપિયો ભાજપને આપતી નથી. અને જુલાઈ-2022માં કંપની ઉપર ઈન્ક્મટેક્સ ડિપાર્ટમેન્ટની રેડ થાય છે, જેમાં 10 કરોડ રૂપિયાની રોકડ મળી હોવાનો દાવો થયો હતો. આઇટીની કાર્યવાહી પછી ચિરિપાલ ઇન્ડસ્ટ્રીઝ ભાજપને નાણાકીય વર્ષ 2022-23માં 2.61 કરોડનું ભંડોળ આપે છે. 

કપડાના કારોબારમાં રહેલી સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપની ઉપર તો EDની રેડ પડે છે. ડિસેમ્બર,2017માં ED દ્વારા અમિત પટેલ અને રાહુલ પટેલની માલિકીની આ પેઢી ઉપર કાર્યવાહી કરીને 48 કરોડની સંપત્તિ જપ્ત કરે છે. અને તેમ છતાં કંપનીને ભાજપ ઉપર પ્રેમ ઉભરી આવે છે અને વર્ષ 2019-20માં BJPને એક કરોડ રૂપિયાનું દાન આપે છે. 

પાઇપ બનાવનારી અમદાવાદની એસ્ટ્રલ કંપની ઉપર પણ 24મી નવેમ્બર,2021માં દરોડા પડે છે અને બે મહિના પછી કંપની ભાજપને એક કરોડ રૂપિયાનું ફંડ આપે છે.