બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઈકનાં માસ્ટર માઈન્ડ RAW ચીફ ગોયલને ફરી એક્સટેન્શન, IBના વડા તરીકે તપન ડેકા

RAW ભારત બહાર કામ કરતી ગુપ્તચર એજન્સી, જ્યારે IB ઇન્ટરનલ ઇન્ટેલિજન્સ એજન્સી છે...

બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઈકનાં માસ્ટર માઈન્ડ RAW ચીફ ગોયલને ફરી એક્સટેન્શન, IBના વડા તરીકે તપન ડેકા

WND Network.New Delhi : કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ટેલિજન્સ એજન્સી 'રૉ'નાં  (રિસર્ચ એન્ડ એનાલિસીસી વિંગ-RAW) ચીફનો કાર્યકાળ એક વર્ષ માટે વધારી દેવામાં આવ્યો છે. 'રૉ'ના ચીફ IPS સામંત કુમાર ગોયલને ગયા વર્ષે પણ એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. RAW વડાપ્રધાન કાર્યાલય હેઠળ કામગીરી કરતી ઇન્ટેલિજન્સ એજન્સી છે. 'રૉ'ની સાથે સાથે સરકારે દેશમાં ઇન્ટરનલ સિક્યોરિટી અંગે કેન્દ્રના ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતા કરતા ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના નવા વડા તરીકે IPS તપન કુમાર ડેકાની નિમણુંક કરી છે. જે આગામી મહિનાની પહેલી તારીખે ચાર્જ સંભાળશે.

RAW અને IB : RAWએ ભારત બહાર ઇન્ટેલિજન્સ એજન્સી તરીકે કામ કરે છે. જે વિદેશના જોખમો પર નજર રાખે છે જ્યારે IB એ નેશનલ ઇન્ટરનલ સિક્યોરિટી એજન્સી છે. જે દેશની આંતરિક સુરક્ષાને જાળવી રાખવા ઉપર નજર રાખે છે. કાઉન્ટર ઇન્ટેલિજન્સ, આતંકવાદ વિરોધી ગતિવિધિઓ, VIP સુરક્ષા, અને સરહદી વિસ્તારોમાં ગુપ્ત માહિતી એકત્ર કરવી IBની પ્રાથમિક જવાબદારી છે. RAW પાડોશી દેશો ઉપરાંત દુનિયાના અન્ય દેશોની ગતિવિધિઓ વિશે ગુપ્ત માહિતી એકત્રિત કરે છે.

કોણ છે સામંત કુમાર ગોયલ? :- સામંત કુમાર ગોયલ 1984ના પંજાબ કેડર વર્ગના IPS અધિકારી છે. અને તેઓ 30 જૂન, 2023 સુધી એજન્સી રૉ નાં સેક્રેટરી તરીકેનું પદ સંભાળશે. 'રૉ'નાં ચીફ તરીકે ગોયલે પુલવામામાં થયેલા આતંકી હુમલા અને ઉરી હુમલા પછી સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનના બાલાકોટમાં ભારતના હવાઈ હુમલામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

જૂન 2019માંસામંત કુમાર ગોયલે અનિલ ધસ્માના પછી  RAWના તરીકેનો કારભાર સાંભળ્યો હતો. 

કોણ છે તપન કુમાર ડેકા? :- IPS તપન ડેકા છેલ્લા 20 વર્ષોથી IBના ઓપરેશન વિભાગના વડા તરીકે આતંકવાદીઓ અને ધાર્મિક ઉગ્રવાદ પર નજર રાખી રહ્યા છે. ડેકા 1988ની બેચના હિમાચલ પ્રદેશ કેડરના IPS અધિકારી છે. IPS ડેકા  ઉત્તર-પૂર્વ બાબતોમાં નિષ્ણાત છે. તેમને 2019 ના CAA વિરોધી રમખાણોના પગલે ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા આસામની કામગીરી સોંપવામાં આવી હતી. તેઓ હાલના ડિરેક્ટર અરવિંદકુમાર પાસેથી ચાર્જ સંભાળશે.