NSA Ajit Doval : ભારતમાં ISI દ્વારા મુસ્લિમો કરતાં હિન્દુઓની વધુ ભરતીની વાત કહેતો NSA અજિત ડોભાલનો વિડીયો સાચો, ડીપ ફેકની વાત ખોટી , VDO જુઓ
દિલ્હી લાલ કિલ્લા બ્લાસ્ટ બાદ NSA અજિત ડોભાલનો વીડિયો વાયરલ થયો હતો, જેને ખુદ ડોભાલે અને એક ન્યૂઝ ચેનલે ખોટો - ડીપ ફેક ગણાવ્યો હતો પણ Alt ન્યૂઝના મોહમ્મદ ઝુબેરે ચેક કરીને કહ્યું કે, ડોભાલ આવું બોલ્યા હતા !
WND Network.New Delhi : નવી દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા આતંકી હુમલા - બ્લાસ્ટ પછી ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને જેમને વડા પ્રધાન નરેન્દ્રના એકદમ ખાસ - નજીકના માનવામાં આવે છે તે NSA અજિત ડોવાલના એક જુના વીડિયોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ વીડિયોમાં અજિત ડોવાલને એવું કહેતા જોઈ શકાય છે કે, ભારતમાં પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સી ISI દ્વારા મુસ્લિમો કરતાં હિન્દુઓની વધુ ભરતી કરવામાં આવે છે. આ વિડીયો વાયરલ થયા પછી NSA ડોવાલ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, તે વિડીયો ખોટો, ડીપ ફેકની મદદથી તૈયાર કરવામાં આવેલો છે. પરંતુ ફેક્ટ ચેક કરવામાં જેમનું મોટું નામ છે તેવા Alt ન્યૂઝ ચેનલના મોહમ્મદ ઝુબેરે ચેક કરીને સાબિત કર્યો છે કે, ડોવાલનો આ વિડીયો સાચો છે, ડીપ ફેક વાળી વાત ખોટી છે.
દિલ્હી બ્લાસ્ટ પછી વાયરલ થયેલા વીડિયોમાં NSA અજિત ડોવાલ એવું કહેતા જોવા મળે છે કે, ભારતમાં પાકિસ્તાની ખુફિયા એજન્સી ISIની કામગીરી માટે મુસ્લિમો કરતાં વધુ હિન્દુઓની ભરતી કરવામાં આવી છે. દિલ્હીના લાલ કિલ્લા બ્લાસ્ટના આતંકી હુમલા બાદ ભારતમાં મુસલમાન સમુદાયને સોસીયલ મીડિયામાં ટાર્ગેટ કરવામાં આવતા તેના બચાવમાં ડોવાલના એક જુના ભાષણના વિડીયોમાંથી 35 સેકન્ડની આ ક્લિપ ખાસ્સી એવી વાયરલ થઇ છે. જો કે આ વીડિયો વાયરલ થયા પછી તરત જ, NSA ડોભાલે દાવો કર્યો કે તે ખોટો - ડીપફેક છે.
(NSA અજિત ડોવાલનો એ કથિત વિડીયો જોવા માટે લિંક ઉપર ક્લીક કરો, https://x.com/Jayesharo/status/1991095323809443994?t=mD2FHkP-CibSbAVGHD5ETQ&s=19 )
ફૅક્ટ - ચેક : ડોભાલે ખરેખર આ કહ્યું હતું ! : ફૅક્ટ ચેક માટે જાણીતી ન્યૂઝ ચેનલ Altના મોહમ્મદ ઝુબેર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, NSA ડોવાલે ખરેખર આવું કહ્યું હતું કે, ભારતમાં ISI દ્વારા મુસ્લિમો કરતાં હિન્દુઓની વધુ ભરતી કરી હતી ! ડોવાલના વીડિયોને ચેક કરવા માટે તેમણે વાયરલ વિડીયો ડીપફેક છે કે નહીં તે ચકાસવા માટે, અમે કેટલીક મહત્વની વિડીયો ફ્રેમ્સ લીધી અને તેની રિવર્સ ઇમેજ સર્ચ કરી હતી. જેને લીધે ખબર પડી કે, આ કથિત ક્લિપ 20 માર્ચ, 2014 ના રોજ ઓસ્ટ્રેલિયા ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અપલોડ કરાયેલા 1 કલાક 17 મિનિટના યુટ્યુબ વિડિયોમાંથી લેવામાં આવી હતી. વીડિયોના એક કલાક અને ચાર મિનિટ ઉપર ડોવાલ કહે છે કે, ' ભારતમાં ગુપ્તચર કાર્ય માટે ISI દ્વારા ભરતી કરાયેલા લોકોમાં, મુસ્લિમો કરતાં હિન્દુઓ વધુ છે. વર્ષ 1947 પછીના બધા જ કેસ, ૪,૦૦૦ થી વધુ કેસ, જેમાં કદાચ વીસ ટકાથી વધુમાં મુસ્લિમ નહીં હોય. તો આ ખૂબ જ ખોટી માન્યતા છે (કે બધા માટે મુસલમાન જ જવાબદાર છે). આપણે મુસ્લિમોને સાથે રાખીશું. અને આપણે એક મહાન દેશ બનાવીશું.'
ડોભાલે એમ પણ કહ્યું કે આતંકવાદને સાંપ્રદાયિક (હિન્દૂ મુસલમાન) દ્રષ્ટિકોણથી ન જોવો જોઈએ કારણ કે, જ્યારે આતંકવાદ સામે લડવાની વાત આવે છે, ત્યારે તે 'મુસ્લિમ વિરુદ્ધ હિન્દુ મુદ્દો નથી, પરંતુ એક રાષ્ટ્રીય સમસ્યા તરીકે જોવું જોઈએ.
ડોવાલે ભાર મૂકીને આગળ બોલે છે કે, મોટાભાગના ભારતીય મુસ્લિમો હિંસાને નકારે છે, તેમ છતાં નાની ઘટનાઓથી લઈને મોટા કાંડમાં મુસલમાન જવાબદાર હોય તેમ સાંકળીને જોવામાં આવે છે.
આ નિવેદન ડોવાલે તા.૧૧ માર્ચ,૨૦૧૪ના રોજ ઓસ્ટ્રેલિયા ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આયોજિત 'ગ્લોબલ ચેલેન્જીસ' શ્રેણીના ભાગ રૂપે આપ્યું હતું.વર્ષ ૨૦૧૪નો આ નિવેદનનો વિડીયો ડીપફેક અથવા AI -જનરેટેડ હોવાની શક્યતા ઓછી છે, કારણ કે તે સમયે તો આ ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ પણ શરુ થયો ન હતો.
આ વીડિયોના બેકગ્રાઉન્ડ અંગે તમને જણાવી દઈએ કે, ભારતમાં વધતા આતંકી હુમલા અંગે જે તે સમયે ડોવાલને આ અંગે પૂછવામાં આવ્યું હતું. જેના જવાબમાં તેમણે ઉપરોક્ત વાત કરી હતી. ઉલેમાઓ (મુસલમાન) સાથે વાત કરવી, તેમને સમજાવવા, તેમને ભાગીદાર બનાવવા વગેરે સંયુક્ત વ્યૂહરચનાના ભાગરૂપે કરવામાં આવતી કાર્યવાહી તથા આગળ વધવાનો શ્રેષ્ઠ રસ્તો છે. તેમણે વીડિયોમાં એમ પણ કહ્યું હતું કે, ઇસ્લામિક આતંકવાદ દ્વારા માર્યા ગયેલા લોકોમાંથી 90% મુસ્લિમ છે અને માત્ર 10% બિન-મુસ્લિમ છે, અને તેઓ આ વાતથી વાકેફ છે'. ડોવાલે વધુમાં ઉમેર્યું કે, ટોચના ભારતીય મુસ્લિમ નેતાઓ ઇન્ડિયન મુજાહિદ્દીનના ટાર્ગેટ ઉપર હતા,જેના પગલે તેમને સરકારે સિક્યોરિટી પણ આપી હતી.
વીડિયોના ખુબ વાયરલ બાદ 17 નવેમ્બરના રોજ ન્યૂઝ ચેનલ CNN-News18 સાથેની વાતચીતમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલે કહ્યું કે, તેમણે ક્યારેય આવી વાત કહી નથી અને આ વિડિઓ કદાચ લોકોના અભિપ્રાય સાથે છેડછાડ કરવા માટે બનાવવામાં આવ્યો છે.
ડોવાલે એમ પણ કહ્યું કે, આવા મીડિયા ટૂલ્સનો ઉપયોગ ઘણીવાર રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત મુદ્દાઓને નુકશાન થાય તેમ વિકૃત કરીને રજુ કરવા માટે તેમજ શેર કરવામાં આવી રહેલી ક્લિપ ભારતના આતંકવાદ વિરોધી અભિયાનને ટાર્ગેટ કરવાનો હીન પ્રયાસ છે.
Web News Duniya