ED - IT Raid on Gujarat Samachar : 'બેઘડક' બોલ્યા વિના દેશનો અવાજ બનેલા ગુજરાત સમાચાર અખબાર ઉપર ઈન્ક્મ ટેક્સ- EDની રેડ, વર્ષો જુના કેસમાં કાર્યવાહીનો મોદી સરકારે કિન્નાખોરીનો વધુ એક દાખલો આપ્યો

કેન્દ્રીય એજન્સીઓ દ્વારા ગુજરાત સમાચાર અખબારી સમૂહ ઉપર કાર્યવાહી કરાવીને નરેન્દ્ર મોદી સરકારનો આડકતરો સંદેશ - ચમચાગીરી કરશો તો ફાયદામાં રહેશો, નહીંતર જેલ જશો

ED - IT Raid on Gujarat Samachar : 'બેઘડક' બોલ્યા વિના દેશનો અવાજ બનેલા ગુજરાત સમાચાર અખબાર ઉપર ઈન્ક્મ ટેક્સ- EDની રેડ, વર્ષો જુના કેસમાં કાર્યવાહીનો મોદી સરકારે કિન્નાખોરીનો વધુ એક દાખલો આપ્યો

WND Network.Ahmedabad : લોકોની સમસ્યાને સરકાર સુધી અખબારના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવું નરેન્દ્ર મોદી સરકારમાં કેટલું મુશ્કેલ થઇ ગયું છે તે તાજેતરમાં ગુજરાતના નંબર વન અખબારી સમૂહ ગુજરાત સમાચાર ઉપર કરવામાં આવેલી કાર્યવાહીથી સ્પષ્ટ જોઈ શકાય છે. માત્ર 'બેઘડક' લોકોની મરજીનું કે પીળું પત્રકાર બોલવું અને સાચા અર્થમાં લોકો માટે અખબારમાં અવાજ ઉઠાવવો એ અલગ છે. કદાચ એટલે જ વર્ષો જુના કેસમાં ગુજરાત સમાચારને મોદી સરકારની એજન્સીઓ દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. પહલગામ આતંકી હુમલો અને ઓપરેશન સિંદૂર અંગે સચ્ચાઈથી અવાજ ઉઠાવીને સરકારની પોલ ખોલનારા અખબાર ગુજરાત સમાચાર દ્વારા મોદી સરકારની કોઈ મોટી નસ દબાઈ ગઈ છે. એટલે જ બદલાની કાર્યવાહી રૂપી ઈન્ક્મ ટેક્સ અને પ્રવર્તન નિર્દેશાલય એટલે કે ED ની રેડ જુના કેસમાં કરવામાં આવી છે. ગુજરાત સમાચારે પણ સરકારના મંત્રીઓના પોડકાસ્ટ, સરકારની વાહવાહી કે મોદી શાહની પ્રસિદ્ધિ કરતા ન્યૂઝ પબ્લિશ કાર્ય હોત તો કદાચ તેઓ પણ અન્ય અખબારોની જેમ અન્ય 'ધંધા' બેધડક કરી શકતા.  

દેશની પ્રમુખ વિપક્ષી પાર્ટીના નેતા રાહુલ ગાંધી, મલ્લીકાજુર્ન ખડગે, ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, પવન ખેડા સહિતના નેતાઓ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કરવામાં આવેલી બદલાની આ કાર્યવાહી વિરુદ્ધ બોલી ચુક્યા છે. પરંતુ ગુજરાતમાં આ મામલે ચૂપકેદી સેવવામાં આવી રહી છે. દિલ્હીના મીડિયા દ્વારા પણ મામલે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. સ્વતંત્ર પત્રકારત્વ કરી રહેલા રવીશ કુમાર, ન્યૂઝ લોન્દ્રી, વગેરે જેવા સમૂહોએ અવાજ ઉઠાવ્યો છે.

કોઈની પણ શેહ શરમ, ન્યૂઝ સિવાયના કોઈપણ જાતના નાટક-ગતકડાં, જાહેરાતો કર્યા વિના માત્ર ને માત્ર લોકોની સમસ્યા ઉપર ફોકસ કરીને સત્તા પક્ષને આકરા શબ્દોમાં પ્રશ્નો પૂછવાને કારણે ગુજરાત સમાચાર આજે પણ ગુજરાત રાજ્યમાં નંબર વન છે. માત્ર એટલું જ નહીં પરંતુ ભારતની પ્રાદેશિક ભાષામાં સૌથી વધુ ફેલાવો ધરાવતું અખબાર પણ છે. 

આવક વેરા અને EDની રેડ પહેલા કેન્દ્રની મોદી સરકારે પહેલગામ આતંકવાદી હુમલા પછી, અનેક ભારતીય મીડિયા સંગઠનોના x (અગાઉ ટ્વિટર) હેન્ડલ બ્લોક કરી દીધા હતા. ગુજરાત સમાચારનું હેન્ડલ પણ તેમાં સામેલ છે. જો કે મજાની અને નવાઈ લાગે એવી વાત એ છે કે, ચીન અને અન્ય લોકોના ટવીટર હેન્ડલને ચાલુ કરનારી મોદી સરકારે હજુ સુધી ગુજરાત સમાચારનું એકાઉન્ટ ચાલુ નથી કર્યું. જેનો અર્થ સાફ છે કે, પ્રશ્નો પૂછશો તો કાર્યવાહી કરવામાં આવશે. 

ગુજરાતમાં અખબારના માલિકો અને પત્રકારો ચાપલુસીમાં વ્યસ્ત : પીળું પત્રકારત્વ, લોકોના મિત્ર, બેધડક વગેરે જેવી સુફિયાણી વાતોની પબ્લિસિટીમાં રચ્યાપચ્યા રહેતા ગુજરાત અને જિલ્લા કક્ષાના અખબારો સરકાર અને તેના મંત્રીઓની ચાપલુસીમાં જ વ્યસ્ત રહે છે. મંત્રીઓનું પોડકાસ્ટ કરવું, મુખ્યપ્રધાનની મુલાકાત સાથેના ફોટા પોતાના જ અખબારમાં પબ્લિશ કરવા, લોકોને મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ આપતા ફોટા પાડી પ્રસિદ્ધ કેસરીને રેવન્યુ રળવા વગેરે જેવી પ્રવૃત્તિથી દૂર રહીને માત્ર ને માત્ર લોકોની વાતને સરકાર સુધી લઈ જવાની સજા ગુજરાત સમાચારને મળી છે. ભૂતકાળમાં જેમની ઉપર સરકારે આવકવેરા કે અન્ય કેન્દ્રીય એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવ્યા બાદ હવે તેઓ સરકારની વાહવાહીમાં જોતરાઈ ગયા છે. 

માત્ર માધ્યમો જ નહીં પરંતુ તેમાં કામ કરતા પત્રકારો પણ સરકાર કે મંત્રીના એડવાઈઝર બનીને કરોડો રૂપિયાની કમાણી કરીને એશ કરીને અમદાવાદમાં મોટા ઉદ્યોગ ગૃહની આલીશાન કોલોનીમાં મોટા બંગલામાં રહે છે. થોડા દિવસ પહેલા જ એક કથિત રાષ્ટ્રીય હિન્દી ચેનલના ટકલા પત્રકારે ગુજરાત સરકારના એક યુવા મંત્રીનો પ્રચાર પ્રસાર કરવાનું કામ લીધું છે. તેનો માલિક દિલ્હીમાં જે કામ કરે છે તે આ ટકલા પત્રકારે ગુજરાતમાં શરુ કર્યું છે. મંત્રીની પ્રસિદ્ધિ અને વહીવટના ભાગરૂપે આ ટકલો દંભી, કહેવાતો પત્રકાર દરેક જિલ્લામાં જઈને પોલીસ પાસે યુવા મંત્રીના નામે રૂપિયા પણ ઉઘરાવી રહ્યો છે. આવા તત્વો સામે કાર્યવાહીને બદલે લોકોના પ્રશ્નોને વાચા આપતા અખબાર સામે કાર્યવાહી કરીને લોકશાહીના મજબૂત પાયાને તોડવાનો નિર્થક પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.