BJP Tringa Yatra : ભુજમાં ભાજપની તિરંગા યાત્રામાં SP સહીત પોલીસ, હોમગાર્ડ અને BSFના જવાનો જોવા મળ્યા, જયપુરમાં ધારાસભ્યે તિરંગાથી પરસેવો લૂછતાં વિવાદ થયો

ઓપરેશન સિંદૂરની સફળતા અને સીઝફાયર બાદ વડાપ્રધાનના રાષ્ટ્રજોગ સંબોધન પછી ભાજપે દેશભરમાં અગિયાર દિવસ સુધી તિરંગા યાત્રાનું આયોજનની જાહેરાત કરેલી

BJP Tringa Yatra : ભુજમાં ભાજપની તિરંગા યાત્રામાં SP સહીત પોલીસ, હોમગાર્ડ અને BSFના જવાનો જોવા મળ્યા, જયપુરમાં ધારાસભ્યે તિરંગાથી પરસેવો લૂછતાં વિવાદ થયો

WND Network.Bhuj (Kutch), Jaipur : ઓપરેશન સિંદૂરની સફળતા અને વડાપ્રધાન મોદીની રાષ્ટ્રજોગ સંબોધન બાદ રાજકીય પક્ષ ભાજપ દ્વારા દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં પાટનગર ભુજ ખાતે આજે ગુરુવારે સવારે ભાજપ પક્ષના કાર્યકરો અને નેતાઓ ઉપરાંત તેમના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની હાજરી વચ્ચે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સામાન્ય લોકો, રાજકીય પક્ષ ભાજપ સાથે સંકળાયેલા લોકો ઉપરાંત સીમા સુરક્ષા દળ (BSF), હોમગાર્ડ અને પોલીસ સહીત સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા હતા. બીજી તરફ દેશભરમાં ચાલી રહેલી તિરંગા યાત્રા દરમિયાન રાજસ્થાનમાં જયપુર ખાતે ભાજપના ધારાસભ્ય બાલમુકુન્દે તિરંગાથી પરસેવો લૂછતાં હોય તેવો  થતા મામલો સોસીયલ મીડિયામાં ચર્ચાનો- ટીકાનો વિષય બન્યો હતો

ભુજમાં આજે ગુરુવારે સવારે યોજાયેલી તિરંગા યાત્રામાં કચ્છ ભાજપના પ્રમુખ ઉપરાંત જિલ્લા ભાજપના હોદ્દેદારો, ભાજપ પક્ષ સાથે સંકળાયેલા લોકો, ધારાસભ્ય, સાંસદ સહિતના જાણીતા લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી. રાજકીય પક્ષ પ્રેરીત આ યાત્રામાં BSFની સામેલગીરી લોકોની નજરે ચડી હતી. તિરંગા યાત્રા દરમિયાન બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) અને ઉપરાંત હોમગાર્ડ તેમજ પોલીસના SP સહિતના જવાનોની હાજરી લોકોને જોવા મળી હતી. જો કે નવાઈની વાત એ પણ જોવા મળી કે, ઓપરેશન સિંદુરમાં જેમનો સિંહ ફાળો રહ્યો છે તે આર્મી, નેવી કે એરફોર્સના જવાનો આ યાત્રામાં જોવા મળ્યા ન હતા. જેને પગલે હાજર રહેલા લોકોની આંખો પહોળી થઇ ગઈ હતી. તિરંગા યાત્રા ચોક્કસ રીતે દેશના બહાદુર જવાનો દ્વારા પાકિસ્તાનને ધૂળ ચટાડી દેવાના અદમ્ય સાહસને બિરદાવવાનો કાર્યક્રમ હતો. રાજકીય સત્તાપક્ષ ભાજપ દ્વારા તેને જે રીતે તિરંગા યાત્રા કાર્યક્રમને પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યો છે તેને લઈને ગુજરાત કોંગ્રેસના 'લગ્નના ઘોડાઓ' પણ આ મામલે ચૂપ રહેવાનું પસંદ કર્યું હતું. 

વડાપ્રધાન મોદીના ભાષણ બાદ ભાજપના દિલ્હીના હેડક્વાર્ટરમાંથી આદેશ કરવામાં આવ્યો હતો કે, દેશભરમાં 13થી 23 મે મહિના દરમિયાન વિવિધ જગ્યાએ તિરંગા યાટરનું આયોજન કરવામાં આવશે. ભાજપ તરફથી એવું પણ કહેવામાં આવ્યું હતું કે, ઝુંબેશનો સ્વર સ્પષ્ટપણે રાજકીય રહેશે નહીં અને તેઓ સમાજના તમામ વર્ગો તરફથી સમર્થન મેળવતા મુદ્દા પર લોકોને ઉત્સાહિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ જે રીતે તેની જાહેરાત કરવામાં આવી અને જે રીતે તેમાં પાર્ટીના ટોપના નેતા અમિત શાહ, રાજનાથસિંહ, જે.પી. નડ્ડા વગેરે ઉપસ્થિત રહેવાના છે તેને જોતા યાત્રા પાર્ટી તરીકે પણ જાણીતા ભાજપે સમગ્ર મામલાને એક પોલિટિકલ ઇવેન્ટમાં ફેરવીને તેનો રાજકીય જશ ખાટવાનો પ્રયાસ કર્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે

સમગ્ર દેશમાં ચાલનારા આ કાર્યક્રમ અંગે ભાજપના સિનિયર નેતા નડ્ડાએ તેમની પાર્ટીના જનરલ સેક્રટરી તરુણ ચુગ ઉપરાંત વિનોદ તાવડે અને દુષ્યંત ગૌતમ સાથે મળીને તિરંગા યાત્રા કાર્યક્રમને ગયા સોમવારે અંતિમ ઓપ આપ્યો હોવાનું ઇન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝ પેપરના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે.