BJP MP Minister Vijay Shah Controversy on Colonel Sofiya Qureshi : BJPના બેશરમ મંત્રી વિજય શાહ સામે સખ્ત કાર્યવાહીનો આદેશ આપતી જબલપુર હાઇકોર્ટ, કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી
મધ્યપ્રદેશની સરકારના વકીલે મંત્રીનો બચાવ કર્યો કે, મીડિયાએ તેમના નિવેદનને તોડી મરોડીને પ્રસિદ્ધ કર્હ્યું, હાઇકોર્ટે વિડીયો જોયો હોવાનું કહીને ઝાટકણી કાઢી

WND Network.Bhopal : ભારતીય સેનાની ઝાંબાઝ અધિકારી કર્નલ સોફિયા કુરેશી (Colonel Sofiya Qureshi) વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર મધ્યપ્રદેશ BJPના બેશરમ કેબિનેટ મંત્રી વિજય શાહ (MP Minister Vijay Shah) વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવાનો મધ્યપ્રદેશની જબલપુર હાઇકોર્ટ (Jabalpur High Court) દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. ચાર કલાકમાં આજે સાંજે છ વાગ્યા સુધીમાં બિનજામીનપાત્ર ગુન્હો દાખલ કરવાની DGPને સૂચના આપવામાં આવી છે. જબલપુર હાઇકોર્ટના બે જજની ખંડપીઠ દ્વારા બેશરમ મંત્રી વિજય દ્વારા કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીને મામલે સૂઓ મોટો એટલે જાતે કાર્યવાહી કરીને મંત્રીના વિવાદિત નિવેદનને મામલે આકરું વલણ લીધું હતું. બેશરમ મંત્રીની પેરવી કરતા મધ્યપ્રદેશ સરકાર વતી દલીલો કરી રહેલા સરકારી વકીલને પણ હાઇકોર્ટે આકરા શબ્દો કહ્યા હતા. સરકારી વકીલે બેશરમ મંત્રી વિજય શાહના નિવેદન મામલે મીડિયા ઉપર દોષ નાખી દીધો હતો.
મૂળ ગુજરાતના વડોદરા શહેરમાંથી આવતા ઇન્ડિયન આર્મીના કર્નલ સોફિયા કુરેશને લઈને માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ ગર્વ લઇ રહો છે ત્યારે મધ્યપ્રદેશની BJP સરકારના કેબિનેટ કક્ષાના બેશરમ મંત્રી વિજયે એક કાર્યક્રમ દરમિયાન મહિલા અધિકારી વિરુદ્ધ અશોભનીય ટિપ્પણી કરી હતી. વિવાદ થયા બાદ આ નાલાયક મંત્રી ટિપિકલ રાજકારણી જેમ પાછળથી ફરી ગયો હતો. MPના મુખ્યપ્રધાન દ્વારા દબાણ કરવામાં આવતા આ નાલાયક મંત્રીએ માફી મંગાવાનું નાટક કર્યું હતું. માફી માંગતી વેળાએ પણ આ બેશરમ મંત્રી હસતો રહ્યો હતો.
મીડિયામાં તેમજ સોસીયલ માધ્યમમાં આ સમગ્ર મામલે વિવાદ થતા જબલપુર હાઇકોર્ટ દ્વારા સ્વયં કાર્યવાહી કરવામાં આવી હતી. મંત્રી વિવાદિત નિવેદન બાદ સમગ્ર દેશ તેની પનોતી પુત્રી સોફિયાના સમર્થનમાં ઉભો થઇ ગયો છે ત્યારે પોતાને રાષ્ટ્રવાદી પાર્ટી તરીકે પ્રોજેક્ટ કરતો ભારતીય જનતા પાર્ટીના કોઈ મોટા નેતાએ હજુ સુધી આ મામલે એક હરફ સુદ્ધા બોલ્યા નથી.
નાલાયક વિજય શાહ અગાઉ શિવરાજસિંહની પત્ની અંગે પણ અશોભનીય ટિપ્પણી કરી ચુક્યો છે : આર્મીની મહિલા અધિકારી વિરુદ્ધ ટિપ્પણી કરનારો મધ્યપ્રદેશ સરકારનો આ નાલાયક મંત્રી વિજય શાહ ભૂતકાળમાં તેમના જ એક સિનિયર નેતા શિવરાજસિંહ ચૌહાણની પત્ની વિરુદ્ધ ટિપ્પણી કરી ચુક્યો છે. મતલબ કે, બેશરમ વિજય શાહ પહેલાથી મહિલા વિરોધી નિવેદનો આપતો રહ્યો છે. 'કભી દેવરો કે સાથ ભી ચલા કરો, પતિ કે સાથ તો રોજ જાતિ હો' બોલતા વર્ષ 2013માં તેનું રાજીનામુ લઇ લેવામાં આવ્યું હતું. પરંતુ ત્યાર પછી વોટની લ્હાયમાં આ નાલાયકને માફ કરી દેવામાં આવ્યો હતો. જેને પરિણામે આ બેશરમે ફરી વખત આવી હિમ્મત કરીને મહિલા વિરોધી નિવેદન આપ્યું છે. (નિવેદન જોવા માટે અહીં લિંક ઉપર ક્લિક કરો) (https://x.com/RoflGandhi_/status/1922503368720691583?t=enxIKhmZuTLGluv_aFL9rA&s=19)