MLA Jignesh Mevani on Gujarat Police Controversy : ભુજ LCBએ જીગ્નેશ મેવાણી વિરુદ્ધની રેલીને કવરેજ કરવા મીડિયાને બોલાવ્યું, MLA મેવાણીએ કહ્યું કે ભ્રષ્ટ IPS અને ગૃહ વિભાગને રવાડે ન ચઢતા નહીંતર નોકરી ગુમાવશો
કોંગી MLA જીગ્નેશ મેવાણી આગામી દિવસોમાં કચ્છ - ભુજ આવીને ભ્ર્ષ્ટાચારી પોલીસ અધિકારી - કર્મચારીઓની પોલ ખોલશે
WND Network.Bhuj (Kutch) : ગુજરાતના કોંગ્રેસના યુવા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (MLA Jignesh Mevani) દ્વારા ભ્ર્ષ્ટ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને લઈને કરવામાં આવેલા નિવેદનથી રાજકારણ ગરમ છે તેવામાં મેવાણીની વિરુદ્ધ કચ્છ ભુજમાં આજે સોમવારે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીનું મીડિયા કવરેજ કરવા માટે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા અપીલ કરવામાં આવી છે. જેને પગલે MLA જીગ્નેશ મેવાણીએ ભ્ર્ષ્ટ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ચીમકી આપી હતી કે, ગૃહ વિભાગ અને ભ્ર્ષ્ટ IPSને કમાણી કરાવી આપવાની લ્હાયમાં તમારી નોકરી જોખમમાં ન મુકતા.
વાવ થરાદમાં ગુજરાત પોલીસના ભ્ર્ષ્ટ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ ધારાસભ્ય જીગ્નેશ મેણાવીનો આક્રોશ ચર્ચામાં છે ત્યારે કચ્છ પોલીસે મેવાણી વિરુદ્ધની ભુજમાં આયોજિત કરવામાં આવેલી રેલીનું મીડિયા કવરેજ કરવાની અપીલથી વિવાદ સર્જાયો છે. કહેવાતા બે સામાજિક કાર્યકરે એક વિડીયો બનાવીને ભુજમાં એક રેલી યોજી આવેદનપત્ર આપવાની વાત કરી હતી.
પશ્ચિમ કચ્છ પોલીસ (West Kutch Police) ની લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઈન્સકપેકર PSI હિતેશ જેઠીએ વૉટ્સએપમાં બનાવેલા LCBના મીડિયા ગ્રુપમાં આ મેવાણી વિરુદ્ધની રેલીનો વિડીયો મુક્યો હતો. માત્ર એટલું જ નહીં પરંતુ તમામ મીડિયા મિત્રોને કવરેજ પધારવાની અપીલ પણ કરી હતી.
'વેબ ન્યૂઝ દુનિયા' સાથે વાત કરતા કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે, ગુજરાત પોલીસ દળના પોલીસ ઇન્સ્પેક્ટરથી લઈને કોન્સ્ટેબલ સુધીની રેન્કના તમામ લોકોને તેમની અપીલ છે કે તેઓ ગૃહ વિભાગ કે ભ્ર્ષ્ટ IPS અધિકારીઓને બે નંબરની કમાણી કરાવી આપવાની લાહ્યમાં તેમની નોકરી જોખમમાં ન મૂકે. કચ્છમાં ખેડૂતોને જયારે મારવામાં આવ્યા ત્યારે પોલીસના આ કરપ્ટેડ કર્મચારીઓ કયાં સુઈ ગયા હતા ? મેવાણી એ વધુમાં ઉમેર્યું કે, તેઓ આગામી સમયમાં કચ્છ ભુજમાં આવશે ત્યારે આ જ પોલીસને તેમને રક્ષણ આપવું પડશે. બધાની સામે જાહેરમાં પશ્ચિમ કચ્છ પોલીસના આ ભ્ર્ષ્ટ પોલીસ કર્મચારીઓને તેમના બે નંબરના કાળા કારનામાની વિગતો આપીશ એમ અંતમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું.
કચ્છ પોલીસના વહીવટદારોએ MLA મેવાણી વિરુદ્ધની ન્યૂઝ ક્લિપને તેમના વૉટ્સએપ સ્ટેટસમાં રાખી : ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના પોલીસ અંગેના નિવેદનને લઈને ખાસ્સો એવો વિવાદ થઇ રહ્યો છે. જેમાં અમુક સંસ્થાન મીડિયા તેમની વિરુદ્ધના અમુક લોકોના સ્ટેટમેન્ટને બતાવી રહી છે. આ ક્લિપને કચ્છ પોલીસમાં રહેલા કેટલાક વહીવટદારો તેમના વોટ્સએપ સ્ટેટસમાં મૂકી રહ્યા છે. સામાન્ય રીતે સત્તા પક્ષના ધારાસભ્ય કે નેતા જયારે પોલીસ વિરુદ્ધ બોલતા હોય છે ત્યારે આટલો વિવાદ નથી થતો અથવા તો કોઈ બોલતું જ નથી. પરંતુ આખાબોલા અને કોંગ્રેસના ધારાસભ્ય હોવાને કારણે તેમજ અમુક ભ્ર્ષ્ટ પોલીસની અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ મેવાણી જાહેરમાં બોલે છે ત્યારે તેમના નિવેદનના અમુક જ હિસ્સાને બતાવીને તેમને સમગ્ર ગુજરાત પોલીસ વિરુદ્ધ હોવાનું નેરેટિવ ઉભું કરવામાં આવે છે.
Web News Duniya