રાજસ્થાનની મુનાબાવ બોર્ડરે BSF અને પાક. રેન્જરનાં ઉચ્ચ અધિકારીઓ મળ્યા...

કચ્છ સીમાએ પાકિસ્તાની ઘૂસખોરી અને ફાયરિંગ બાદની મહત્વપૂર્ણ બેઠક

રાજસ્થાનની મુનાબાવ બોર્ડરે BSF અને પાક. રેન્જરનાં ઉચ્ચ અધિકારીઓ મળ્યા...

WND Network.Bhuj (Kutch) : કચ્છ સીમાએ પાકિસ્તાની ઘૂસણખોરી અને ફાયરિંગની ઘટના બાદ રાજસ્થાન સીમાએ મૂનાબાવ ખાતે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) અને પાકિસ્તાની રેન્જરના ઉચ્ચ અધિકારીઓની મિટિંગ મળી હતી. અલબત્ત આ બેઠક રાબેતા મુજબ આયોજિત કરવામાં આવતી બેઠકનો ભાગ હતો પરંતુ કચ્છ બોર્ડર થયેલા ફાયરિંગ બાદ મળેલી બેઠકમાં આ મુદ્દો પણ ચર્ચાયો હોવાનુ સૂત્રોએ જણાવ્યું હતું 

બીએસએફ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ, ૨૮મી મે ના રોજ બાડમેર સેક્ટરમાં આવેલા મુનાબાવ ખાતે બીએસએફ અને રેન્જરનાં બટાલિયન કમાન્ડન્ટ લેવલના ઓફિસરની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બીએસએફનાં બાડમેર સેક્ટરનાં સીઓ તેમજ પાકિસ્તાની રેન્જરનાં વિંગ કમાન્ડર ઉપસ્થિત રહ્યા હતા. તેમની વચ્ચે બોર્ડર સિક્યોરિટી સંબંધી મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી.

ભારત તરફથી બીએસએફના કમાન્ડન્ટ જી.એલ.મીના અને પાકિસ્તાનના તરફથી રેંજરના લેફ્ટેનન્ટ કર્નલ મુરાદ અલી ખાનના નેતૃત્વ હેઠળ આ મીટિંગ યોજાઇ હતી.