Union Budget 2024 : Budget 2024 : કેન્દ્રની ટેકાવાળી મોદી સરકારે ટેકાનું ઋણ ચૂક્યું, બિહાર-આંધ્રપ્રદેશ માલામાલ, INDIA ગઠબંધનનો વિરોધ, નીતિ આયોગની બેઠકનો પણ બહિષ્કાર કરશે

ચંદ્રબાબુની પાર્ટી TDPના 16 અને બિહાર નીતીશ બાબુના JDU ના 12 સાંસદ સામે ગુજરાતે ભાજપના 25 MPને દિલ્હી મોકલ્યા છે છતાં મોદી અને શાહે હોમ સ્ટેટ માટે કોઈ ફાયદો ન કરાવ્યો

Union Budget 2024 : Budget 2024 : કેન્દ્રની ટેકાવાળી મોદી સરકારે ટેકાનું ઋણ ચૂક્યું, બિહાર-આંધ્રપ્રદેશ માલામાલ, INDIA ગઠબંધનનો વિરોધ, નીતિ આયોગની બેઠકનો પણ બહિષ્કાર કરશે

WND Network.New Delhi : લોકસભાની ચૂંટણીમાં રકાશ છતાં અન્ય પક્ષના ટેકાને લીધે સત્તામાં આવેલી કેન્દ્રની NDA સરકારે તેના પહેલા બજેટમાં ટેકાવાળી મોદી સરકારે ટેકાનું ઋણ ચૂક્યું ચૂક્યું હોય તેવી ચિત્ર જોવા મળી રહ્યું છે. ચંદ્રાબાબુ નાયડુના પક્ષ TDP 16 અને બિહાર નીતીશ કુમારના પક્ષના 12 સાંસદોને સહારે બનેલી સરકારે બજેટમાં તેમને માલામાલ કરી દીધા છે. જયારે ગુજરાતમાંથી 26માંથી 25 બેઠક ઉપર વિજય મેળવ્યા છતાં નરેન્દ્ર મોદીની સરકારે હોમ સ્ટેટ ગુજરાતને અન્યાય  કર્યો હોય તેમ કોઈ જ વિશેષ ફાયદો થાય તેવી જાહેરાત કરી નથી. વર્ષ 2024ના બજેટમાં બિહારને માત્ર ત્રણ પ્રોજેક્ટમાં જ અધધ કહી શકાય તેવી 59 હજાર કરોડની તેમજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનું ડેવલોપમેન્ટ કરવા માટે 15 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. સાથી પક્ષને રાજી રાખવાની લ્હાયમાં ભાજપે તેના સૌથી વધુ વોટર્સ છે તેવા માધ્યમ વર્ગને કરના માળખામાં કાપી નાખ્યા છે. 

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામને નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં કેન્દ્ર સરકારે કુલ ૪૮.૨૦ લાખ કરોડના ખર્ચનો અંદાજ મુક્યો છે, તેમાંથી ૧૧.૧૧ લાખ કરોડનો મૂડીખર્ચ છે. સરકારની કુલ આવક ૩૧.૨૯ લાખ કરોડ અંદાજવામાં આવી છે. બજેટ દસ્તાવેજ અનુસાર કેન્દ્રની નાણા ખાધ ૧૬.૧૩ લાખ કરોડ રહેશે જે ૨૦૨૩-.૨૪ના સુધારેલા અંદાજ ૧૬.૫૩ લાખ કરોડ કરતા થોડી ઓછી રહેશે. 

ખાધના કારણે કેન્દ્ર સરકારનો વ્યાજનો ખર્ચ ૧૧.૬૨ લાખ કરોડ રહેવાનો અંદાજ છે જે સરકારના કુલ મૂડી ખર્ચ કરતા પણ વધારે છે. બજેટની જાહેરાત અને જોગવાઈઓમાં મુખ્ય મુદ્દા બે સામે તરી આવે છે. જેમાં એક, સહયોગી પક્ષોને લાભ કરાવવો અને બીજુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત, ગેરેંટી કે પેકેજનો સમાવેશ કરવો. 

બિહાર અને આંધ્ર પ્રદેશના નવા રાજકીય સાથીદારોની ખુશામત અને ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને બંગાળમાં રાજકીય લાભ ખાટવા માટેના પ્રયત્ન સિવાય આ બજેટમાં વિશેષ કાઇ જાહેરાત કરવામાં આવી નથી. કેન્દ્ર સરકારે લોકસભામાં જણાવ્યું હતું કે, વર્તમાન નિયમો અનુસાર બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળી શકે નહી પણ બજેટની જાહેરાતોમાં તેને વિશેષ ફાળવણી કરવામાં આવી છે. આ ચુંટણીમાં NDA સરકાર નીતિશ કુમાર અને ચંદ્રાબાબુના  ટેકાથી સરકાર રચી શકી છે. બજેટમાં બિહાર માટે પ્રવાસન, સસ્તી લોન, ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર જેવી જાહેરાતો કરવામાં આવી છે. બિહારના ગયા ખાતે અમૃતસર કોલકતા કોરિડોર વિશેષ ઔધોગિક વસાહત ઊભી કરવી, ગયા અને બોધિ ગયા ખાતે ટુરિસ્ટ સેન્ટર, નાલંદા યુનિવર્સિટીને પ્રવાસન ક્ષેત્ર તરીકે ઉજ્જૈન અને વારાણસીની જેમ વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે. ૨૬,૦૦૦ કરોડના ત્રણ એકસપ્રેસ વે, ૨૧,૪૦૦ કરોડનો પાવર પ્રોજેક્ટ ઉપરાંત નવી મેડીકલ કોલેજ, નવા એરપોર્ટ માટે જાહેરાત કરવામાં આવી છે. આંધ્ર માટે નવી રાજધાની ઊભી કરવા ૧૫,૦૦૦ કરોડની મૂડી, પાવર પ્રોજેક્ટને નાણાકીય સહાય, ઉદ્યોગ કોરીડોરમાં બે નવા નોડ ઊભા કરવા તેમજ આંધ્રના પછાત વિસ્તાર માટે વિશેષ સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી. 

બીજી બાજુ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કર્યા બાદ ઈન્ડિ ગઠબંધન (INDIA Alliance)ની નવી દિલ્હી ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં ઈન્ડિ ગઠબંધનના નેતાઓએ બજેટને લોકો વિરોધી અને ભેદભાવપૂર્ણ ગણાવ્યું છે. બેઠકમાં એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે, India ગઠબંધનના સાંસદો આજે બુધવારે સવારે 10.30 કલાકે બજેટ વિરુદ્ધ પ્રદર્શન કરશે. આ ઉપરાંત ગઠબંધનના તમામ મુખ્યમંત્રીઓએ નીતિ આયોગની બેઠકનો પણ બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.