શનિવારે વડાપ્રધાન મોદીએ ઉદ્ઘાટન કર્યું, ચાર દિવસ પછી બૂંદેલખંડ એક્સપ્રેસ વે તૂટ્યો...
ફોર લેન એક્સપ્રેસ વે લગભગ 14 હજાર 850 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયો છે
WND Network.Delhi : શનિવારે, ચાર દિવસ પહેલા જે 296 કિમી. લાંબો ચાર માર્ગીય બુંદેલખંડ એક્સપ્રેસ હાઈવેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તે, માત્ર ચાર દિવસમાં જ તૂટી ગયો છે. સામાન્ય વરસાદમાં જ એક્સપ્રેસ હાઈવેમાં ભંગાણ પડતા સમગ્ર મામલો સોસીયલ મીડિયામાં વાયરલ થયો છે. સાત જિલ્લા ચિત્રકૂટ, બાંદા, મહોબા, હમીરપુર, જાલૌન, ઔરૈયા અને ઇટાવામાંથી આ માર્ગ પસાર થઈ રહ્યો છે. સમગ્ર મામલામાં કોઈપણ અધિકારી સત્તાવાર બોલવા તૈયાર નથી.
સમાજવાદી પાર્ટીએ બુંદેલખંડ એક્સપ્રેસ વેને લઈને બીજેપી પર નિશાન સાધતા લખ્યું હતું કે, 'સપા સરકારમાં આગ્રા-લખનૌ ડિઝાઇન કરવામાં આવી હતી, પૂર્વાંચલ એક્સપ્રેસ વેમાં એરસ્ટ્રીપ પણ બનાવવામાં આવી હતી, પરંતુ બુંદેલખંડ એક્સપ્રેસ વેમાં રનવે નથી મળ્યો. ગુણવત્તા સાથે બાંધછોડ કરીને બુંદેલખંડ એક્સપ્રેસ વે બનાવવામાં હતો. ભાજપ સરકારનો આ અધૂરો એક્સપ્રેસ વે ચિત્રકૂટ સુધી પણ પહોંચતો નથી. આ છે ભાજપનો પોકળ વિકાસ!
બુંદેલખંડ એક્સપ્રેસ હાઇવે ઘણી નદીઓ ઉપરથી પસાર કરવામાં આવ્યો છે. જેમાં શ્યામા, યમુના, બેતવા જેવી નદીઓનો સમાવેશ થાય છે. 296 કિલોમીટર લાંબા એક્સપ્રેસ વેમાં 4 રેલવે ઓવરબ્રિજ, 14 મોટા પુલ, 286 નાના પુલ અને 19 ફ્લાયઓવર બનાવવામાં આવ્યા છે. એક્સપ્રેસ વે પર મુસાફરોએ 6 ટોલ પ્લાઝા પરથી પસાર થવુ પડે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ત્યારે સામાન્ય વરસાદમાં જ માર્ગમાં બેથી ત્રણ ફૂટ ઊંડા ગાબડા પડી જતા તેની ગુણવત્તા અંગે સવાલો થઈ રહ્યા છે.
Web News Duniya