ભુજ આવેલા ગુજરાતના રાજ્યપાલે અંગત બચતમાંથી LNM હોસ્પિટલ માટે પોણા ચાર લાખનું દાન આપ્યું...

LNM લાયન્સ હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટ અને ડાયાલિસીસના નવા યુનિટના લોકાર્પણ વેળાએ ગવર્નરે કરેલી જાહેરાત

ભુજ આવેલા ગુજરાતના રાજ્યપાલે અંગત બચતમાંથી LNM હોસ્પિટલ માટે  પોણા ચાર લાખનું દાન આપ્યું...

WND Network.Bhuj (Kutch) : કચ્છના પાટનગર ભુજમાં આવેલી LNM લાયન્સ હોસ્પિટલ માટે ગુજરાતના રાજ્યપાલે તેમની અંગત બચતમાંથી પોણા ચાર લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. દોઢ લાખથી વધુ ફ્રી ડાયાલિસીસ અને આંખના 36 હજારથી વધુ ઓપરેશન કરી ચુકેલી આ હોસ્પિટલમાં ગુજરાતના સૌ પ્રથમ એવા ઓક્સિજન પ્લાન્ટ અને ડાયાલિસીસના નવા યુનિટના લોકાર્પણ કરવા માટે ગવર્નર આચાર્ય દેવવ્રત અહીં આવ્યા હતા. હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિથી પ્રભાવિત થઈને ગવર્નર આચાર્ય દેવવ્રત દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. 

રાજ્યપાલ દેવવ્રતે હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. અને હોસ્પિટલની કામગીરીને ખુબ જ બિરદાવી હતી. તેમણે પોતાના વ્યક્તવ્યમાં  જણાવ્યુું હતુું કે, આજના આધુનિક  યુગમાં લોકોની લાઈફ સ્ટાઇલ બદલાઈ ગઈ છે. જેને કારણે સમાજના દરેક વયના લોકો જુદી જુદી બીમારીઓથી પીડાઈ  રહ્યા છે. ખેતીમાં વપરાતા ઝેરી ખાતર તેમજ દવાઓને કારણે લોકોની હેલ્થ ઉપર કેન્સર સહિતના ઘાતક રોગનો ખતરો મંડરાઈ રહ્યો છે.  

આવા સમયમાં લાયન્સ હોસ્પિટલની ફ્રી સેવા સમાજ માટે ખૂબ જ ઉપયોગી છે. અને આજે જ્યારે ચોતરફ હવા સહિતનું પ્રદુષણ વધી રહ્યું છે ત્યારે લાયન્સ હોસ્પપટલ દ્વારા તૈયાર કરાયેલા ઓક્સિજન પાર્કથી લોકોને ખુબ ફાયદો થશે. બજારમાં વેચાણથી મળતા ઓક્સિજનની સરખામણી કુદરત સાથે કરીએ તો આપણા આખા જીવનકાળ દરમિયાન પાંચ કરોડ રૂપિયાનો ઓક્સિજન પ્રકૃતિ દ્વારા મફતમાં મળે છે. માટે જરૂરિયાતમંદ લોકોએ LNM હોસ્પિટલમાં સ્થાપિત કરવામાં આવેલા આ ઓક્સિજન પ્લાન્ટનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ તેમ ગવર્નર દેવવ્રતે ઉમેર્યું હતું.    

દીપ પ્રાગટ્ય બાદ રાજ્યપાલ આચાર્ય દેવરાતનું હોસ્પિટલના ચેરમેન MJF લાયન ભરત મહેતા દ્વારા પાઘડી, શાલ, સન્માનપત્ર તથા મોમેન્ટોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ચેરમેન MJF લાયન ભારત મહેતા દ્વારા આપવામાં સ્વાગત પ્રવચનમાં તેમણે હોસ્પિટલ દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિ અંગે જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ લાયન પારૂલબેન કારા, લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ લાયન શૈલેન્દ્ર રાવલ, લાયન કમલેશ સંઘવી, લાયન મીના મહેતા, લાયન અભય શાહ, લાયન વ્યોમા મહેતા, લાયન અશ્વિન સોલંકી, લાયન પ્રવીણ ખોખાણી, લાયન હીરજી વરસાણી, લાયન ઉમેશ પાટડીયા, લાયન નવીન મહેતા, લાયન રોહિત જોશી, લાયન ધમેન્દ્ર બારમેડા, લાયન મનસુખ શાહ, લાયન શૈલેષ માણેક, લાયન શૈલેષ ઠક્કર, લાયન વિપુલ જેથી , લાયન નીતિન મોરબીયા, લાયન કૌશિક સોમપુરા, લાયન અશોક ઝવેરી, લાયન કમલબેન જોશી, લાયન સુશીલાબેન આચાર્ય તેમજ લાયન્સ સલબ ઓફ ભુજ, માધાપર, કવીન્સ અને LNM હોસ્પપટલ ક્લબના અન્ય લાયન મેમ્બર અને હોસ્પપટલમાં ફ્રી ડાયાલિસિસનો લાભ લેતા દદીઓના સગા  પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.