Scolded Gujarat Police : સરકારને ગાળો બોલનાર યુવક સામે ફરિયાદ કરતી ગુજરાત પોલીસ પોતાને ગાળો બોલનાર સામે લાચાર, કોણ છે એ વ્યક્તિ જેણે કરોડો રૂપિયાના તોડકાંડમાં પોલીસને ગાળો આપી...

ગુજરાત પોલીસને ભાંડતી ઓડિયો કલીપ સોસીયલ મીડિયામાં વાયરલ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી ન થવા પાછળનું શું છે રહસ્ય ?

Scolded Gujarat Police : સરકારને ગાળો બોલનાર યુવક સામે ફરિયાદ કરતી ગુજરાત પોલીસ પોતાને ગાળો બોલનાર સામે લાચાર, કોણ છે એ વ્યક્તિ જેણે કરોડો રૂપિયાના તોડકાંડમાં પોલીસને ગાળો આપી...

WND Network.Bhuj (Kutch) : ભરૂચના પૂરગ્રસ્ત દાંડિયા બજાર વિસ્તારમાં ધારાસભ્યની હાજરીમાં ગુજરાતના મુખ્યપ્રધાનને બેફામ ગાળો આપનારા યુવક સામે પોલીસે જાતે કરેલી ફરિયાદને લઈને ખાસ્સી એવી ચર્ચાઓ થઇ રહી છે. કારણ કે, એક તરફ જયાં ગુજરાત પોલીસ સ્વયંભૂ ફરિયાદી બનીને સરકારને ભાંડનાર યુવક સામે કાર્યવાહી કરે છે. ત્યાં બીજી તરફ કચ્છના કરોડો રૂપિયાના તોડકાંડમાં પોલીસને બેફામ ગાળો બોલનારા વ્યક્તિ સામે જાણે કે, લાચાર હોય તેમ કોઈ જ કાર્યવાહી નથી કરી રહી. જેમાં પોલીસ અંગે ન સાંભળી શકાય તેવી ભાષા બોલનાર વ્યક્તિની ઓડિયો કલીપ સોસીયલ મીડિયામાં પણ વાયરલ થયેલી છે. તેમ છતાં શા માટે ગુજરાત પોલીસ પોતાને ગાળો આપનારા વ્યક્તિની સામે ગુન્હો દાખલ નથી કરતી એ વાત પોલીસ બેડામાં પણ ચર્ચાનો વિષય બની છે. લાંબા સમયથી ગુજરાત પોલીસ અને આઇપીએસ લોબીમાં ચર્ચાનો વિષય બનેલા કચ્છના સોપારી કાંડ અને ત્યારબાદ પ્રકાશમાં આવેલા કરોડો રૂપિયાના તોડકાંડને લઈને ઓડિયો કલીપ સોસીયલ મીડિયામાં વાયરલ થયેલી છે. ઘણી બધી ઓડિયો કલીપ પૈકી એક ક્લિપમાં તોડકાંડ અંગેની ફરિયાદ કરનારો એક વ્યક્તિ પોલીસ વિષે અસભ્ય ભાષામાં વાત કરતો સાંભળવા મળી રહ્યો છે.  

પોણા ચાર કરોડો રૂપિયાના તોડકાંડને લઈને સોસીયલ મીડિયામાં પોલીસને બેફામ ગાળો આપનારો વ્યક્તિ કચ્છના ગાંધીધામમાં આવેલી 4Fox લોજિસ્ટિક કંપનીનો ડિરેક્ટર અનિલ તરુણ પંડિત હોવાનો દાવો તેની સાથે વાત કરી રહેલા યુવાન પન્કીલ સુનિલ મોહતા દ્વારા કરવામાં આવ્યો છે. તેમાં વાતચીત કરતા લોકો કચ્છમાં થોડા મહિનાઓ પહેલા મુન્દ્રા પોર્ટ ઉપર આવેલી કરોડો રૂપિયાની સોપારી પોલીસ પકડી લે છે. અને ત્યારબાદ તેમાં કેવી રીતે તોડ કરવામાં આવ્યો તેમજ કોણે કેવી રીતે રૂપિયા લીધા તેની ચર્ચા કરતા સાંભળી શકાય છે. આ ક્લિપમાં અનિલ નામનો આ વ્યક્તિ પોલીસની કાર્યવાહીને અસભ્ય ભાષામાં વખોડીને બેફામ ગાળો આપી રહ્યો છે. આ ઓડિયો કલીપ છેલ્લા કેટલાય સમયથી સોસીયલ મીડિયામાં વાયરલ છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગ, સિનિયર આઇપીએસ અધિકારીઓ પાસે પણ પહોંચી ગઈ હોવાનો દાવો ક્લિપમાં વાતચીત કરી રહેલા દુબઇ સ્થિત ઉદ્યોગપતિ સુનિલ મોહતા કરી રહ્યા છે. 

ઓડિયો ક્લીપમાં જેમનો અવાજ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તેવા 4Fox લોજિસ્ટિક કંપનીના ડિરેક્ટર અનિલ તરુણ પંડિતને 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા તેમાં મોબાઈલ ફોન ઉપર સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેમનો ફોન સતત નો-રીપ્લાય રહ્યો હતો. તેમને વૉટ્સએપ ઉપર મેસેજ કરીને પણ ઓડિયો કલીપ સંદભૅ જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ તેનો પણ કોઈ પ્રત્યત્તર મળ્યો ન હતો. 

કોણ છે આ અનિલ તરુણ પંડિત અને શું છે સમગ્ર મામલો : થોડા સમય અગાઉ ગુજરાત પોલીસના કચ્છમાં બોર્ડર રેન્જ આઇજીના સાયબર સેલ મુન્દ્રા ખાતે આયાત કરવામાં આવેલી સોપારીનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. અને તેમાં પાછળથી પોણા ચાર કરોડો રૂપિયાનો તોડ પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં બોર્ડર રેન્જ આઇજીના સાયબર સેલમાં કામ કરતા બે ASI સહીત ચાર પોલીસ સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે. સોપારીનો આ જથ્થો ગાંધીધામના ગાંધીધામના ક્રિશ્ના શિપિંગવાળા પંકજ ઠક્કરે મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. સૂત્રોનું માનીએ તો પંકજ ઠક્કર જાતે પોતાને નામે આવા કોઈ ધંધા કરતો નથી. કારણ કે, ભૂતકાળમાં તેની સામે કાનૂની કાર્યવાહી થઇ ચુકેલી છે. આથી પંકજ ઠક્કર તેના ત્યાં કામ કરતા અનિલ તરુણ પંડિતને નામે બધા કામ કરી રહ્યો છે. પોલીસે જયારે સોપારી પકડી ત્યારે આ અનિલ પંડિતે જ કરોડો રૂપિયાના પોલીસના તોડમાં વ્યવહાર કર્યો હતો. અને ત્યારબાદ તેણે જ બોર્ડર રેન્જ આઇજી ને પોતાનો તોડ કરી દેવા અંગે ફરિયાદ પણ કરી હતી. જેમાં તેને પંકજ ઠક્કર અને તેના ધવલ નામના ભાજપના યુવા નેતાની મદદથી ગૃહ વિભાગનું દબાણ ઉભું કરતા તોડની રકમ પોલીસ ગભરાઈને પરત કરી દે છે. પરંતુ સમગ્ર મામલામાં જેણે પંકજ ઠક્કર અને પોલીસ વચ્ચે તોડના પોણા ચાર કરોડ અંગે ગેરંટી આપી હતી તેને પોલીસ દ્વારા પરેશાન કરીને ઢોર માર મારવામાં આવતા મામલો પેચીદો બની જાય છે અને આ સમગ્ર કાંડને લઈને ઓડિયો કલીપ બહાર આવે છે. જેમાં અનિલ પંડિત, પન્કીલ નામના યુવાન સાથે વાત કરી રહ્યો છે. અને તેમની આ વાતચીતમાં અનિલ પંડિત પોલીસને બેફામ અહીં ન લખી શકાય તેવી ગાળો આપે છે.