East Kutch RTO : પૂર્વ કચ્છ માટેની GJ - 39 સિરીઝ ચાલુ થવાના સંકેત, કાયમી અધિકારી તરીકે નવસારીનાં ARTOને અંજારની કચેરીમાં પોસ્ટિંગ...

થોડા સમય માટે અંજારની કચેરીનો ચાર્જ સિનિયર ઇન્સ્પેકટરને ચાર્જ સોંપવામાં આવ્યો હતો, હવે રેગ્યુલર અધિકારી આવતા ફુલફલેઝમાં કચેરી ધમધમે એવા એંધાણ

East Kutch RTO : પૂર્વ કચ્છ માટેની GJ - 39 સિરીઝ ચાલુ થવાના સંકેત, કાયમી અધિકારી તરીકે નવસારીનાં  ARTOને અંજારની કચેરીમાં પોસ્ટિંગ...

Wajid Chaki.Bhuj (Kutch) : કચ્છમાં પોલીસ બેડાની જેમ પુર્વ કચ્છ જિલ્લા માટે અંજાર ખાતે આર.ટી.ઓ. કચેરી ચાલુ કરવામાં આવી હતી. જેમાં Asst.RTO લેવલની પોસ્ટ છે. અત્યાર સુધી અંજારની કચેરી ખાતે સિનિયર ઇન્સ્પેકટરને ચાર્જ આપવામાં આવતો હતો. જો કે હવે રાજ્ય સરકારે નવસારીથી ARTO પ્રકાશ એમ. ચૌધરી નામના ઓફિસરને અંજાર ખાતે બદલી કરીને તેમને ઇન્ચાર્જ RTO તરીકેનું પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. જેને પગલે પૂર્વ કચ્છની RTO ઓફિસમાં રેગ્યુલર RTOની એન્ટ્રી થવાને કારણે આગામી દિવસોમાં કચ્છમાં જીજે-12ની સાથે સાથે જીજે-૩૯ સિરીઝ ચાલુ થવાના સંકેત દેખાઈ રહ્યા છે.  

પૂર્વ કચ્છ માટે અલાયદી શરૂ કરવામાં આવેલી RTOની અંજાર કચેરીએ હાલ મોટાભાગની કામગીરી ચાલુ છે, જેમ કે, નવા વાહન તેમજ જુના વાહનોને લગતી કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં નવા વાહનમાં રજીસ્ટ્રેશનમાં હજુ પણ GJ -૧૨ સીરીજમાં નંબર પડે છે. મુખ્ય અધિકારી તરીકે ARTO  પ્રકાશ ચૌધરીની નવસારીથી બદલીને અંજારમાં નિમણુક કરાઇ છે, એટલે હવે આગામી દિવસોમાં GJ-39 સીરીજ તેમજ લાયસન્સ ટેસ્ટ ટ્રેક પણ સ્ટાર્ટ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવનાઓ જોવામાં આવી રહી છે. આ પ્રકારની કામગીરી કરવા માટે રેગ્યુલર ARTOની નિમણુક કરવી જરૂરી હતું. 

ઉલ્લેખનીય છે કે, નવી સીરીજ શરૂ થવાને પગલે પુર્વ કચ્છના લોકોને પોતાના વાહનમાં પસંદગીના નંબર મેળવવા માટે સારો અવકાશ મળી રહેશે. અત્યારે આખા જિલ્લાના વાહન માલિકોને જીજે-૧૨ સીરીજમાં નંબર માટે લાઇન લગાવી પડે છે. બીજીતરફ, અંજાર કચેરીએ વાહનો માટેના ટેસ્ટ ટ્રેક શરૂ થઇ જવાથી પુર્વ કચ્છના અંતરિયાળ એવા આડેસર, રાપર, સામખિયાળી, ભચાઊ પંથકના લોકોને ભુજને બદલે હવે અંજાર ઓફીસ નજીક પડતી હોવાને કારણે રાહત પણ મળશે.  

'વેબ ન્યુઝ દુનિયા' સાથે વાતચીત કરતા અંજારના ઇન્ચાર્જ ARTO એવા સિનિયર RTO ઇન્સ્પેકટર વિશાલ ચૌહાણે જણાવ્યું હતું કે, તેમની પાસે અંજારના   એઆરટીઓનો ચાર્જ હતો. પરંતુ હવે સરકારે નવસારીથી એઆરટીઓ પ્રકાશ એમ. ચૌધરીની અંજારના રેગ્યુલર એઆરટીઓ તરીકે બદલી કરી છે. નિયમિત  ARTOની પોસ્ટીંગને પગલે નવી સીરીજ GJ-39 અને લાયસન્સ ટેસ્ટ ટ્રેક સ્ટાર્ટ થઈ શકે છે તેવું સિનિયર ઇન્સ્પેકટર વિશાલ ચૌહાણે અંતમાં ઉમેર્યું હતું.