Bilkis Bano Case : 'સંસ્કારી' બળાત્કારીઓ અને ખૂનીઓને સાથ આપતી ગુજરાત સરકારને 'સુપ્રીમ' ફટકાર, બિલ્કીશ બાનો કેસના આરોપીઓને હવે ફરીથી જેલ જવું પડશે...

અયોધ્યાના રામ મંદિર અને વાયબ્રન્ટ ગુજરાતની વાહવાહીની આડમાં ગોદી મીડિયા તમને આ ન્યૂઝ વિષે કેવી 'ગોળી' પીવડાવે છે એનું ધ્યાન રાખજો

Bilkis Bano Case : 'સંસ્કારી' બળાત્કારીઓ અને ખૂનીઓને સાથ આપતી ગુજરાત સરકારને 'સુપ્રીમ' ફટકાર, બિલ્કીશ બાનો કેસના આરોપીઓને હવે ફરીથી જેલ જવું પડશે...

WND Network.New DELHI : બિલ્કીશ બાનો કેસમાં મર્ડર અને રેપના આરોપીઓ અંગેનો ચુકાદો આવી ગયો છે. જેમાં ગુજરાત સરકારે તેમને જેલમાંથી મુક્ત કરી દીધા હતા. આ ચુકાદો સમયે આવ્યો છે જયારે યુપીમાં રામ મંદિરનો ઉત્સવ અને ગુજરાતમાં વાયબ્રન્ટ તૈયારીઓ ચરમ સીમા ઉપર છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં સાફ શબ્દોમાં ગુજરાતની ભાજપની સરકારને બળાત્કારના આરોપીઓને છોડવાની હરકતને રંગે હાથ ઝડપીને ફટકાર લગાવી છે. કેન્દ્રના ગૃહ મંત્રાલયના આદેશને પગલે ગુજરાત સરકારે અગિયાર બળાત્કારીઓને જેલમાંથી મુક્ત કરવાની દલીલ ગુજરાતની સરકારે કોર્ટમાં કરી હતી. ત્યારે હવે પ્રશ્ન એ થાય છે કે, કયા આધારે કેન્દ્રના ગૃહ મંત્રાલયે આ પ્રકારનો આદેશ કર્યો અને ગુજરાત સરકારે પણ આંખો બંધ કરીને તેને માની લીધો ? જે દિવસે કહું અને રેપના આ 11 આરોપીને જેલમાંથી છોડવામાં આવ્યા ત્યારે અને અત્યારે ભુપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન હતા. ગંભીર પ્રકારના આરોપીઓની પડખે ઉભા રહેવા બદલ શું દાદા ભાગવાન માફ કરશે ? દાદાએ હવે આત્મચિંતન કરવાની જરૂર છે. 

સુપ્રીમ કોર્ટની જસ્ટિસ નાગરત્ના અને જસ્ટિસ ઉજ્વલની બેન્ચ દ્વારા બિલ્કીશ બાનો કેસમાં મર્ડર અને રેપના આરોપીઓને ગુજરાત સરકાર દ્વારા મુક્ત કરવાનો ચુકાદો આપતી વેળાએ કેટલીક વેધક ટિપ્પણીઓ કરી છે. જે ખુબ જ શરમજનક છે. જો આ જગ્યાએ કોંગ્રેસની સરકાર હોત તો ભાજપે આખા દેશને માથે લીધો હોત. પરંતુ ભગવાન રામની મર્યાદાની વાતો કરવાવાળી પાર્ટી ચૂપ છે. કોર્ટે તો ત્યાં સુધી કહ્યી છે કે, ગુજરાતની ભુપેન્દ્ર પટેલ સરકાર હત્યારો સાથે ભળેલી હતી. સુપ્રીમ કોર્ટની આ વેધક ટિપ્પણી બાદ પ્રશ્ન એ થાય છે કે, લાલ કિલ્લા ઉપર મહિલાઓના આત્મસન્માન અને રક્ષણની વાતો કરનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત સરકારનું રાજીનામુ લઇ લેશે ? કે વાયબ્રન્ટ ગુજરાતની રોશનીની આડમાં મામલો શાંત પાડી દેવામાં આવશે ? 

સુપ્રીમ કોર્ટની બેન્ચ દ્વારા તો ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે, આરોપીને છોડવાનો અધિકાર જ રાજ્યની સરકાર પાસે ન હતો. તો પછી 15મી ઓગસ્ટના રોજ ગુજરાતની સરકારે કયા આધારે આરોપીઓને ગોધરાની જેલમાંથી મુક્ત કાર્ય હતા ? માત્ર એટલું જ નહીં પરંતુ સુપ્રીમ કોર્ટે તો એમ પણ કહ્યું છે કે, ગુજરાતની સરકારે જે આધારે આરોપીઓને જેલમાંથી છોડયા છે તે ફ્રોડ કરીને છોડ્યા છે. આરોપોને મુક્ત કરવાના નિર્ણયમાં ગુજરાત સરકારે વિવેકનો ઉપયોગ કર્યા વિના સત્તા હડપી લેવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાતની સરકાર આરોપીઓ સાથે ભળી ગઈ હતી. જે આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા છે તેની પાછળ કારણ માત્ર એટલું છે કે, ભોગ બનનારી મહિલા મુસ્લિમ હતી અને આરોપી હિન્દૂ હતા. અને એટલે જ ભાજપના સી.કે.રાઉલ જેવા વ્યક્તિએ તો તેમને સંસ્કારી પણ કહી દીધા હતા. 

ખબર બધાને હતી પણ બોલતું કોઈ ન હતું, મહિલાઓ જ આવી બિલ્કીશની મદદે : જે રીતે  બિલ્કીશ બાનો કેસના આરોપીઓને ગુજરાતની ભાજપ સરકારે મુક્ત કર્યા તે અંગે ખબર બધાને હતી પરંતુ કોઈ બોલતું ન હતું. આવા સંજોગોમાં બિલ્કીશની મદદેની મદદે મીડીયાકે કોઈ રાજકીય પાર્ટી નહીં પરંતુ મહિલાઓ જ આવી હતી. જે મહુવા મોઈત્રાને મોદી સરકારે સંસદમાંથી બહાર કાઢી મુખ્ય તે મહુવા સહીત પૂર્વ સાંસદ સુહાસીની અલી, પ્રોફેસર રૂપરેખા વર્મા, મહિલા પત્રકાર રેવતી લોલ સહીત એક મહિલા આઇપીએસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારના આરોપીને છોડવાના હુકમને પડકારવામાં આવ્યો હતો. 

વાતો મર્યાદા પુરષોત્તમ રામની અને રક્ષણ આપવાનું મહિલાના બળાત્કારીઓને : વાતો દંભ કરવાનો મર્યાદા પુરષોત્તમ રામનો અને રક્ષણ એવા લોકોને આપવાનું જેમણે એક મહિલા ઉપર બળજબરી કરી હોય, તેની માસૂમ બાળકીને મારી નાખી હોય. બિલ્કીશ બાનોના કેસને હિન્દૂ - મુસલમાનના ચશ્માથી જોવાને બદલે એક મહિલા ઉપર કરવામાં આવેલા અત્યારચારથી જોવામાં આવ્યો હોત તો સારું હતું. નારી વંદનાની વાતો કરતા દેશના વડાપ્રધાન મોદી ગુજરાત સરકારની આ હરકત અંગે હજુ સુધી એક શબ્દ બોલ્યા નથી કે એક્સ મીડિયા ઉપર પોસ્ટ પણ કરી નથી.