Kutch Bhuj Police : ભુજમાં છરીથી હુમલો કરવાના કેસના બે આરોપી 'બી' ડિવિઝન પોલીસમાંથી ગુરુવારે રાતે ચકમો આપીને ભાગી ગયા, કલાકો પછી પણ પોલીસ અજ્ઞાન...
WND Network.Bhuj (Kutch) : ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી એક તરફ તેમની પોલીસના બણગા ફૂંકે છે ત્યાં તેમની પોલીસ કેટલી સક્રીય અને જવાબદાર છે તેનું તાજું ઉદાહરણ પશ્ચિમ કચ્છ પોલીસમાંથી બહાર આવી રહ્યું છે. ગઈકાલે ગુરુવારે રાતે ભુજના બી ડીવીજન પોલીસ મથકમાંથી હુમલાના બે આરોપી પોલીસને ચકમો આપીને ભાગી ગયા છે. પરંતુ ખુદ SPને આ વાતની ખબર નથી. માત્ર એટલું જ નહીં પરંતુ પોલીસ સ્ટેશન જવાબદાર ઇન્સપેકરને કોલ અને મેસેજ કરવા છતાં તેઓ આ મામલે મગનું નામ મરી નથી પાડી રહ્યા.
સૂત્રોનું માનીએ તો, રૂપિયાની ઉઘરાણીને મામલે ભુજના ઇસ્માઇલ ઉર્ફે લડુ ચાકી તેમજ ભુજની હોસ્પિટલ રોડ ઉપર આવેલી વાયેબલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ઈમ્તિયાઝ નામના વ્યક્તિને ભુજની 'બી' ડિવિઝન પોલીસ દ્વારા છરીથી હુમલો કરવાના કેસમાં પકડી લેવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનમાંથી જ આ બને આરોપી લઘુ શંકાનું બહાનું કરીને કહેવાતી ચબરાક પોલીસના જાપ્તામાંથી ભાગી ગયા હતા. 24 કલાકથી પણ વધુનો સમય પસાર થઇ ગયો હોવા છતાં પોલીસે આ આરોપીઓને પકડી શકી નથી એટલું જ નહીં પરંતુ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત પણ કરી નથી.
પોલીસ સ્ટેશનામથી આરોપીઓ ભાગી ગયાની ઘટના અંગે સત્ય હકીકત જાણવા માટે 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા ભુજના 'બી' ડિવિઝનના ચબરાક અને ઝાંબાઝ પોલીસ ઇન્પેક્ટર રાકેશ ઠુમ્મરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેમણે કોલ રિસીવ કર્યો ન હતો. એટલે પીઆઇ ઠુમ્મરને વૉટ્સએપ મેસેજ થકી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ આ લખાય છે ત્યાં સુધી તેમનો કોઈ જવાબ આવ્યો ન હતો.
આ ન્યૂઝ રિપોર્ટ ફાઇનલ થઇ રહ્યો હતો ત્યારે અંતિમ ક્ષણોમાં ઇન્સપેકર રાકેશ ઠુમ્મરે વોટ્સએપ કોલ કરીને કહ્યું કે, ઘટના બાદ ઘણા લોકો પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા. ત્યારે તેમાં આરોપી લડુ પણ હતો. પરંતુ તે વખતે તેના રોલ અંગે કોઈ સ્પષ્ટતા ન હતી. એટલા જયારે પોલીસને ખબર પડી ત્યાં સુધીમાં તે નીકળી ગયો હતો. બે આરોપીમાંથી ઈમ્તિયાઝ પોલીસના કબજામાં હોવાની પીઆઇ ઠુમ્મરે અંતમાં કબુલ્યું હતું.
ઇન્ચાર્જ એસપી IPS સાગર બાગમારે પણ અજાણ : ચોવીસ કલાકથી પણ વધુ સમયથી છરીથી હુમલો કરવાના કેસમાં પકડવામાં આવેલા બે આરોપી ભાગી ગયા છે. છતાં ભુજના ઇન્ચાર્જ એસપી સાગર બાગમારેને જયારે 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા સંપર્ક કરવામાં આવતા તેમને આ અંગે અજાણ હોવાનું કહીને તપાસ કરીને જાણ કરવાનું આશ્વાશન આપ્યું હતું.
બને આરોપીને પકડવાનો મામલો શું છે ? : સૂત્રોના જણાવ્યા અનુસાર, હિરેન દરજી નામના એક વ્યક્તિએ રૂપિયાની ઉઘરાણી અને ત્યાર બાદ તે સંદર્ભે છરીથી હુમલો કરવાની બાબતે ભુજના ઇસ્માઇલ ઉર્ફે લડુ ચાકી સામે ભુજ 'બી' ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. છરીથી હુમલો કરવાની ઘટનામાં જયારે હિરેન દરજી નામનો વ્યક્તિ ભુજના હોસ્પિટલ રોડ ઉપર આવેલી વાયેબલ હોસ્પિટલમાં ગયો ત્યારે છરી મારનારા આરોપી લડુએ હોસ્પિટલમાં કામ કરતા ઈમ્તિયાઝ નામના પેરા મેડિકલ સ્ટાફ તરીકે કામ કરતા વ્યક્તિને ચૂપ રહીને સારવાર કરવાની ભલામણ કરી હતી. પરંતુ ત્યાર બાદ મામલો જયારે પોલીસમાં પહોંચ્યો ત્યારે ખબર પડી કે, આ તો હુમલાનો કેસ છે. એટલે પોલીસે લડુની સાથે સાથે ઈમ્તિયાઝને પણ આરોપી તરીકે પકડી લીધો હતો.
જેલના અધિકારી સાથે બેઠો હતો ઈમ્તિયાઝ અને પોલીસ ઉપાડી ગઈ : આરોપીઓનું કનેકશન કાયદાના જાણકારો સાથે કેટલી હદે છે તે ઈમ્તિયાઝ નામના આરોપીની ઘટના વખતે બનેલી વાતથી ખબર પડે છે. ભુજની વાયેબલ હોસ્પિટલમાં નોકરી કરતો કરતો ઈમ્તિયાઝ ભુજની જેલમાં ફરજ બજાવતા એક અધિકારી સાથે હોસ્પિટલ રોડ ઉપર બેઠો હતો ત્યારે પોલીસે તેને ઝડપી લીધો હતો.