હમણાં ખબર પડશે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી કયારે ?

એક તબક્કામાં ચૂંટણી યોજાય તેવી સંભાવના

હમણાં ખબર પડશે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી કયારે ?

WND Network.Delhi : લાંબા સમયથી દેશના લોકો જેની રાહ જોઈ રહ્યા છે તેવા ગુજરાત વિધાનસભાની ચુંટણીની તારીખ અંગેના સમાચાર હમણાં મળી જશે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા આજે બાર વાગે નવી દિલ્હી ખાતે ગુજરાતમાં વિધાનસભા માટેની ચુંટણી કયારે યોજાશે તેની જાહેરાત કરવા જઈ રહ્યું છે. વિધાનસભાની ૧૮૨ બેઠક માટે એક જ તબક્કામાં ચુંટણી યોજાય તેવી સંભાવના છે.

નવી દિલ્હી ખાતે આકાશવાણીના રંગભવન ખાતે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના ચીફ ઇલેક્શન કમિશન ચુંટણીની જાહેરાત કરશે તેવું કમિશનમાં મીડિયાના જોઇન્ટ ડિરેક્ટર અનુજ ચંદકે જાહેર કર્યું છે. ચુંટણીની તારીખ જાહેર થયા બાદ તરત જ આદર્શ આચાર સંહિતા લાગુ પડી જતી હોય છે. જેનો કદાચ ગુજરાત સરકારને ગઈકાલે જ અણસાર આવી ગયો હતો. અને આઇપીએસ અધિકારીઓની બદલી કરી હતી. માત્ર એટલું જ નહીં પરંતુ, કચ્છના રણઉત્સવનું ઉદઘાટન કરવાનુ પણ મુખ્ય પ્રધાને ટાળ્યું હતું.