કચ્છનાં યોગી દેવનાથે મહિલા બનીને ટ્વીટરમાં ફોલોઅર્સ વધારેલા ? કોંગ્રેસના આરોપથી જૂનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો...

પોર્ન સ્ટાર સની લિયોનીને પણ ફોલો કરવાનું કહેણ મોક્લ્યાનો આક્ષેપ

કચ્છનાં યોગી દેવનાથે મહિલા બનીને ટ્વીટરમાં ફોલોઅર્સ વધારેલા ? કોંગ્રેસના આરોપથી જૂનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો...

WND Network.Bhuj (Kutch) : કચ્છના યોગી દેવનાથે મહિલા બનીને ટ્વીટરના સોસીયલ મીડિયા એકાઉન્ટમાં ફોલોઅર્સ વધાર્યા છે. મંગળવારે રાષ્ટ્રીય યુથ કોંગ્રેસના પ્રમુખ દ્વારા આ પ્રકારનો આરોપ મુકવામાં આવતા મિતાલી શાહ નામનું ફેક એકાઉન્ટ બનાવીને સોસીયલ મીડિયામાં અનુયાયીઓ (ફોલોઅર્સ) વધારવાનો વર્ષો જૂનો આ વિવાદ ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. અને સોસીયલ મીડિયામાં લોકો તેમાં રસ લઈને અજબ ગજબ કોમેન્ટ પણ કરી રહ્યા છે.  

રાહુલ ગાંધી અંગે કચ્છના યોગી દેવનાથ દ્વારા તેમના નામ અંગેની કરવામાં આવેલી ટ્વીટર ઉપરની પોસ્ટ બાદ વર્ષો જુના આ જુના વિવાદે હોળી વખતે 'રંગ' પકડ્યો હતો. યોગી દેવનાથ દ્વારા રાહુલ ગાંધી માટેની ટ્વીટર ઉપરની ટિપ્પણી (પોસ્ટ) કરવામાં આવતા ઇન્ડિયન યુથ કોંગ્રેસના નેશનલ પ્રેસિડેન્ટ શ્રીનિવાસે યોગી દેવનાથે કેવી રીતે મહિલા (મિતાલી શાહ ) બનીને ફોલોઅર્સ વધાર્યા હતા તે અંગેની કોમેન્ટ કરી હતી. જેમાં તેમણે 'Alt' ફેક્ટ ફાઈન્ડર વેબસાઈટના ઝુબેર દ્વારા કરવામાં આવેલી પોસ્ટનો હવાલો આપીને બહેન બનીને ફોલોઅર્સ વધારતા શરમ નથી આવતી તેવું મહેણું માર્યું હતું. 

આ અંગે 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા યોગી દેવનાથનો જયારે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમને કઈંક આવો ખુલાસો કર્યો હતો. દેવનાથે જણાવ્યું હતું કે, વર્ષ 2017 દરમિયાન તેમનું ટ્વીટર એકાઉન્ટ હેક થઈ ગયું હતું. અને તે માટે તેમણે પૂર્વ કચ્છના ભચાઉ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યારબાદ ઓચિંતું ફરી વખત તેમનું નામ પાછું આવી ગયું હતું. અને આ સમયગાળા દરમિયાન તેમના ફોલોઅર્સ વધ્યા હતા. અને પોર્ન સ્ટાર સની લિયોનીને પણ તેમના હેક થયેલા એકાઉન્ટમાંથી જ પોસ્ટ કરવામાં આવી હતી. તેવું એમણે વાતચીત દરમિયાન કહ્યું હતું. 

ટ્વીટરના @Mitalishah121માંથી @YogiDevnath2 નો શું છે વિવાદ  :-  કચ્છના યોગી દેવનાથનાં ટ્વીટરના વેરિફાઇડ એકાઉન્ટ  @YogiDevnath2 ઉપરથી વર્ષ 2017માં એક પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં નામ અને ફોટો તો દેવનાથનો દેખાય છે પરંતુ પોસ્ટમાં 'આપ લોગો કે ઐસે હી એક બહન કો પ્યાર મિલતા રહે, ધન્યવાદ' એવું લખેલું જોવા મળી રહ્યું છે. જેનો અર્થ એવો થાય છે કે, પોસ્ટની વિગતો એડિટ નથી થઈ પરંતુ એકાઉન્ટ પ્રોફાઈલ એડિટ કરવામાં આવેલું છે. અને આ માટે 'Alt' વેબસાઈટના ઝુબેરે પણ પોસ્ટ કરી હતી કે, 'મુબારક હો બહેના, લડકિયોં કે નામ સે ટ્વીટર પે એકઉન્ટ બનાઓ ઔર ભક્તો કો બેવકૂફ બનાકર ફોલોઅર્સ બઢાઓ, ફિર નામ બદલ કર અસલી નામ રખ લો, ઔર ફિર વેરિફાઇડ કરવા લો' 

કોણ છે આ કચ્છના યોગી દેવનાથ :- ટ્વીટર ઉપર યોગી દેવનાથના નામે જુદા જુદા પાંચ હેન્ડલ (એકાઉન્ટ) છે. જેમાં એમનું પોતાનું વેરિફાઇડ થયેલું એકાઉન્ટ @YogiDevnath2 છે. જયારે બાકીના તેમના ફેન કલબ, ટીમ વગેરેના નામથી બનવવામાં આવેલા છે. ટ્વીટર ઉપરના તેમના પ્રોફાઈલ મુજબ યોગી દેવનાથ હિન્દૂ યુવા વાહિનીના ગુજરાતના વર્તમાન પ્રભારી છે. આ ઉપરાંત તેઓ અખિલ ભારત સાધુ સમાજના મેમ્બર તથા કચ્છ સંત સમાજના પૂર્વ અધ્યક્ષ પણ છે. તેઓ RSS તથા ભાજપ સાથે સંકળાયેલા છે. તેમણે ગુજરાત વિધાનસભાની ગઈ ચૂંટણી વખતે કચ્છમાંથી રાપર બેઠક માટે ભાજપમાંથી ટિકિટ માંગી હતી. અને ટિકિટ ન મળવાને કારણે તેઓ નારાજ થયા હતા. તેમની આ નારાજગી જાહેરમાં જોવા મળી હતી. જો કે પાછળથી તેઓ માની ગયા હતા.