Off The Record : મંત્રી હળપતિ IAS જે.પી.ગુપ્તાનું શું કરશે ? સસ્પેન્ડ IAS આયુષ ઓકને ફરી સર્વિસમાં લાવવા કોણ પ્રયાસ કરી રહ્યું છે ? IPS રજનીશ રાય સાથેની કિન્નાખોરીની સજા મહિલા IAS વત્સલા વાસુદેવ સાથે શા માટે ? રેવન્યુના IAS જયંતિ રવિની કલેક્ટર કૉન્ફ્રન્સ...

અધિક કલેક્ટર બી.એસ.પ્રજાપતિનું CMO કનેક્શન, છ કલેક્ટરને લીધે અટકેલી બદલીમાં 40થી વધુ IASની બદલી અટવાઈ, રાજકારણમાં ચાલતી ચર્ચાઓ અને IAS-IPS સહિતના અધિકારીઓની Off The Record અવનવી વાતો...

Off The Record : મંત્રી હળપતિ IAS જે.પી.ગુપ્તાનું શું કરશે ? સસ્પેન્ડ IAS આયુષ ઓકને ફરી સર્વિસમાં લાવવા કોણ પ્રયાસ કરી રહ્યું છે ? IPS રજનીશ રાય સાથેની કિન્નાખોરીની સજા મહિલા IAS વત્સલા વાસુદેવ સાથે શા માટે ? રેવન્યુના IAS જયંતિ રવિની કલેક્ટર કૉન્ફ્રન્સ...

IAS જે.પી.ગુપ્તા સાથે પણ IAS સુપ્રીત ગુલાટી જેવું થશે ? ટ્રાઇબલ ડેવલોપમેન્ટ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિ સાથે ટ્યુનીંગ થશે કે કેમ ? : બિન વિવાદાસ્પદ અને ભાગ્યે જ ચર્ચામાં આવતા ગુજરાત કેડરના IAS સુપ્રીત ગુલાટી (IAS Supreet Singh Gulati) ની સીધી લીટીમાં કામ કરવાની સ્ટાઇલ ટ્રાઇબલ ડેવલોપમેન્ટ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિને (MoS Kunvarji Halpati) માફક આવી ન હતી એટલે તેમને હટાવી દેવામાં આવ્યા હતા. આવું જ કઈંક હાલમાં આદિવાસી વિકાસ વિભાગના ACS લેવલના IAS જે.પી.ગુપ્તા (IAS J P Gupta)નું પણ દેખાઈ રહ્યું છે. અલબત્ત જેપીના નામે જાણીતા IAS જયપ્રકાશ ગુપ્તા IAS ગુલાટીની સરખામણીમાં પ્રેક્ટિકલ છે એટલે ગુલાટી જેવી સંભાવના બહુ ઓછી છે. છતાં ચર્ચા એવી ચાલી રહી છે કે, મંત્રી હળપતિ અને IAS ગુપ્તા વચ્ચે જોઈએ એટલું ટયુનિંગ નથી. હવે જોવાનું એ રહ્યું કે, ગુપ્તા પણ સુપ્રીત ગુલાટીની જેમ બદલવામાં આવશે કે કેમ ?  

IPS રજનીશ રાયને કારણે મહિલા IAS વત્સલા વાસુદેવ સામે કિન્નાખોરી શા માટે ? : ગુજરાત સહીત સમગ્ર દેશમાં નકલી એન્કાઉન્ટર મામલામાં ચર્ચામાં આવેલા IPS રજનીશ રાયને લીધે ગુજરાત કેડરના મહિલા IAS વત્સલા વાસુદેવ સાથે રાખવામાં આવતી કિન્નાખોરીથી ગુજરાત ભાજપની સરકારની છાપ ખરડાઈ રહી છે. લાંબા સમયથી એક જગ્યાએ વડોદરામાં પોસ્ટિંગ કર્યા બાદ પ્રમોશન આપ્યા પછી પણ સિનિયર મહિલા IAS વત્સલા વાસુદેવની બદલી કરવામાં નથી આવી. એક તબક્કે તો તેમની ઉપર તેમનાથી જુનિયર એટલે કે એક વર્ષ જુનિયર મહિલા IAS મમતા વર્માને મુકવામાં આવ્યા હતા. અલબત્ત તે વખતે તેમને રિપોર્ટિંગ ઉર્જા વિભાગને બદલે સીધા ચીફ સેક્રેટરીને કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. હાલ પણ તેઓ એ જ જૂની જગ્યાએ ફરજ બજાવી રહ્યા છે. સિનિયર મહિલા IAS અધિકારી વત્સલા વાસુદેવ IPS રજનીશ રાયના ધર્મપત્ની હોવાને લીધે ગુજરાતની ભાજપની સરકાર આવું વર્તન કરી રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

સસ્પેન્ડ IAS આયુષ ઓકને ફરી સર્વિસમાં લાવવા કયા મંત્રી અને સિનિયર IAS પ્રયાસ કરી રહ્યા છે ? : મહારાષ્ટ્રનું કનેક્શન ધરાવતા ગુજરાત કેડરના સસ્પેન્ડેડ IAS આયુષ ઓક (IAS Ayush Oak)ને ફરી નોકરી ઉપર લેવા માટે પાછલા બારણે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સુરત જિલ્લામાં કલેક્ટર તરીકે ફરજ બજાવતી વેળાએ જમીન કૌભાંડમાં આવી ગયેલા મૂળ મહારાષ્ટ્રના IAS આયુષ ઓકને ફરીથી પાછા વહીવટમાં લાવવા માટે ગુજરાત સરકારના એક યુવા મંત્રી સહીત એક સિનિયર IAS મહેનત કરી રહ્યા છે. સમગ્ર મામલામાં એવું ચર્ચાઈ રહ્યું છે કે, યુવા મંત્રીના ઈશારે સુરતની એ જમીન કૌભાંડની ફાઈલ ચાલી હતી. એટલે IAS આયુષને લાંબા સમય માટે બહાર રાખવા જોખમી છે. જો વધુ તપાસ થાય તો આ જમીન કૌભાંડના મૂળમાં સુરતમાં ફરજ બજાવી ગયેલા એક સિનિયર IAS પણ લપેટામાં આવી શકે છે. આ સિનિયર IAS હાલ બહુ મહત્વની પોસ્ટ ઉપર છે. એટલે આયુષ ઓકને ફરીથી સર્વિસમાં લાવવા માટે રાજકારણ અને વહીવટ બંને તરફથી પ્રયત્ન કરવામાં આવી રહ્યા હોવાનું સચિવાલયમાં ચર્ચાઈ રહ્યું છે. IAS ઑકની સાથે સાથે સસ્પેન્ડેડ IAS કે.રાજેશ (IAS K.Rajesh)પણ મહેનત કરી રહ્યા છે. એટલે બની શકે કે, ગુજરાતની ભાજપ સરકારના કહેવાતા ઓપરેશન ગંગાજળમાંથી આ બંને સનદી અધિકારી બેદાગ એટલે કે ફરીથી નોકરી ઉપર આવી શકે છે. 

પ્રવાસનની મોસમમાં જ સરકારી ઇન્સ્પેક્શન કેમ આવતું હશે ? DGP અને ચીફ સેક્રેટરી કચ્છની વિઝીટ કરવા આવ્યા : ગુજરાતના મુખ્ય સચિવ IAS રાજકુમાર અને ગુજરાતના પોલીસ વડા DGP વિકાશ સહાય (IPS Vikash Sahay) થોડા દિવસ પહેલા કચ્છમાં સરકારી મુલાકાતે આવ્યા હતા. DGP વિકાશ સહાયને પ્રોટોકોલ મુજબ બોર્ડર રેન્જ આઇજીની ઓફિસમાં સત્તાવાર રીતે આવકારવામાં આવ્યા હતા. તેવી જ રીતે તેમના પછી આવેલા ચીફ સેક્રેટરી રાજ કુમારને પણ કચ્છના વહીવરી તંત્ર દ્વારા આવકારવામાં આવ્યા હતા. રાજ્યમાં સર્વોચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવતા આ બંને બાબુએ ભુજની સાથે સાથે કચ્છના પ્રવાસન સ્થળોની પણ મુલાકાત લીધી હતી. જો કે આ બંનેની કચ્છ વિઝિટની કેટલીક વાતોથી ગાંધીનગરમાં બેઠેલા મંત્રોથી માંડીને IAS-IPS લોબીની આંખો પહોળી થઈ હતી. કડક અને પ્રામાણિક અધિકારીની છાપ ધરાવતા IPS વિકાસ સહાયને ભુજમાં એરપોર્ટ રોડ ઉપર આવેલી હોટેલમાં ઉતારો આપવામાં આવ્યો હતો. તેઓ બે દિવસમાં કચ્છમાં ધોરડો ઉપરાંત ધોળાવીરા પણ ગયા હતા. સૂત્રોનું માનીએ તો DGP સહાય સાહેબ ઇન્સ્પેક્શન માટે હજુ એક વખત કચ્છ આવશે. 

કચ્છમાં ફરજ બજાવી ગયેલા ચીફ સેક્રેટરી રાજ કુમાર પણ તેમની ધર્મપત્ની સાથે કચ્છ આવ્યા હતા. તેઓ પણ કચ્છના માતાના મઢ સહિતના પ્રવાસન સ્થળે ગયા હતા. અલબત્ત આ બધા કરતા પણ IAS રાજ કુમારની કચ્છના મહેસુલ વિભાગમાં ફરજ બજાવી ગયેલા કેટલાક ચર્ચાસ્પદ કર્મચારી સાથેના ફોટાએ ખાસ્સી એવી વાતો થઇ હતી.  

26મી જાન્યુઆરીની તૈયારી ટાણે જ કલેક્ટર કૉન્ફ્રન્સથી છેવાડાના જિલ્લાઓમાં ઉચાટ : છાશવારે મિટિંગ અને વિડીયો કૉન્ફ્રન્સ કરવા માટે જાણીતા રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા પ્રજાસતાક દિવસની ઉજવણી ટાણે જ ગોઠવવામાં આવેલી કલેક્ટર કૉન્ફ્રન્સ ગુજરાતની IAS લોબીમાં ચર્ચાનો વિષય બની છે. 26મી જાન્યુઆરીના બે દિવસ પહેલા જ એટલે કે 24મી જાન્યુઆરીના રોજ ગુજરાત સરકારના રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા કલેક્ટર કૉન્ફ્રન્સનું આયોજન કરવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે, જયારથી IAS જયંતિ રવિ પાસે મહેસૂલ વિભાગનો હવાલો આવ્યો છે ત્યારથી મોટાભાગે એવું બને છે કે, કોઈ મિટિંગ અથવા વિડીયો કોન્ફ્રન્સ એવી વખતે ગોઠવવામાં આવે છે જયારે અન્ય કોઈ મહત્વના કાર્યક્રમ હોય. જેમ કે, અગાઉ CMના રાજહય સ્વાગત અને સંકલન કાર્યક્રમ વખતની આગળ-પાછળના દિવસોમાં જ આવી ગોઠવણ થઇ રહી છે. આ વખતે પણ રાજ્યના જિલ્લાઓમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારીઓમાં જિલ્લાનું વહીવટી તંત્ર વ્યસ્ત હોય તેવા વખતે જ કલેક્ટર કૉન્ફ્રન્સનું આયોજન કરવામાં આવ્યું છે.  જેને લીધે રાજ્યના સુદૂર ક્ષેત્રના ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, કચ્છ, વલસાડ, ડાંગ, નવસારી વગેરે જિલ્લાઓમાં રાતની મુસાફરી કરીને પણ મેડમની મિટિંગમાં જવું પડતું હોય છે અથવા તો અન્ય જરૂરી લોકોના કામો પડતા મૂકીને પણ હાજરી આપવી પડે છે. 

ભાજપમાં જિલ્લા અને શહેરોના પ્રમુખની વરણી ક્યાં અટકી છે, વાતો લોકશાહી ઢબની પણ નિર્ણય અમુક લોકોના હાથમાં જ : સેન્સ લઈ, પાયાના કાર્યકરોની લાગણી જાણીને લોકશાહી ઢબે ભાજપના જિલ્લા અને શહેરોના પ્રમુખની વરણી કરવાની વાતો જરુરુ થાય છે પરંતુ એવું દેખાતું નથી. લાંબા સમયથી અટકી પડેલી જિલ્લા અને શહેરોના પ્રમુખની વરણીમાં દેખાવ ખાતર બધી પ્રક્રિયા પુરી કરવામાં આવી દીધી છે. છતાં પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી નથી. મીડિયામાં પણ ચર્ચાઈ રહ્યું છે કે, દિલ્હીથી નામ ફાયનલ થાય ત્યારે જાહેરાત કરવામાં આવશે. જો અમુક લોકો દ્વારા જ અને દિલ્હીથી જ જાહેરાત કરવાની હોય તો સેન્સ લેવાનો અને બાયોડેટા મંગાવવાનો તાયફો કરવાની શું જરૂર છે તેવું ખુદ ભાજપના કાર્યકરો અંદરખાને કાનાફૂસી કરી રહ્યા છે. 

બે અધિક કલેક્ટર લેવલના ઓફિસરનું પોસ્ટિંગ કેમ અટક્યું છે ? : છેલ્લા દોઢેક મહિનાથી GAS કેડરના બે અધિકારીનું અટકેલું પોસ્ટિંગ તેમની જ કેડરમાં ચર્ચાનો વિષય બન્યું છે. વાત છે વડોદરા જિલ્લાના RAC તરીકે ટ્રાન્સફર થયેલા બી.એસ.પ્રજાપતિ અને ઉદ્યોગ મંત્રીના અંગત સચિવ તરીકે દૂર કરવામાં આવેલા પ્રદીપ રાઠોડની. એવું કહેવાય છે કે, વડોદરામાં RAC તરીકે ફરજ બજાવતી વેળાએ બદલી પામેલા GAS કેડરના અધિકારી બી.એસ.પ્રજાપતિને તેઓએ જેમની સાથે કામ કર્યું હતું તેવા નિવૃત્ત IAS અને હાલમાં મુખ્યમંત્રી કાર્યલયમાં ફરજ બજાવતા અતુલ ગોર ઉપર ભારે આશા છે. તેવી જ રીતે GAS પ્રદીપ રાઠોડ પણ હેંગિંગ છે એટલે કે હાલમાં તેમની પોસ્ટિંગ કરવામાં આવી નથી. હવે જોઈએ આ બંનેમાંથી કોનું પહેલા નસીબ ચમકે છે. 

ટ્રાન્સફર-પોસ્ટીંગમાં પશ્ચિમ કચ્છના કડક SPને બે બ્રાન્ચના PI-PSI ગોળી પીવડાવી ગયા ? : પશ્ચિમ કચ્છ પોલીસમાં છેલ્લા કેટલાક સમયથી પરિવર્તન જોવા મળી રહ્યું છે. પોલીસની કામગીરીને સામાન્ય લોકોની સુખાકારી સાથે જોડીને જોતા નવોદિત IPS વિકાસ સુંડાની કામગીરી ઉડીને આંખે વળગે તેવી છે. પરંતુ તાજેતરમાં પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં જે રીતે મેગા ટ્રાન્સફર કરવામાં આવી તેમાં IPS વિકાસ સુંડાને તેમની નજીકના જ કેટલાક લોકો ગેરમાર્ગે દોરી ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. લાંબા સમયથી એક જ જગ્યાએ બેસીને વહીવટ કરતા મોટાભાગના પોલીસ કર્મચારીને ભુજના SP વિકાસ સુંડાએ બોર્ડર બતાવી દીધી છે. પરંતુ એવું માનવામાં આવું રહ્યું છે કે તેમને આ બદલીમાં જેમણે 'ઈનપુટ' આપ્યું હતું તે બે બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર તેમના ખાસ લોકોને આબાદ બચાવી ગયા છે. લાંબા સમયથી એક જ અને મહત્વની જગ્યાએ ફરજ બજાવીને વહીવટ માટે જાણીતા પોલીસ કર્મચારીઓ ભુજ SPની નજરમાંથી કેમ રહી રહ્યા એ ચર્ચાનો વિષય બન્યો છે. ખેર જે હોય તે પરંતુ આજે નહીં તો કાલે એમનો નંબર લાગશે જરુરુ તેવું પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે.  

છ જેટલા જિલ્લામાં કોને કલેક્ટર તરીકે મુકવા તેની લ્હાયમાં 40થી વધુ IASની બદલી અટકી : ગુજરાતમાં દાદાની સરકારમાં ભલે બધું સારું દેખાતું હોય પરંતુ વહીવટની વાત આવે કે બદલીની વાત આવે ત્યારે સમગ્ર વહીવટ અટકી ગયો હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં જયારે નિવૃત્ત IAS કેકેની નજર હતી ત્યારે આવું ભાગ્યેજ જોવા મળતું હતું. પરંતુ હવે CMOમાં પણ બે લોબી સક્રિય હોય તેવું ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ ગોસિપ હકીકત હોય તેવું લાગે છે. વર્ષ 2009ની IASની બેચને પ્રમોશન છે. જેમાંથી ઘણા ખરા જિલ્લામાં કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. છએક જિલ્લામાં કલેક્ટરને પ્રમોશન છે તેવામાં આ જગ્યાએ કોને મુકવા એ ગુજરાતની ભાજપની નિર્ણાયક સરકાર નક્કી કરી નથી કરીરહી. પરિણામે 40થી પણ વધુ IASની સંભવિત ટ્રાન્સફર ઉપર તેની અસર જોવા મળી રહી છે.  

IPSની ટ્રાન્સફરમાં પણ IAS જેવા જ હાલ, DGP રેન્કના સમશેરશિંહ BSFમાં ગયા : નિર્ણાયક ગુજરાત સરકારમાં બધા નિર્ણય ગાંધીનગરથી નથી લેવાતા, જેને લીધે IAS અને IPS ઓફિસર્સની બદલીમાં જાય સુધી દિલ્હીથી લીલી ઝંડી ન મળે ત્યાં સુધી કશું થતું નથી. ગુજરાતમાં જિલ્લાથી લઈને ટોપ મોસ્ટ પોસ્ટ ઉપર કાં તો જગ્યા ખાલી છે અથવા તો ચાર્જથી ગાડું ગબડાવી દેવામાં આવી રહ્યું છે. ACBના વડા એવા DGP રેન્કનાં સિનિયર IPS સમશેરસિંહની કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ ઉપર BSFમાં અધિક મહાનિર્દેશક એટલે કે એડિશનલ DG તરીકે નિયુક્તિ કરવાનો હુકમ થઇ ગયો છે. પરંતુ તેમના સ્થાને ગુજરાતમાં ACBના ડિરેક્ટર તરીકે કોણ આવશે તે અંગેનું ચિત્ર સ્પષ્ટ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી સ્પષ્ટ થયું નથી. માત્ર એટલું જ નહીં પરંતુ કેન્દ્રમાંથી ડેપ્યુટેશમાંથી પરત આવેલા IPS પિયુષ પટેલને પણ હજુ સુધી પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી. શું ખરેખર નિર્ણાયક સરકાર આવી હોય ? 

'મિસ્ટર મકવાણા, રેવન્યુની આ ફાઈલ ચેક કરી આપો ને' : રાજ્ય સરકારમાં આમ તો બધા વિભાગ મહત્વના જ હોય છે. છતાં મહેસુલ અને ગૃહ વિભાગની કામગીરીને થોડી વધુ સંવેદનશીલ ગણવામાં આવતી હોય છે. એટલે આ બંને વિભાગની અમુક ફાઈલો જે તે વિભાગના સચિવ પણ ઘરે લઇ જતા સો વખત વિચાર કરતા હોય છે. પરંતુ રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં હાલ આ વાત લાગુ પડતી નથી એવી લાગી રહ્યું છે. મહેસુલ વિભાગના જાણકાર અને નિવૃત્ત IAS કે.કૈલાશનાથનના કરીબી તરીકે જાણીતા અને હાલમાં SSRDમાં કોન્ટ્રેક્ટ ઉપર કામ કરતા રિટાયર્ડ IAS પી.એન.મકવાણાને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી કેટલીક ફાઈલો ચેક કરવાનો અન-ઓફિશ્યલી મૌખિક હુકમ કરવામાં આવ્યો હોવાનું સ્વર્ણિમ સંકુલમાં ચર્ચાઈ રહ્યું છે. મહેસૂલમાં કામનું ભારણ વધુ હોવાથી મેડમ મકવાણા જેવા ભરોસાપાત્ર અધિકારીને આ કામ આપી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

અમદાવાદના કલેક્ટર તરીકે પોસ્ટિંગમાં કચ્છ કરેલું કામ લેખે લાગે છે : ગુજરાતમાં જિલ્લા કલેક્ટર તરીકેના પોસ્ટીંગમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા જિલ્લામાં પોસ્ટિંગ મળવું એક લ્હાવો ગણાય છે. અન્ય બાબતોને બાદ કરીએ તો અહીં ફરજ બજાવતા IASની વહીવટી કુનેહ ઉપરાંત સૌને સાથે રાખીને કામ કરવાની આવડત કામ કરી જતી હોય છે. એન્ડ અબવ ઓલ, રાજ્યની ભાજપ સરકારની ગુડ બુકમાં હોવું પણ જરૂરી છે. અમદાવાદના કલેક્ટર મહિલા IAS પ્રવિણા ડી.કે.નું સચિવ તરીકેનું પ્રમોશન આવ્યું છે. એટલે સુણી નજર અમદાવાદના કલેક્ટર કોણ બનશે તેની ઉપર છે. જો અને તો ની ગોસિપ વચ્ચે જો માનીએ તો હાલમાં અમદાવાદના કલેક્ટર તરીકે જેમનું નામ લગભગ પાક્કું માનવામાં આવી રહ્યું છે તે IAS અમિત અરોરા છે. જી હા, પ્રવિણા ડી.કે.ની જેમ જેઓ પણ કચ્છના જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. 

સસ્પેન્ડેડ IAS તેમના હેડ ક્વાર્ટરમાં રહે છે કે કેમ ? : ગજરાત સરકારમાં હાલમાં ત્રણ IAS અધિકારીને સસ્પેન્ડ કરીને તેમને અલગ અલગ જગ્યાએ રિપોર્ટિંગ કરવાનો હુકમ કરવામાં આવેલો છે. સામાન્ય રીતે જેમને ફરજ મોકૂફ કરવામાં આવ્યા હોય તેવા તમામ અધિકારી કે કર્મચારીને તેમને સસ્પેનશનવળી જગ્યાએ રહેવાનું-રિપોર્ટિંગ કરવાનું હોય છે. પરંતુ સાંભળવામાં આવી રહ્યું છે કે, જે ત્રણ IAS ઓફિસરને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે તેમાંથી અમુક તેમની સસ્પેન્ડેડ પોસ્ટીંગની જગ્યાને બદલે દક્ષિણ ગુજરાતના શહેરોમાં મોજ માણી રહયા છે.