ઓફ ધ રેકોર્ડ : ભાજપ રાજ્ય સરકારને નિવૃત્ત અધિકારીઓથી ચલાવવા માંગે છે ? વર્ષો પહેલા રીટાયર્ડ થયેલા અધિક કલેક્ટરને IAS લેવલનું પોસ્ટિંગ આપ્યું

જાણો ગુજરાતના રાજકારણ અને IAS-IPS સહિતના અધિકારીઓની ખાટી-મીઠી વાતો...

ઓફ ધ રેકોર્ડ : ભાજપ રાજ્ય સરકારને નિવૃત્ત અધિકારીઓથી ચલાવવા માંગે છે ? વર્ષો પહેલા રીટાયર્ડ થયેલા અધિક કલેક્ટરને IAS લેવલનું પોસ્ટિંગ આપ્યું

પાંચ વર્ષ પહેલા નિવૃત્ત થયેલા વાઘેલાને રેવન્યુમાં IAS લેવલનું પોસ્ટિંગ :- ગુજરાત સરકારમાં ભાજપે તે રીતે રિટાયર્ડ અધિકારીઓને કરાર આધારિત ભરતી કરવામાં આવી રહી છે તેને જોતા સરકાર આઉટ સોર્સીંગથી ચલાવવાની હોય તેવો તાલ સર્જાયો છે. વર્ષ 2016માં ગેસ કેડરમાંથી સિલેક્શન ગ્રેડમાં નિવૃત્ત થયેલા ઓફિસર ગુણવંત વાઘેલાને રેવન્યુમાં નાયબ સચિવ તરીકે બેસાડવામાં આવ્યા છે. વાઘેલા અધિક કલેક્ટર લેવલના ઓફિસર છે. અને તમને જે પોસ્ટિંગ મળ્યું છે IAS લેવલનું છે. ડામોર નામના સમકક્ષ ઓફિસર હોવા છતાં વાઘેલાને પાંચ વર્ષે નોકરી આપવા પાછળ શું ગણતરી હશે તે હવે ખબર પડશે. જી.સી.વાઘેલાને નાયબ સચિવ જમીન સુધારણાનું ટેબલ આપવામાં આવ્યું છે. 

IPS અનિલ પ્રથમને એટલે પોલીસ રિફોર્મમાં બદલવા પડયા :- પાંચેક વર્ષથી ગાંધીનગર પોલીસ ભવનમાં એક વિભાગનો હવાલો સાંભળી રહેલા DGP રેન્કના IPS ઓફિસર અનિલ પ્રથમને બે દિવસ પહેલા જ સરકારે CID ક્રાઇમ અંતર્ગત આવતા વુમન સેલમાંથી ખસેડવામાં આવ્યા છે. પ્રથમને પોલીસ રિફોર્મમાં શિફ્ટ કરાયા છે. તાજેતરમાં ગૃહ વિભાગે IPS અધિકારીઓની બદલી કરી તેમાં ગુજરાતી પ્રમોટી આઇપીએસ ઓફિસર એડિશનલ DGP આર.બી.ભ્રમભટ્ટને CID ક્રાઇમમાં ખસેડવામાં આવ્યા હતા. વુમન સેલ CID ક્રાઇમનો ભાગ હોવાને કારણે તાલ એવો સર્જાયો કે, ડીજીપી રેન્કના ઓફિસર અનિલ પ્રથમને તેમના જુનિયર કહી શકાય તેવા એડિશનલ DG આર.બી.ભ્રમભટ્ટના હાથ નીચે કામ કરવું પડે. એટલે નારાજ પ્રથમ રજા ઉપર ઉતરી ગયા હતા. સરકાર આમ તો પ્રથમને બદલવા જ માંગતી ન હતી. પરંતુ સિનિયોરીટીનો ગૂંચવાડો ઉભો થતા છેવટે પોલીસ રિફોર્મની જગ્યા શોધીને પ્રથમને ત્યાં બેસાડવા પડ્યા. પોલીસ રિફોર્મ એક એવી જગ્યા છે જયાં સરકારના અણખામણા IPSને મુકવામાં આવતા હોય છે. નિવૃત્ત IPS આર.બી.શ્રીકુમારે તેમના રિટાર્યમેન્ટનો લાંબો સમય અહીં જ કાઢ્યો હતો. હવે અનિલ પ્રથમનો વારો છે.

સિનિયર IPSની પત્ની માંગે છે મહિને પાંચ કરોડ રૂપિયા :- સૌમ્ય અને પ્રામાણિક IPS અધિકારીની છાપ ધરાવતા એક સિનિયર ઓફિસરની પત્ની દર મહિને પાંચ કરોડ માંગે છે. પોલીસ ભવનમાં બેસતા આ IPSની પત્ની તેમના પતિનો વહીવટ સાંભળે છે. આઇપીએસ અધિકારીઓની પત્નીઓ વહીવટ કરતી હોય હોય તેવો આ પહેલો કિસ્સો નથી. ભૂતકાળમાં પણ આવા કિસ્સાઓ થઈ ચુક્યા છે. ભૂતકાળમાં તો મોંઘી જવેલરી સહીત લાખોની કાર સુદ્ધા વહીવટદારો મેનેજ કરી આપતા હતા.   

પોલીસની બદલીઓમાં ગૃહ વિભાગનો કયો ઓફિસર વહીવટ કરી ગયો ? :- વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા ગૃહ વિભાગ હસ્તકની પોલીસ ઓફિસર્સની મોટા પાયે બદલીઓ કરવામાં આવી ચુકી છે. અને હજુ ચાલુ છે. ત્યારે સબ ઇન્સ્પેક્ટરથી માંડીને પીઆઇ તેમજ ડીવાયએસપીના ટ્રાન્સફર ઓર્ડરમાં ગૃહ વિભાગનો એક યુવાન અધિકારી કળા કરી ગયો છે. ત્રણ વર્ષના માપદંડમાં બદલીઓ તો કરવાની જ હતી. તેમાં ગૃહ વિભાગના આ ઓફિસર દ્વારા મોં માંગ્યા પોસ્ટિંગના દામ લીધા છે. સ્વર્ણિમ સંકુલની આ વાત પોલીસ ભવન થઈને દિલ્હી પહોંચી છે. ચૂંટણી પહેલા આ ઓફિસરને પણ બદલી નાખવામાં આવે તેવી સંભાવના છે. 

IG - DIG લેવલના IPS બદલાય એટલે તરત ચૂંટણીની જાહેરાત થશે :- સરકારમાં આમ તો ચૂંટણીને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. IAS લેવલે બધુ ગોઠવાઈ ગયું છે. IPSમાં પણ મોટાભાગે સેટિંગ કરાઈ દેવાયું છે. પરંતુ રેન્જ લેવલના આઇજી અને ડીઆઈજી કક્ષાએ બરાબર સેટિંગ ન થવાને કારણે મામલો અટક્યો છે. એટલે જયારે પણ ગૃહ વિભાગ દ્વારા આઇજી - DIG લેવલની બદલી થાય ત્યારે સમજવાનું કે ત્યાર પછી ગમે ત્યારે ગુજરાતમાં ઈલેકશનની તારીખ જાહેર થઈ શકે છે.