Kutch : આફત માથે છે ને બિલ્ડર ગાંઠતો નથી, ભુજ નગર પાલિકાની વિનંતી છતાં જનરલ હોસ્પિટલની સામે મેઈન રોડ ઉપર કરેલું દબાણ ધરાર ન હટાવ્યું

મોટા-ખુલ્લા ઊંડા પ્લોટ અને ખાલી પાણીના ટેન્કરની આડમાં નાખેલા મોટા પથ્થરને પગલે મોટી જાનહાની થાય તો જવાબદાર કોણ ?

Kutch :  આફત માથે છે ને બિલ્ડર ગાંઠતો નથી, ભુજ નગર પાલિકાની વિનંતી છતાં જનરલ હોસ્પિટલની સામે મેઈન રોડ ઉપર કરેલું દબાણ ધરાર ન હટાવ્યું
Kutch :  આફત માથે છે ને બિલ્ડર ગાંઠતો નથી, ભુજ નગર પાલિકાની વિનંતી છતાં જનરલ હોસ્પિટલની સામે મેઈન રોડ ઉપર કરેલું દબાણ ધરાર ન હટાવ્યું

WND Network.Bhuj (Kutch) : વાવાઝોડાની આફત સામે લાડવા એક તરફ સરકાર અને તેના તમામ વિભાગો રાત-દિવસ તડામાર તૈયારી કરી રહ્યા છે ત્યારે ભુજમાં એક બિલ્ડર દબાણ હટાવવાને મામલે ભુજની નગર પાલિકાને ગાંઠતો નથી. જેને કારણે કુદરતી આફત પહેલા જ ભુજમાં કઈંક અમંગળ થાય તેવી સ્થિત ઉભી થઈ છે. જિલ્લાની મુખ્ય મોટી જી.કે. જનરલ હોસ્પિટલની બરાબર સામે મેઈન રોડ ઉપર બિલ્ડર દ્વારા દબાણ કરવામાં આવ્યું છે. જેને દૂર કરવા માટે સવારથી ભુજ નગર પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ દબાણ કરનારા બિલ્ડરને સતત વિનંતી કરી રહ્યા છે.  પરંતુ બિલ્ડર દ્વારા દબાણ દૂર કરવાનું તો દૂર રહ્યું  નગર પાલિકા દ્વારા ફોન કરવામાં આવે તો જવાબ પણ આપવામાં નથી આવી રહ્યો.

કતીરા કન્સ્ટ્રક્શન દ્વારા ભુજની જી,કે.જનરલ હોસ્પિટલના મુખ્ય રોડની બરાબર સામે મોટા-ખુલ્લા ઊંડા પ્લોટની પાસે ફૂટપાથ ઉપર ખાલી પાણીના ટેન્કરની આડમાં દબાણ કરવામાં આવેલું છે. અને તેની આડમાં મોટા પથ્થરનો ઢગલો કરવામાં આવ્યો છે. વાવાઝોડાની આગાહીને પગલે ભુજ નગર પાલિકા દ્વારા જોખમી બોર્ડ-બેનર સહિતની સામગ્રી દૂર કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નગર પાલિકાની ટીમ ગુરુવારે સવારથી આ દબાણ દૂર કરવા માટે અહીં પહોંચી ગઈ હતી. પરંતુ બિલ્ડર દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું નથી. સવારથી ભુજ નગર પાલિકા સતત વિનંતી કરી રહી છે કે, દબાણ દૂર કરવામાં આવે. પરંતુ તેમના કોલ પણ રિસીવ કરવામાં નથી આવી રહ્યા. આફત ટાણે લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ભુજનો આ મુખ્ય માર્ગ ક્લિયર હોય તે જરૂરી છે. તેવામાં બિલ્ડરની આડોડાઈને કારણે જો કોઈ મોટી   જાનહાની થાય તો જવાબદાર કોની રહેશે તે એક મોટો પ્રશ્ન છે. 

આ સમગ્ર મામલે 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા ભુજ નગર પાલિકાના મુખ્ય અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ નવાઈ વચ્ચે કુદરતી આફત ટાણે જ તેમનો મોબાઈલ ફોન બંધ આવ્યો હતો.