Corona 3.0 : કોરોના પાછો આવી રહ્યો છે ? ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કોવિડના બે કેસ નોંધાયા, સમગ્ર દેશમાં આંકડો 1700ને પાર થયો, યુપી અને કેરળમાં પાંચ મોતને પગલે કેન્દ્રએ એડવાઈઝરી પ્રસિદ્ધ કરી

કોવિડ-૧૯ના ચેપનો નવો વેરિયન્ટ જેએન-૧ને કેરળમાં દેખા દીધા પછી કેન્દ્ર સહીત રાજ્યોની સરકારો દ્વારા સાવધાની રાખવાના આદેશ આપવામાં આવ્યા

Corona 3.0 : કોરોના પાછો આવી રહ્યો છે ? ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કોવિડના બે કેસ નોંધાયા, સમગ્ર દેશમાં આંકડો 1700ને પાર થયો, યુપી અને કેરળમાં પાંચ મોતને પગલે કેન્દ્રએ એડવાઈઝરી પ્રસિદ્ધ કરી

WND Network.Gandhinagar (Gujarat) : શિયાળાની શરૂઆતમાં જ ફરી એક વખત કોરોના પાછો આવી રહ્યો હોય તેવા સંકેતો મળી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં સમગ્ર દેશમાં સાત સો થી પણ વધુ કોરોના વાયરસ અસગ્રસ્ત કેસ સામે આવ્યા છે. કેરળ અને યુપી સહિતના રાજ્યોની સાથે સાથે ગુજરાતમાં પણ કોવિડના બે કેસ સામે આવ્યા છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સેક્ટર 6માં રહેતા અને થોડા દિવસ પહેલા દક્ષિણ ભારતમાં ગયેલી બે મહિલામાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા છે. દેશમાં પાંચ મોતની સાથે સાથે 700થી વધુ કેસ નોંધાઈ આવતા કેન્દ્રના આરોગ્ય સચિવ દ્વારા આ સાવચેતી રાખવા માટેની એડવાયઝરી પણ બહાર પાડવામાં આવી છે.

દેશના જુદા-જુદા રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. કોવિડ-૧૯ના ચેપના નવા વેરિયન્ટ જેએન-૧ને કેરળમાં જોવા મળ્યા પછી સમગ્ર દેશ એલર્ટ મોડમાં આવી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના 700થી પણ વધુ  કેસ નોંધાયા છે અને કેરળ તથા યુપી સહિત દેશમાં કોરોનાથી પાંચના મોત થયા હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે. બીજી બાજુએ WHO ભારત સહિત  કેટલાય દેશોમાં કોરોનાના વધતા કેસોથી ચિંતામાં છે. તેણે એડવાઇઝરી જારી કરતાં દેશોમાં કોરોના પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપી હતી.

કોરોના વાઇરસનો નવો વેરિયન્જ જેએન-૧ મળી આવ્યા પછી કેન્દ્રએ તેના અંગે ચેતવણી જારી કરી છે. કેરળમાં તિરુવનન્તપુરમની ૭૯ વર્ષીય મહિલાના સેમ્પલમાં નવો વેરિયન્ટ જેએન-૧ મળી આવ્યો હતો. તમિલનાડુના તિરુચિરાપલ્લીની આ રહેવાસી સિંગાપોરનો ટ્રાવેલ હિસ્ટરી ધરાવે છે. કેન્દ્રની એડવાઇઝરીમાં જણાવાયું છે કે આગામી સીઝન તહેવારોની હોઈ જાહેર આરોગ્યના મોરચે પૂરતા પ્રમાણમાં પગલાં લેવા જરુરી છે અને રોગનું ઓછામાં ઓછું પ્રસરણ થાય તે પ્રકારની પરિવહન વ્યવસ્થા ગોઠવવી પણ જરુરી છે. તેની સાથે શ્વાસોચ્છવાસની પ્રક્રિયાને પણ ઉચ્ચસ્તરે જાળવી રાખવી જરુરી છે. 

વાયબ્રન્ટ ગુજરાત સમિટના આયોજન વચ્ચે ગાંધીનગરમાં કોવિડ કેસને પગલે રાજ્ય સરકાર એલર્ટ : દક્ષિણ ભારતમાં પ્રવાસ કરીને ગાંધીનગર પરત આવેલી બે મહિલામાં કોરોના વાયરસની અસર જોવા મળી છે. જેને પગલે આગામી દિવસોમાં આયોજિત કરવામાં આવેલા ગુજરાત વાયબ્રન્ટ સમિટ - 2024ને લઈને પણ સચિવાલયમાં ચર્ચા શરુ થઇ ગઈ છે. દુનિયાભરમાંથી આવી રહેલા વિવિધ દેશોના પ્રતિનિધિઓ ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2024 (VGS)2024માં ભાગ લઇ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગે તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી ચુકી છે છે તેવામાં કોરોનની આ નવી લહેરને પગલે આ કાર્યક્રમ અંગે પ્રશ્નાર્થ થઇ રહ્યા છે. કેન્દ્રના આરોગ્ય સચિવ દ્વારા પણ જયારે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે તેવામાં વાયબ્રન્ટને લઈને સરકાર શું નિર્ણય કરે છે તે આગામી દિવસોમાં ખબર પડશે. સરકાર જે કરે તે પરંતુ પોતાના માટે લોકો જાતે જ સતર્ક રહે તે જરૂરી છે.