હર્ષભાઈ, સુરત જેવા AAPના પોલિટિકલ ફંડિંગનો પર્દાફાશ પૂર્વ કચ્છ પોલીસે પણ કરેલો, પછી શું થયું અમને તો ખબર નથી, ભુજ આવો ત્યારે પોલીસને પૂછીને ગુજરાતના લોકોને જણાવજો !
ડિસેમ્બર-2024માં પૂર્વ કચ્છના ગાંધીધામમાં EDની નકલી રેડ દરમિયાન ઝડપાયેલો અબ્દુલ સત્તાર માંજોઠી AAPનો કાર્યકર હોવાનો અને આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં નાણાં વાપરતો હોવાનો ઘટસ્ફોટ ગાંધીધામ SPએ કરેલો
(સવા વર્ષ પહેલા બનેલી ઘટનાનો આ જૂનો વિડીયો છે જેમાં SP સાગર બાગમારે આમ આદમી પાર્ટીના પોલિટિકલી ફંડિગનો 'ઘટસ્ફોટ' કરી રહ્યા છે)
WND Network.Gandhidham (Kutch) : સુરતમાં ચૂંટણી પહેલા મોટો ધડાકો કરીને પોલીસે AAPનું હવાલા કૌભાંડ પકડ્યું હોવાના સમાચાર વચ્ચે ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન અને હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીએ પણ આ અંગે આકરા પ્રહાર કર્યા છે ત્યારે એક વર્ષ પહેલા કચ્છમાં પણ આવી ઘટના સામે આવી હતી. જેમાં ડિસેમ્બર-2024માં પૂર્વ કચ્છના ગાંધીધામમાં EDની નકલી રેડ દરમિયાન ઝડપાયેલો અબ્દુલ સત્તાર માંજોઠી AAPનો કાર્યકર હોવાનો અને આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં નાણાં વાપરતો હોવાનો ઘટસ્ફોટ ખુદ ગાંધીધામના SPએ કર્યો હતો. અલબત્ત તેમાં પાછળથી શું થયું, આમ આદમી પાર્ટીના કયા નેતાઓને પકડાવવા આવ્યા તે અંગે આજ દિવસ સુધી કોઈને ખબર પડી નથી. જેને લીધે એવી છાપ ઉભી થઈ રહી છે કે, સત્તા પક્ષ ભાજપ દ્વારા પોલિટિકલી માઈલેજ લેવા એક સુનિયોજિત નેરેટિવ સેટ કરવામાં આવી રહ્યું છે.
લગભગ સવા વર્ષ પહેલા પ્રકાશમાં આવેલા આમ આદમીના પોલિટિકલ ફંડિંગ અંગે ગાંધીધામના SP સાગર બાગમારે ઓન કેમેરા એવો દાવો કર્યો હતો કે, નકલી EDની રેડમાં પકડાયેલો માસ્ટર માઈન્ડ ભુજનો અબ્દુલ સત્તાર માંજોઠી AAPનો કાર્યકર છે અને તે આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં નાણાંકીય મદદ પણ કરતો હતો. સવા વર્ષ પછી AAPનો કથિત કાર્યકર જેલમાંથી બહાર પણ આવી ગયો છે પરંતુ હર્ષભાઈની પોલીસ હજુ સુધી AAPનું મની ટ્રેલ શોધી શકી નથી. જેને લીધે સુરતની ઘટનામાં પણ આવું થશે કે કેમ તે અંગે સવાલ છે.
AAPના મની ટ્રેલમાં સવા વર્ષ પછી પણ કોઈ ડેવલોપમેન્ટ છે કે નહીં તે જાણવા માટે 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા પૂર્વ કચ્છના એસપી IPS સાગરભાઈ બાગમારેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ SPભાઈએ સરકારી ફોન ઉપાડવાની પણ તસ્દી લીધી ન હતી. મેસેજ અને તેમના જુના વિડીયો મોકલીને પણ IPS સાગર બાગમારનું મંતવ્ય જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ કલાકો પછી પણ તેમનો કોઈ જવાબ આવ્યો ન હતો.
( પૂર્વ કચ્છ - ગાંધીધામ EDની નકલી રેડ અંગે સવા વર્ષ પહેલા WebNewsDuniya.Com અને KutchKhabar.com માં પ્રસિદ્ધ થયેલા ન્યૂઝ રિપોર્ટ જોવા માટે અહીં ક્લિક કરો )
(1) https://webnewsduniya.com/Fake-ED-team-caught-by-East-Kutch-Police-04122024
Web News Duniya