Kandla Custom Port : કંડલા કસ્ટમનો હેડ હવાલદાર KPTના ગેટથી પસાર થતી ટ્રક માટે નવ હજારની લાંચ લેતા ઝડપાયો

એક ટ્રક દીઠ પચાસ રૂપિયા લેવાનું નક્કી થયું હતું, 197 ટ્રક માટેના રૂપિયા 9,850 લેવા જતા ACBએ પકડ્યો, કચ્છમાંથી રેવન્યુ, ખાણ ખનીજ,RTO કે વિવિધ સેવા સદનના ભ્રષ્ટ કર્મચારીઓ કેમ પકડાતા નથી ?

Kandla Custom Port : કંડલા કસ્ટમનો હેડ હવાલદાર KPTના ગેટથી પસાર થતી ટ્રક માટે નવ હજારની લાંચ લેતા ઝડપાયો

WND Network.Gandhidham (Kutch) : કંડલા પોર્ટ ઉપરથી પસાર થતી ટ્રકને ક્લિયરન્સ આપવાના બદલામાં લાંચ લેતા કંડલા કસ્ટમ (Kandla Custom)ના એક હેડ હવાલદારને લાંચ રુશ્વત બ્યુરો (ACB -Gandhidham) દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. ACB દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ, કંડલા પોર્ટના (Deendayal Port Authority- DPT)ગેટ ઉપરના કંડલા કસ્ટમના કર્મચારી જિગ્નેશ કેશવજી બળીયા દ્વારા ટ્રક ડીડથ રૂપિયા પચાસ લેખે કુલ 197 ટ્રક માટે રૂપિયા 9,850ની લાંચ લેતા કંડલા પોર્ટ રોડ ઉપર આવેલા હનુમાનના મંદિર પાસેથી રંગે હાથ ઝડપી લીધો. એક કંપનીના કર્મચારીએ આ ભ્રષ્ટ કસ્ટમ અધિકારી દ્વારા લાંચની માંગણી કરવામાં આવતા આ કાર્યવાહી કરવામાં આવી હતી.   

ACB દ્વારા આપેલી વિગતો મુજબ, આ કામના ફરીયાદીની કંપની, જે કંડલા પોર્ટ ઉપર આવતો-જતો માલ સામાનને કસ્ટમથી ક્લીરીયન્સ કરાવી પોર્ટ પરથી માલ ટ્રકો મારફતે પોર્ટમાંથી અંદર બહાર મોકલતો હતો. દરમિયાન કંડલા પોર્ટના ગેટ ઉપરના કસ્ટમના કર્મચારી જિગ્નેશ કેશવજી બળીયા, હેડ હવલદાર કસ્ટમ વર્ગ-૩એ ફરીયાદીની કંપનીના એક ટ્રક ગેટ પરથી બહાર કાઢવાના રૂપીયા ૫૦/- લેખે કુલ-૧૯૭ ટ્રકોની ટ્રીપ માટે લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ લંચના રૂપિયા આપવા માંગતા ના હોય તેમણે ગાંધીધામમાં આવેલી ACB કચેરીનો સંપર્ક કરીને આ અંગેની ફરિયાદ કરી હતી. જેને પગલે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

લાંચના છટકા દરમિયાન આરોપી જિગ્નેશએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી પંચની હાજરીમાં રૂપીયા-૯૮૫૦/-ની ગેરકાયદેસર માંગણી કરી સ્વીકારી ગુનાહિત ગેરવર્તણુંક આચર્યું હતું. આ ટ્રેપને કચ્છ(પુર્વ) એ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.એસ.ચૌધરીએ અંજામ આપ્યો હતો. 

કચ્છમાંથી રેવન્યુ, ખાણ ખનીજ,RTO કે વિવિધ સેવા સદનના ભ્રષ્ટ કર્મચારીઓ કેમ પકડાતા નથી ? : રાજ્યના સૌથી મોટા જિલ્લા કચ્છમાં ભુજ કલેક્ટોરેટથી માંડીને ખાણ-ખનીજ વિભાગ, RTO તેમજ વિવિધ સેવા સદનોમાં બિનખેતી, વિવિધ પરવાના, ઓવરલોડ અને જુદા જુદા પ્રકારના નાના મોટા કામ માટે હજારથી લઈને લાખો રૂપિયાની લાંચ લેવાની ચર્ચા જગજાહેર છે. ભુજ અને ગાંધીધામમાં ACBની કચેરી આવેલી છે. છતાં ભાગ્યેજ અહીં ટ્રેપ કે કાર્યવાહીની હકીકત બહાર આવે છે. કોઈ ફરિયાદ કરે તો જ ACB હરકતમાં આવે છે. જેને પગલે ACBની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવે છે. અહીં આપને જણાવી દઈએ કે, ઉપરોક્ત કચેરીઓમાં બધા જ ભ્રષ્ટ છે એવું નથી. પરંતુ મોટાભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ પ્રસાદ લીધા વિના કે અંડર ટેબલ વ્યવહાર વિના ભાગ્યેજ કામ કરે છે. સૂત્રો તો એવો પણ દાવો કરે છે કે, આ માટે નિયમિત હપ્તા પહોંચાડવામાં આવતા હોવાને લીધે આવો વ્યવહાર પકડાતો નથી.