કચ્છના અંતરિયાળ ગામ સુથરીમાં ગ્રામજનો અને શિક્ષકો સાથે મળીને પ્રગટાવી રહ્યા છે જ્ઞાનરૂપી યજ્ઞ...

વાર્ષિકોત્સવમાં છાત્રોને વિદાય આપવાની સાથે સાથે મોક વિધાનસભા જેવી વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા છાત્રોને પ્રોત્સાહિત કર્યા

કચ્છના અંતરિયાળ ગામ સુથરીમાં ગ્રામજનો અને શિક્ષકો સાથે મળીને પ્રગટાવી રહ્યા છે જ્ઞાનરૂપી યજ્ઞ...

WND Network.Bhuj (Kutch) : શિક્ષક અને ગામના લોકો સાથે મળીને કામ કરે તો અંતરિયાળ વિસ્તારમાં પણ બાળકો માટે ધારે એ કરી શકે છે. આ વાતનું ઉદાહરણ બન્યું છે કચ્છનું છેવાડાનું ગામ સુથરી. આ ગામ આમ તો જૈન તીર્થસ્થાનો અને રમણીય દરિયા કિનારા માટે જાણીતું છે. પરંતુ અહી જોવા મળતી એકતા અને બાળકો માટે કંઇક કરી છૂટવાની નેમ ધરાવતા ગ્રામજનો અને શિક્ષકો અંગે ભાગ્યે જ બહારના લોકોને ખબર છે. રાજ્યની વિધાનસભામાં કેવી રીતે કામ થાય છે તે પ્રક્રિયાથી અહીંના બાળકો બહુ સારી રીતે જાણે છે. કારણ કે, અહીંની શાળામાં મોક વિધાનસભાનું આયોજન કરીને બાળકોને રાજ્યનો વહીવટ કેવી રીતે થાય છે તે અંગે સ્પર્ધા કરીને શીખવાડવામાં આવે છે. વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા બાળકો અને વિદાય રહેલા છાત્રોને પોંખવાનો કાર્યક્રમ થોડા દિવસ પહેલા જ સુથરી ગામે યોજાઈ ગયો હતો. જેમાં ગામના અગ્રણીઓ અને ટીચર્સ દ્વારા ખભે ખભા મિલાવીને બાળકોને ગામના લોકોની એકતા અને કાર્યક્ષમતાથી પણ બાળકોને વાકેફ કરવામાં આવ્યા હતા.

પહેલી એપ્રિલના રોજ કચ્છના અંતરિયાળ ગામ સુથરી ખાતે આવેલી જિલ્લા પ્રાથમિક શાળા માં "બાલવૃંદ" અંતર્ગત વર્ષ દરમિયાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓ જેમ કે ,મોક ચૂંટણી, મોક વિધાનસભા, કવિઝ કોમ્પિટિશન, વેશભૂષા સ્પર્ધા, સ્વરચિત કાવ્ય લેખન સ્પર્ધા, વેસ્ટ માંથી બેસ્ટ સ્પર્ધા, સ્વરચિત વાર્તા લેખન , ચિત્ર સ્પર્ધા , વકૃતવ સ્પર્ધા , જેવી સ્પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થીઓ ને ઈનામ વિતરણ તેમજ રમતોત્સવ માં વિજેતા વિદ્યાર્થીઓ ને મેડલ આપવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ધોરણ 8 ના વિદ્યાર્થીઓ નો વિદાય આપીને તેમને ભવિષ્યની કારકિર્દી માટે શુભેચ્છા પણ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં વિજેતા સ્પર્ધકો ને સરપંચ શ્રી અબ્દુલરહીમ અબ્દુલ્લા મંધરા તરફથી ઇનામ અને મેડલ આપવામાં આવ્યા હતા. ગ્રામજનો શાળાના આચાર્ય સહિત શિક્ષકો અને બાળકોએ ઉત્સાહથી ભાગ લઈ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.