Kutch Bhuj : ભુજમાં નવો બનાવેલો રોડ માત્ર એક જ દિવસમાં તોડવો પડ્યો, પાણીની પાઇપ લાઈન તૂટી જતા નવા-નક્કોર માર્ગને બે જગ્યાએથી ખોલવો પડ્યો
પ્રખર રાષ્ટ્રવાદી સત્તા પક્ષ ભાજપના રાજમાં નવા બનાવેલા રોડ, પુલ, એરપોર્ટ, ડેમ સહિતની દુર્દશા કે ભ્ર્ષ્ટાચાર આચરવા માટે જાણી જોઈને આવું કૃત્ય કરવામાં આવ્યું ?
WND Network.Bhuj (Kutch) : પ્રખર રાષ્ટ્રવાદી સત્તા પક્ષ ભાજપના રાજમાં સમગ્ર દેશમાં ઘણી બધી જગ્યાએ નવા બનેલા રોડ, પુલ, એરપોર્ટ સહિતના ઇન્ફ્રાસ્ટક્ચર થોડા દિવસોમાં ખખડી જવાની ઘટનાઓ વચ્ચે કચ્છના પાટનગર ભુજમાં પણ કઈંક આવું બન્યું છે. ભુજમાં ટાઉનહોલથી હમીરસર તળાવ તરફ જતા માર્ગનું નવિનીકરણ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરીના ભાગરૂપે માહિતીખાતાની ઓફિસથી સ્વામિનારાયણ જતા માર્ગ ઉપર આજે શુક્રવારે સવારથી નગર પાલિકાની ટીમ દ્વારા નવા માર્ગને ખોદવાની કામગીરી કરતી જોઈને લોકો મોઢામાં આંગળા નાખી ગયા હતા. કારણ કે, હજુ તો ચોવીસ કલાક પણ નથી થયા માર્ગને તૈયાર કરવામાં અને તેને તોડવામાં આવી રહ્યો હતો.
JCB અને અન્ય સાધનો વડે નવા રોડને તોડી રહી રહેલી નગર પાલિકની ટીમના કર્મચારીઓને પૂછતાં ખબર પડી કે, રોડ બનાવવાની કાગગીરી દરમિયાન નીચેથી પસાર થતી પાણીની પાઇપ લાઈન તૂટી ગયી ગઈ છે. આ લઈને રીપેર કરવા, નવો પાઇપ નાખવા માટે નવા નક્કોર રોડને તોડવામાં આવ્યો છે. માત્ર એટલું જ નહીં પરંતુ આ જ રોડ ઉપર આગળ ભુજ A ડિવિઝન પાસે પણ આ પ્રકારે અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઈન તૂટી ગઈ છે. ત્યાં પણ રોડ તોડવામાં આવી રહ્યો છે.
રોડ તોડવાનું કામ કરી રહેલા ભુજ નગર પાલિકાના કર્મચારીઓએ વધુમાં ઉમેર્યું કે, રોડ બનાવતી વખતે વધુ પડતું દબાણ આવી જતા અંદર પાઇપ તૂટી ગઈ હતી. જેને બદલાવી જરૂર હતી.
ખરેખર જ્યાં જૂની પાઇપ તૂટી હોય ત્યાં આટલી ઝડપથી કામ નથી કરતા : ભુજ નગરપાલિકા દ્વારા જે ઝડપથી તન મન (ધન સિવાય)થી નવા રોડને તોડી પાઇપ લાઈન નાખવામાં આવી રહી હતી તેને જોઈને અહીંથી પસાર થતા લોકોએ ટકોર કરી હતી કે, જયારે ખરેખર કોઈ જગ્યાએ જૂની પાઇપ તૂટી હોય ત્યાં આટલી ઝડપથી કામ કરવામાં આવતું નથી. ફરિયાદ, રજૂઆત અને વિપક્ષના લોકો મોરચો લઈને પાલિકાની ઓફિસે ઘેરાવ ન કરે ત્યાં સુધી કામ થતું નથી. ત્યારે નવા રોડમાં ચોવીસ કલાક પણ નથી ત્યાં પાલિકાની ટીમ પાઇપ બદલાવ આવી પહોંચે છે જે શંકા ઉપજાવે તેવું છે.
Web News Duniya