SC to EC on Bihar SIR : બિહારમાં SIR ને મામલે ઈલેક્શન કમિશન ભરાયું, સુપ્રિમ કોર્ટે રદ્દ થયેલા 65 લાખ લોકોની મતદાર યાદી કારણ સહીત આપવાનો હુકમ કર્યો

સુપ્રિમ કોર્ટનો આદેશ ભારતના રાજકારણી દશા અને દિશા બદલે તેવો, પોતાને વિશેષ સમજતું ભારતીય ચૂંટણી પંચ પણ કંટ્રોલમાં આવશે

SC to EC on Bihar SIR : બિહારમાં SIR ને મામલે ઈલેક્શન કમિશન ભરાયું, સુપ્રિમ કોર્ટે રદ્દ થયેલા 65 લાખ લોકોની મતદાર યાદી કારણ સહીત આપવાનો હુકમ કર્યો

WND New Delhi : બિહાર વિધાનસભા (Bihar Assembly) ની ચૂંટણી પહેલા જ મતદાર યાદીનું સ્પેશ્યિલ ઇન્ટેન્સિવ રીવીઝન (Special Intensive Revision -SIR) ની કવાયતને મામલે કેન્દ્રીય ચૂંટણી પંચ (Election Commission of India EC) કાનૂની લડાઈમાં ભરાઈ ગયું છે. આજે છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહેલી સુનાવણી બાદ દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રિમ કોર્ટે (Supreme Court) બિહારના રદ્દ કરવામાં આવેલા લગભગ 65 લાખ મતદારોનું લિસ્ટ તેમના નામ કમી કરવાના કારણ સાથે પ્રસિદ્ધ કરવાનો હુકમ કર્યો છે. અગાઉ કોર્ટમાં સુનાવણી દરમિયાન પંચે આવું કોઈ લિસ્ટ જાહેર કરવાને મામલે કાયદાનો હવાલો આપીને લિસ્ટ જાહેર ન કરી શકાય તેમ કહ્યું હતું. પરંતુ આજે સર્વોચ્ચ અદાલતના આદેશના પગલે હવે ઈલેક્શન કમિશનને આગામી 19મી ઓગસ્ટની સાંજે પાંચ વાગ્યા સુધીમાં મતદારોના નામ કમી કરેલી યાદી જાહેર કરવાનો હુકમ કર્યો છે. સુપ્રિમ કોર્ટના આ આદેશને વિપક્ષની જીત તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. 

કોર્ટે ચૂંટણી પંચને એવો પણ આદેશ આપ્યો છે કે, ખાસ સઘન સમીક્ષા અભિયાન અંતર્ગત કરવામાં આવેલી કામગીરી પછી જે લોકોના નામ કાઢી નાખવામાં આવેલા છે તેવા મતદારોનામ તેના કારણો સહીત અખબારો, રેડિયો અને ટીવી માધ્યમો દ્વારા વ્યાપક પ્રચાર થાય તેવી રીતે પ્રસિદ્ધ કરવાની રહેશે. માત્ર એટલું જ નહીં પરંતુ આ યાદીને ચૂંટણી પંચે તેની વેબસાઈટ ઉપર પણ સામાન્ય લોકો આસાનીથી જોઈને શકે તે રીતે અપલોડ કરવા માટે પણ કહ્યું છે. 

આધાર કાર્ડ અને ચૂંટણી EPIC કાર્ડ પણ ચાલશે : ચૂંટણી પંચ દ્વારા વોટર લિસ્ટમાં આધાર કાર્ડ, PAN કાર્ડ, ચૂંટણી ઓળખ કાર્ડ વગેરે જેવા દસ્તાવેજોને માન્ય ન ગણવાની વાતને પણ સુપ્રિમ કોર્ટે કાઢી છે. આ મુદ્દે 11 દસ્તાવેજોમાં આધાર અને EPIC કાર્ડને પણ માન્ય ગણવાની સૂચના કોર્ટે આપી છે. જે સૌથી મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યું છે. 

હવે 'ચોરી' પકડાશે અને હંગામો થશે : વોટચોરીને લઈને વિપક્ષ દ્વારા ચૂંટણી પંચ વિરુદ્ધ સતત પ્રચાર કરવામાં આવી રહ્યો છે તેવા સંજોગોમાં રદ્દ થયેલા 65 લાખ લોકોની યાદી પ્રસિદ્ધ કરવાનો હુકમ આગમાં ઘી નાખવાનું કરશે અને બિહાર સહીત સમગ્ર દેશમાં હંગામો થશે. કારણ કે જે લોકોના નામ કોઈપણ કારણોસર કાઢી નાખવામાં આવ્યા છે તે લોકો બહાર આવશે અને વિપક્ષ પણ આવા લોકોને શોધીને બહાર લાવશે. તલાટી અને કારકુન જેવા સામાન્ય કર્મચારીઓ BLO તરીકે ફરજ બજાવે છે. આ સામાન્ય લોકો દ્વારા કરવામાં આવેલી SIRની કવાયત હવે ચૂંટણી પંચ અને સત્તાપક્ષ ભાજપને ભારે પડશે.