Kutch Mitra Daily Pranav Adani : 'કચ્છમિત્ર'નું સંચાલન કરતા સૌરાષ્ટ્ર ટ્રસ્ટના પ્રણવ અદાણીને SEBIએ ક્લિનચીટ આપી, ટ્રસ્ટી પ્રણવ અદાણી ઉપર ઇનસાઇડર ટ્રેડિંગના આરોપ હતા
તેમના પર આરોપ હતો કે, પ્રણવે ગુપ્ત માહિતી શેર કરી હતી અને સંબંધીઓએ તે આધારે 17-18 મેના રોજ શેર ખરીદ્યા હતા. જેનાથી તેમને 51 લાખ અને 40 લાખનો નફો થયો હતો
WND Network>Mumbai : માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI)એ અદાણી ગ્રીન એનર્જીના વર્ષ 2021માં SB એનર્જીના અધિગ્રહણ ડીલ સાથે સંકળાયેલા ઇનસાઇડર ટ્રેડિંગ કેસમાં પ્રણવ અદાણી અને તેમના બે સંબંધીઓને ક્લીનચીટ આપી છે. 50 પાનાના આદેશમાં સેબીએ જણાવ્યું કે, તેમની વિરુદ્ધ અનપબ્લિશ્ડ પ્રાઇસ સેન્સિટિવ ઇન્ફોર્મેશન (UPSI) શેર કરવાના કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. પ્રણવ અદાણી સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી છે. આ ટ્રસ્ટના નેજા હેઠળના જન્મભૂમિ ગ્રુપ દવારા જિલ્લા કક્ષાના અખબાર 'કચ્છમિત્ર'નું સંચાલન કરવામાં આવે છે.
આ કેસ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) દ્વારા SB એનર્જી હોલ્ડિંગ્સને 3.5 બિલિયન ડોલર એટલે કે 31,693 કરોડ રૂપિયામાં ખરીદવાની ડીલ સાથે સંકળાયેલો હતો. ડીલની સત્તાવાર જાહેરાત 19 મે 2021ના રોજ થઈ હતી. સેબીએ જાન્યુઆરી 2021 થી ઓગસ્ટ 2021 સુધીના ટ્રેડ્સની તપાસ કરી હતી. જેમાં નવેમ્બર, 2023માં ગૌતમ અદાણીના ભત્રીજા પ્રણવ અદાણી, કુણાલ શાહ અને નૃપાલ શાહને શો-કોઝ નોટિસ આપવામાં આવી હતી. કુણાલ શાહના પ્રણવ અદાણીના કઝિન નૃપાલ સાથે લગ્ન થયા છે. તેમના પર આરોપ હતો કે, પ્રણવે ગુપ્ત માહિતી શેર કરી હતી અને સંબંધીઓએ તે આધારે 17-18 મેના રોજ શેર ખરીદ્યા હતા. જેનાથી તેમને ₹51 લાખ અને ₹40 લાખનો નફો થયો હતો.
સેબીની તપાસ બાદના આદેશમાં મુખ્ય મુદ્દો એ હતો કે, 16 મે 2021ના રોજ કુણાલનો પ્રણવ સાથેનો ફોન કોલ UPSI શેર કરવા માટે નહોતો. તે દિવસે બપોરના સમયે જ મીડિયામાં SB એનર્જી ડીલના રિપોર્ટ્સ આવી ગયા હતા, તેથી માહિતી સાર્વજનિક થઈ ગઈ હતી.વેપાર તે પછી થયા અને તેમની પેટર્ન સામાન્ય ટ્રેડિંગ સાથે મેળ ખાય છે. શેરના ભાવમાં ઉછાળો પણ મીડિયા રિપોર્ટ્સ પછી શરૂ થયો. સેબીએ કહ્યું કે,આરોપો સાબિત થતા નથી, તેથી કોઈ નિર્દેશ કે દંડ લાદવામાં આવશે નહીં. તેથી હવે મામલો બંધ કરી દેવામાં આવ્યો છે.
( કચ્છમિત્ર અખબાર અને અદાણી સમૂહ અંગે WebNewsDuniya.Com દ્વારા પ્રકાશિત કરવામાં આવેલો ન્યૂઝ રિપોર્ટ જોવા માટે આ લિંક ઉપર ક્લિક કરો... https://webnewsduniya.com/Is-Kutchmitradaily-Sold-Out-JanmaBhoomiNewsPapers-Saurashtra-Trust-30072024 )
Web News Duniya